Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કુલટા સ્ત્રીના રવાડે ચઢેલો જીવ પોતાનું સર્વસ્વ ફના કરી દે છે તેમ પ્રભુના ઉપદેશ પ્રત્યે શંકા-કુશંકારૂપી વ્યભિચારીણી સ્ત્રીના સકંજામાં ફસાયેલો જીવ રાત-દિવસ મનથી સંકલ્પો-કવિકલ્પો કરી કરીને છેવટે પોતાનો અણમોલ મનુષ્યભવ હારી જાય છે. ગયT (શ-સ્ત્રી.) (કુલટા, વ્યભિચારિણી સ્ત્રી) પંડયાન - મg (છ) રાશિત્ (ત્રિ.) (અડતાળીશ, ચાળીશ અને આઠ, ૪૮ની સંખ્યા) આજના જમાનામાં લબ્ધિઓ વિષે બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ, શાસ્ત્રગ્રંથોમાં અડતાળીશ લબ્ધિઓની વાત ખૂબ પ્રચલિત છે. જ્ઞાન-ધ્યાન-તપ-જપમાં લયલીન રહેનારા મહર્ષિઓના ઝાડા-પેશાબ પણ દિવ્ય ઔષધિનું કાર્ય કરતા હતા તે એમનામાં પ્રગટેલી લબ્ધિઓના જ પ્રભાવે. શ્રેયાન (દેશ-પુ.) (વખાણ, કીર્તિ, પ્રશંસા) કોઈએ પરોપકારનું કામ કર્યું હોય તો તેની આપણે અવશ્ય પ્રશંસા કરવી જોઈએ. પોતે કોઈક સુકૃત કર્યું હોય અને બીજાઓ પાસે - જઈ પોતાના વખાણ કરવાનું મન થાય તો તે અહિતકારી થાય છે કારણ કે, તેમાં અભિમાન ભળી જાય છે. માટે યાદ રાખો કે, પ્રશંસા-વખાણ હંમેશાં અન્યોના કરવાના હોય, પોતાના ક્યારેય નહીં. માનવામાન - ગg (છ) ત્વજૂિતવનમાન (કિ.) (અડતાલીશ પ્રકારના ભેદોથી યુક્ત હારવાળી વનમાળા જેમાં છે તે). જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં જણાવ્યું છે કે, માળાના અડતાળીશ પ્રકારના ભેદોના વૈવિધ્યવાળી અને દરેક ઋતુના ફૂલો જેમાં હોય તથા વચ્ચે કદંબના ફૂલ રહેલા હોય તેમજ ઢીંચણ સુધી લટકતી હોય તેવી માળાને વનમાળા કહેવામાં આવે છે. મહાનતવન (લે-ત્ર.) (પ્રશસ્ત રીતે કરાયેલ છે વનમાળા જેમાં તે) દેવો જે ફૂલોની માળાઓ પહેરે છે તે ક્યારેય કરમાતી નથી, હંમેશાં તાજી જ રહેતી હોય છે. એ માળાઓની રચના પણ અનેક જાતના વૈશિશ્યવાળી હોય છે. તેમાંનો એક પ્રકાર પ્રશસ્ત રીતે કરાયેલી આ વનમાળાનો પણ છે એમ આગમોમાં જણાવેલું છે. अडयालकोटगरइय - अष्टचत्वारिंशत्कोष्ठकरचित (त्रि.) (48 પ્રકારના વિભાગોથી સુશોભિત શયનખંડો કે વાસગૃહો સ્વય રચના પામેલા છે જેમાં તે) ભારતદેશમાં પ્રાચીન કાળે રાજા-મહારાજાઓ દ્વારા બંધાવેલા અનેક નાના-મોટા અદ્ભૂત કિલ્લાઓ હતા. તેમાં સેંકડો માણસોને રહેવાના આવાસો, મહેલો, ગુપ્તવાસગૃહો અને દરવાજાઓ વગેરે રહેતા હતા. તેમાંનો એક કિલ્લો દેવગિરિનો અત્યારે પણ ખંડિયેર હાલતમાં ભૂતકાળની ભવ્ય જાહોજલાલીની ચાડી ખાઈ રહ્યો છે. મઢ - વિ (વી) (સ્ત્રી) (અટવી, અરણ્ય, જંગલ) શિકારની વૃત્તિવાળા જીવો આમ-તેમ જેમાં ભટકે તેને અટવી કહેવાય છે તેમ કમીંધીન જીવો જેમાં ચારગતિના ચક્કર કાપતા રહે તે સંસારને પણ અટવી કહેવામાં આવે છે. જેમ અટવીમાંથી પાર ઉતરવા માટે ભોમિયાની જરૂરત પડે છે તેમ સંસાર રૂપી અટવાથી પાર ઊતરવા માટે શ્રીજિનેશ્વરના ઉપદેશરૂપ ભોમિયાનું આલંબન લેવું પડે. अडवीजम्मण - अटवीजन्मन् (न.) (જંગલમાં જન્મ થાય તે, જંગલપ્રસૂતિનું દુઃખ) પુણ્યશાળી જીવો જંગલમાં પણ મંગલ કરી દેતા હોય છે. જન્મજન્માન્તરમાં જેમણે પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરેલું હોય તેવા ભવ્યાત્માઓને કોઇપણ પ્રકારે દુઃખ કનડી શકતું નથી. તેમનું પ્રબળ પુણ્ય હંમેશાં સોળે કળાએ ખીલેલું જ રહે છે. nii