Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અત્તર - સણોત્તર (જિ.). (આઠથી અધિક, સંખ્યાવિશેષ) આજના સમયમાં ઘરે, શેરીએ કે શહેરમાં ક્યાંય પણ અકસ્માત કે તાત્કાલિક ઇમરજન્સીમાં 108 નંબરની ગાડીને બોલાવવામાં આવે છે. કારણ કે દરેકને ખબર છે કે 108 આવી એટલે દર્દીને તુરંત રાહત થઇ જશે અને તે અકસ્માત કે બિમારીમાંથી ઉગરી જશે. લાચારીની વાત તો એ છે કે, ભવરોગથી પીડાતા અને કર્મોના રોજીંદા અકસ્માતોથી ગંભીર ઇજા પામતા એવા આપણને ઉગારનારા 108 ગુણના સ્વામી પંચપરમેષ્ઠી હોવા છતાં આપણે તેમને યાદ પણ નથી કરતા. अद्भुत्तरसयकूड - अष्टोत्तरशतकूट (पुं.) (શત્રુંજય પર્વત, સિદ્ધગિરિ) - કુટ એટલે નાનકડી ટેકરી જેવા પહાડો પર આવેલી તીર્થકરોની દેરીઓ. પ્રાયઃ શાશ્વત એવા સિદ્ધાચલ પર્વત પર આવા કુલ એકસોને આઠ ફૂટ હતા. જેનો કાળના પ્રવાહ સાથે નાશ થતાં વર્તમાનકાળમાં એક પણ દેખાતા નથી, પરંતુ તીર્થકલ્પ નામક શાસ્ત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. Mત્તિ - અર્થોત્પત્તિ (ટી.) (ધનની ઉત્પત્તિ જેમાંથી થાય તે-વ્યવહાર, ધનની પ્રાપ્તિ) મનુષ્યનું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પાયા પર રહેલું છે. શાશ્વત સુખ પામવા માટે જેમ ધર્મ અને મોક્ષ આવશ્યક છે તેમ સંસારના વ્યવહારમાં રહેવા માટે કામ અને અર્થ પણ આવશ્યક છે. તેમાંય જીવનનિર્વાહ માટે તો અર્થ અતિઆવશ્યક અંગ ગણવામાં આવેલા છે. તેને અગિયારમાં પ્રાણ પણ કહેવામાં આવેલો છે. વ્યવહારપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના બીજા ઉદ્દેશામાં લખેલું છે કે, અર્થ અર્થાત ધન વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે. આથી પુરુષે તેવો વ્યવહાર કરવો જોઇએ કે, જેમાંથી ધનની પ્રાપ્તિ થાય. અક્સીસ - ગોલ્ફાસ (પુ.) (આઠ શ્વાસોશ્વાસ, પંચનમસ્કાર) જૈનધર્મ એક પ્રકારે વિજ્ઞાનધર્મ પણ છે. પ્રતિક્રમણમાં કાઉસગ્નમુદ્રામાં જે નવકાર મંત્ર કે લોગસસૂત્રની ગણના મૂકી છે તે પણ શ્વાસોશ્વાસના આધારે. કારણ કે ઘણી વખત વ્યક્તિને પોતાના શ્વાસની સંખ્યા કે તેના સમયનું જ્ઞાન નથી હોતું. પરંતુ સ્વસ્થ વ્યકિત જેટલા સમયમાં આઠ શ્વાસોશ્વાસ લે તેટલા પ્રમાણનો એકનવકાર હોય છે. આથી વ્યક્તિનું પોતાના શ્વાસનું અને સમયનું જ્ઞાન થાય છે અને પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ થાય છે. મકૂદ - ૩ણોત્સવ (ત્રિ.) (જેની ઊંચાઇ આઠ યોજનાની હોય તે) છખંડનું અધિપતિપણે પ્રાપ્ત કર્યા બાદ ચક્રવર્તીને સર્વવિષયો તથા પદાર્થોને આવરી લેનારી નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં તેના માટે લખેલું છે કે, નવે નિધિઓ આઠ પૈડા પર રહેલી, આઠ યોજન ઊંચી, નવ યોજન પહોળી, બાર યોજન લાંબી, પેટના આકારની તેમજ ગંગાના મુખ આગળ રહેલી હોય છે. મ-૩(થા.) (ગતિ કરવી, ગમન કરવું) મુનિ લાવણ્યસમયજી મહારાજ પોતાની સઝાયમાં લખે છે કે, લગ્ન બાદ વ્યક્તિ પોતાની, પોતાના કુટુંબની જરૂરિયાતો, અપેક્ષાઓ, શોખ પૂરા કરવા અને પૈસા કમાવવા માટે ગધેડાની જેમ દિવસ કે રાત, તડકો કે છાંયડો વગેરે જોયા વિના આમથી તેમ ભટક્યા જ કરે છે. પરંતુ એકવાર પણ જિનાલય કે ઉપાશ્રયમાં જવાનું આવે તો કોઈને કોઈ બહાનું કાઢીને છટકી જતો હોય છે. ત્યાં તેના પગ દુઃખવા લાગે છે. ઊંઘ આવે છે. કંટાળો આવે છે. આવા જીવો ખરેખર દયાપાત્ર છે. *મદ () (રોમરાજીવાળા પક્ષી વગેરે 2. કબુતરની પાંખ સમાન પાંખવાળું ગોરૈયા નામનું પક્ષીવિશેષ) 209