Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જમવટ (કું.) (ખાડો, 2. કૂવો) જેમ જાદુગર પોતાના જાદુ દ્વારા લોકોને સંમોહિત કરી લે છે અને પછી તે જે દેખાડે તેને જ લોકો સાચું માને છે તેવી રીતે આઠેય કર્મોનો રાજા મોહ પણ જાદુગર સમ્રાટ છે. તે પોતાની સંમોહન જાળમાં સંસારના જીવોને એવા ફસાવી લે છે કે પછી તેની ઈચ્છા પ્રમાણે જ જગતના જીવો વર્તતા હોય છે. મોહ જીવને સંસાર પ્રત્યે રાગ અને મોક્ષ પ્રત્યે દ્વેષ કરાવે છે. આપણે પ્રત્યક્ષ જોઈએ પણ છીએ કે ભૌતિક સુખો પાછળ લોકો કેટલા ઘેલા થઈ દોડે છે અને ધર્મ પ્રત્યે કેટલી તિતિક્ષા રાખે છે? (પુરુષાતન 2. વિપરીત મૈથુન) મક્સ - ૩ર (ત્રિ.) (જેને અગ્નિથી બાળી ન શકાય તે) અજૈન ભગવદ્ ગીતામાં આત્માનું સ્વરૂપ જણાવ્યું છે કે, “નૈન છિન્દ્રન્તિ શાળ, નૈનં ટૂંતિ પર્વ:' અર્થાતુ, સંસારમાં શરીર જડ હોવાથી તેનું છેદન-ભેદન આદિ શક્ય છે પરંતુ, આત્મા તો અમર છે તેને શસ્ત્રો હણી નથી શકતા અને અગ્નિથી તે બાળી શકાય તેમ નથી. આપણા જૈનશાસ્ત્રમાં પણ આ જ વાત કહેલી છે કે, શરીર ઉત્પત્તિ અને વિનાશશીલ છે પરંતુ, આત્મા તો શાશ્વત છે. તે ક્યારેય પણ મરતો નથી. અગ્નિ આદિ શસ્ત્રોથી છેદન-ભેદન પામતો નથી. તેનું અસ્તિત્વ અનાદિ અનંત છે. મઃ - અટટ (ન.). (ચોરાશી લાખ અડાંગ પ્રમાણ કાળવિશેષ) મદાં - મટા (જ.) (ચોરાશી લાખ ત્રુટિત પ્રમાણ કાળવિશેષ) મUT - મદન (1) (અટન કરવું, ફરવું, રખડવું) કોઈ માણસ પ્રયોજન વગર આમ-તેમ રખડે તેને લોકો રખડુ કહે છે. પરંતુ ખરેખર તો જે લોકો કષાયથી અભિભૂત થઈને રાતદિવસ ભટકી રહ્યા છે, આત્માના ગુણોનો સત્યાનાશ વાળી રહ્યા છે તેને જ જ્ઞાનીઓએ સંસારમાં રખડનારા કહ્યા છે. vi ( શી-સ્ત્રી.) (માર્ગ, રસ્તો) કોઈ વ્યક્તિ જંગલમાંથી પસાર થતો હોય અને ત્યારે અચાનક વાદળો ઘેરાઈ આવે, ચારેય દિશાઓમાં ઘોર અંધકાર છવાઈ જાય, જોરદાર પવન ફૂંકાવા લાગે અને કોઈ જ સહારો ન દેખાય ત્યારે તે વ્યક્તિની જે દશા થાય તેનાથીય બીહામણી દશા જીવાત્માની છે જો તમારા જીવન-વનમાં સદ્ગુરુનો સંયોગ નથી, કારણ કે ગુરુ વિના મોક્ષ માર્ગ કોઈ બતાવી શકે તેમ નથી. ઝડપાઈ (રેશી-ન.) (વાહન વિશેષ) જીવાભિગમસુત્રની ત્રીજી પ્રતિપત્તિમાં આ શબ્દનો પ્રયોગ આવેલો છે. જે ખાસ કરીને લાટ દેશમાં કોઈ યાન વિશેષના અર્થમાં પ્રચલિત હતો. અન્યત્ર આ શબ્દ હાથીની અંબાડી કે ઘોડાના પલાણ અથવા ઊંટના પલાણ એ અર્થમાં વપરાયો છે. ૩મા - મટન્ (વિ.) (ગમન કરતું, ભટકતું) ધ્યેય વગર ભટકનારી વ્યક્તિ કોઈ દિવસ પોતાની મંજિલ સુધી પહોંચી શકતી નથી. પરમાત્મા મહાવીરદેવે કહ્યું છે કે, હે ભવ્ય ! તું આત્મશુદ્ધિ હેત જ્ઞાનમાર્ગે-અધ્યાત્મમાર્ગે સતત ગમનશીલ બને. કારણ કે તારી અનંત આત્મસમૃદ્ધિ તેનાથી જ શક્ય બનશે. દયા (દેશી .) કુલટા, વ્યભિચારિણી સ્ત્રી)