Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ થાય ત્યારે જિનેશ્વરોનું સ્નાત્ર, વિલેપન, પૂજા, ઉજમણું વગેરે કરવાનું હોય છે તથા પૂજારૂપે સોનાનું કર્મવૃક્ષ અને કુહાડી મૂકવામાં આવે છે. અક્કર - અર્થR (5). (હિતને કરનાર 2. મત્રી 3. નૈમિત્તિક) સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે, રાજા વગેરેના યુદ્ધ, યાત્રાદિ પ્રસ્થાનમાં શુભાશુભને જણાવનારા નૈમિત્તિક તથા રાજકાર્યમાં મિત્ર સાથે સંબંધ અને દુશમનોથી રક્ષણ કરનાર મંત્રીને અર્થકર કહેવાય છે. અર્થાત તેઓ હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહારત્યાગ કરાવનાર હોવાથી અર્થકર છે. 1 - અટ્ટ (1.) (આઠની સંખ્યામાં પરિમાણવાળું 2. ઋગ્વદનો અંશ 3. પાણિનીકૃત અષ્ટાધ્યાયી 4. આઠપદ્યવાળું કોઈપણ પ્રકરણ 5. હરિભદ્રસૂરિકૃત અષ્ટકપ્રકરણ) ભવવિરચિહ્નાંકિત અને જિનશાસનમાં યાકિનીમહત્તરાસૂનુના નામે પ્રસિદ્ધ, પરમ પરહિતચિંતક હરિભદ્રસૂરિ મહારાજે બત્રીસ અષ્ટકબદ્ધ અષ્ટક પ્રકરણની રચના કરેલી છે. તેઓએ ગ્રંથની સમાપ્તિ અવસરે લખ્યું છે કે, આ ગ્રંથ રચના દ્વારા જે પુણ્ય ઉપાર્જિત થયું હોય તેના પ્રતાપે જગતના તમામ જીવોનો પાપથી વિરહ થાઓ અને સર્વે શાશ્વત સુખ પ્રાપ્ત કરો. अट्ठगुणोववेय - अष्टगुणोपपेत (न.) (આઠ ગુણયુક્ત, પૂણદિગુણાષ્ટકયુક્ત ગેય-ગીત) જીવાભિગમસૂત્રના તૃતીય પ્રતિપત્તિમાં ગીતના આઠ ગુણો બતાવવામાં આવેલા છે. જે 1. પૂર્ણ 2. સુખદ 3, અલંકારયુક્ત 4. સ્પષ્ટ 5. અવિપુષ્ટ 6. મધુર 7. સમ અને 8, લાલિત્યસભર. આ રીતે આઠગુણોથી યુક્ત ગીત લોકોના મનનું રંજન કરનાર થાય अट्ठचक्कवालपइट्ठाण - अष्टचक्रवालप्रतिष्ठान (त्रि.) (આઠ ચક્ર-પૈડાના આધારે રહેલું) ચક્રવર્તીને ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયથી નવ મહાનિધિ પ્રાપ્ત થાય છે. આ નવેય નિધિઓમાં સંસારના ગૃહ, નગર, શસ્ત્રાદિ વિવિધ શાશ્વત આચારોના પુસ્તકો હોય છે. પ્રત્યેક નિધિ પેટી આકારની અને આઠ ચક્રો એટલે પૈડાંવાળી હોય છે. કુનાથ - ગષ્ટનાત (જ.). (અર્થનો-ધનનો ભેદવિશેષ 2. ધનાર્થી, ધનની જરૂરિયાતવાળો 3. સંયમથી ચલિત) રૂપકોશાના રૂપમાં મોહાંધ થયેલા સિંહગુફાવાસી મુનિ પાસે રૂપકોશાએ શરત મૂકી કે, જો તમારે મારી સાથે ભોગ ભોગવવા હોય તો લાખ રૂપિયાના મૂલ્યની રત્નકંબલ લાવો. ત્યારે મુનિએ કહ્યું કે, હું તો સાધુ છું હું ક્યાંથી લાવું? ત્યારે રૂપકોશાએ કહ્યું કે નેપાળનો રાજા ધનના ઇચ્છુકને લાખ સોનામહોર આપે છે. ત્યારે લીધેલા સંયમનું મહત્ત્વ ભૂલીને મુનિ વિરાધના કરતા નેપાળ ગયા, અને ત્યાંના રાજા પાસેથી લાખ સોનામહોર લઇને તે સોનામહોરથી રત્નકંબલ ખરીદી. પાછા આવીને તેણે રત્નકંબલ રૂપકોશાને આપી. ગણિકાએ સાધુની સાન ઠેકાણે લાવવા તે રત્નકંબલથી પોતાના પગ લૂછીને ગટરમાં ફેંકી દીધી. ત્યારે મુનિએ કહ્યું કે આ તું શું કરે છે? આટલી મોંઘી રત્નકંબલને ગટરમાં ફેંકી દીધી ? ત્યારે રૂપકોશાએ કહ્યું કે, મેં તો માત્ર લાખ રૂપિયાની કંબલ જ ફેંકી છે જયારે તમે તો દેવોને પણ દુર્લભ એવું સંયમજીવન મારા દેહરૂપી ગટરમાં ફેંકી રહ્યા છો. આ સાંભળીને સંયમથી ચલિત સિંહગુફાવાસી મુનિ પુનઃ સંયમમાં સ્થિર થયા. મકૃગુ - અર્થયુ (ત્રિ.) (હયોપાદેયરૂપ અર્થયુક્ત, હેયોપાદેયનું કથન કરનાર આગમવચનો) પરમર્ષિ ભગવાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે લલિતવિસ્તરા ગ્રંથમાં લખ્યું છે કે, હે પરમાત્મા ! જો આપના આગમવચનો અમને પ્રાપ્ત થયા ન હોત તો અમારું શું થાત? અમને હેપોપાદેયનું જ્ઞાન કોણ કરાવત? અને પરમાર્થ એવા મોક્ષ પ્રત્યે અભિરુચિ પણ કોણ ઉત્પન્ન કરાવત? 191