Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ભટ્ટ - કર્થ (2) (અર્ધ, અડધો ભાગ, ખંડ, અંશ) અર્ધ શબ્દ સંસ્કૃતના ઋધુ ધાતુને વૃદ્ધિ અને ભાવાદિ અર્થમાં ઘણુ પ્રત્યય લાગી બનેલો શબ્દ છે. જેનો અર્થ અર્ધો ભાગ અથવા અર્ધ એવો થાય છે. નીતિવાક્યોમાં કહ્યું છે કે, જયારે સર્વનાશની સ્થિતિ પેદા થાય ત્યારે પંડિત પુરુષ અડધું ત્યજીને પણ પોતાનું ઈષ્ટ સાધી લેતા હોય છે. સમાજ (ત્રિ.) (ધન-ધાન્યાદિથી પરિપૂર્ણ, સમૃદ્ધ, સંપન્ન, ધની 2, યુક્ત 3. પૂર્ણ 4. મહાન) આનંદ કામદેવ આદિ ભગવાન મહાવીરના દશ શ્રાવકો ધન-ધાન્યથી, કુટુંબ પરિવારથી, નોકર-ચાકર આદિ સર્વ પ્રકારે પરિપૂર્ણ હતા. તેઓનું જીવન પણ પ્રભુના શ્રાવક ધર્મથી મઘમઘાયમાન હતું. તેથી જ તેઓના ચરિત્રો શાસ્ત્રગ્રંથોમાં વર્ણવાયા છે. કુમતિ (જોશી.) (કમ્મર પર હાથ રાખી ઊભા રહેવું તે, કેડ પર હાથ રાખવો તે) બૃહત્સંગ્રહણી જેવા જૈન ભૂગોળ-ખગોળના ગ્રંથોમાં સમસ્ત બ્રહ્માંડનું સ્વરૂપ ખૂબ સરસ રીતે વર્ણવાયેલું છે. તેમાં જીવલોક અર્થાત, ચૌદ રાજલોકનું સ્વરૂપ કેડ પર હાથ રાખીને બન્ને પગે ટટ્ટાર ઊભેલા પુરુષાકૃતિ જેવું બતાવવામાં આવેલું છે. મહૂવર - ક્ષેત્ર (જ.) (એક અહોરાત્ર પરિમિત ક્ષેત્રપર્યત ચંદ્રની સાથે રહેનાર નક્ષત્રો, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ અને વિશાખા એ છ નક્ષત્રો). ચંદ્રપ્રજ્ઞપ્તિ નામના આગમના દશમાં પ્રાભૂતમાં અર્ધક્ષેત્રના વિવેચનમાં ચંદ્રની સાથે એક અહોરાત્રનો સમય ભોગવનારા ઉપરોક્ત છ નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જૈનશાસ્ત્રોમાં સત્તાવીશ નક્ષત્રોની ગણના દેવોની એક પેટા જાતિમાં કરાયેલી છે. અઠ્ઠા - આચ (ત્રિ.) (આચ, યુક્ત 2. પરિપૂર્ણ) આવશ્યકસૂત્રની આચાર્ય શ્રીમલયગિરિજીની ટીકામાં સુવિનિત શિષ્યની યોગ્યતા બાબતે જણાવેલું છે કે, જે સંયમ અને તપથી પરિપૂર્ણ છે તેવા શિષ્યને ગુરુ દ્વારા પ્રેરણા-ઉપદેશ અપાતાં હંમેશા તેના વિકલ્પરહિત તથાકાર-તહત્તિ કરીને સ્વીકાર કરાય છે. અછૂત્ત - મર્ધાત્ર (પુ.) (અર્ધરાત્રિ, મધ્યરાત્રિ). રાતે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર સ્વાથ્ય માટેની આ પ્રણાલીનો આજે લોપ થઈ ગયો છે. હવે તો મધ્યરાત્રિએ સૂવું અને સવારે નવ પહેલા ન ઊઠવું એ સામાન્ય બની ગયું છે. પછી આર્થિક પાયમાલી અને શારીરિક રોગો ન થાય તો શું થાય? મઠ્ઠાડું - ગઈતૃતીય (ત્રિ.) (અઢી, બે અને અધુ) જયાં આપણા જેવા મનુષ્યો, તિર્યંચો, પશુ પંખીઓ જન્મ લઈ વસે છે તે દુનિયા જૈન ભૂગોળ પ્રમાણે અઢીદ્વિીપ પ્રમાણ એટલે 45 લાખ યોજનાના વિસ્તારમાં જ છે. તે સિવાયના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં ઉત્પન્ન થનારા જીવો મનુષ્ય સિવાય માત્ર વનસ્પતિ અને તિર્યંચો વિગેરે જ છે. अड्डाइज्जदीव - अर्धतृतीयद्वीप (पुं.) (અઢીદ્વીપ) જંબદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપ એમ અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહેવામાં આવે છે કારણ કે, તે સિવાયના અસંખ્ય દ્વીપોમાં મનુષ્યોની ઉત્પત્તિ છે જ નહીં. માટે ત્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યાપાર પણ નથી અને મોક્ષમાર્ગ પણ નથી.