Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अटुंगणिमित्त -- अष्टाङ्गनिमित्त (न.) (નવમા પૂર્વના ત્રીજા આચારવસ્તુથી નીકળેલા સુખ-દુઃખના નિમિત્ત સૂચક આઠ અંગવાળું નિમિત્તશાસ્ત્ર, અણંગનિમિત્ત શાસ્ત્ર) નિમિત્ત શાસ્ત્રના ભૌમ, ઉત્પાત, સ્વપ્ર, આંતરિક્ષ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન એમ આઠ અંગ માનવામાં આવેલા છે. નિમિત્તશાસ્ત્રના આધારે કોઈ વ્યક્તિવિશેષ કે ક્ષેત્ર સંબંધી ભૂત-ભાવિ કે વર્તમાનમાં થનાર શુભાશુભ પ્રસંગો, ભૂકંપો, સુનામી કે અન્ય કોઈ આપત્તિ જાણી શકાતી હતી અને તેના ઉપાયો પણ અષ્ટાંગ નિમિત્તને આધારે કરવામાં આવતા હતાં. अटुंगतिलय - अष्टाङ्गतिलक (पुं.) (આઠ અંગે કરવામાં આવતું ચંદન વગેરેનું તિલક) अटुंगमहाणिमित्त - अष्टाङ्गमहानिमित्त (न.) (આઠ અંગવાળું મહાનિમિત્ત શાસ્ત્ર, અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્ર) નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુમાં નિમિત્તશાસ્ત્રની ચર્ચા કરવામાં આવેલી છે. નિમિત્તશાસ્ત્રના કુલ આઠ અંગ માનવામાં આવેલા છે. પ્રાચીનકાળમાં તેના આધારે સ્ત્રી-પુરુષ, ગૃહ, ક્ષેત્ર, કાળ વગેરેના ભૂત-ભાવિ અને વર્તમાનમાં થનારા શુભાશુભનું કથન કરવામાં આવતું હતું. अटुंगमहाणिमित्तसुत्तत्थधारय - अष्टाङ्गमहानिमित्तसूत्रार्थधारक (त्रि.) (અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને ધારણ કરનાર, અષ્ટાંગનિમિત્તના જાણકાર) ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, હે ભગવન્! ગોશાલક પોતાને સર્વજ્ઞ કહે છે તે શું સાચું છે? ત્યારે ભગવાને કહ્યું, હે ગૌતમ હું જ્યારે છઘી અવસ્થામાં હતો ત્યારે તે મારા શિષ્ય તરીકે મારી સાથે રહ્યો હતો અને મારી જોડેથી તેજોવેશ્યા શીખ્યો હતો. ત્યારબાદ મને છોડીને પાર્શ્વનાથ તીર્થકરના સાધુઓ જોડે રહીને તે અષ્ટાંગનિમિત્ત ભણ્યો હતો. આમ તે માત્ર તેજલેશ્યા અને અષ્ટાંગનિમિત્તનો જ જાણકાર છે કોઇ સર્વજ્ઞ નથી. મજિયા - grii (સ્ત્રી) (અષ્ટાંગથી બનેલી, આઠ અંગવાળી) પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓની સભામાં અષ્ટાંગનિમિત્તના જાણકાર પુરુષો રહેતા હતા. રાજા વગેરે દ્વારા ઘરમાં કે રાજયમાં કોઈપણ પ્રસંગ કરવા માટે, યુદ્ધ કરવા માટે કે અન્ય કોઈપણ સંજોગોમાં આગળની પ્રવૃત્તિ કરવા માટે નિમિત્તશાસ્ત્રના જાણકાર પુરોહિતની સલાહ લેવામાં આવતી હતી અને તેમણે સૂચવેલા સમય, મુહૂર્ત અને ઉપાય અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. अट्ठकपिणय - अष्टकर्णिक (त्रि.) (આઠ ખૂણાવાળું). अट्टकम्मगंठीविमोयग - अष्टकर्मग्रन्थिविमोचक (त्रि.) . (આઠ કર્મરૂપી ગ્રંથિને મૂકનાર, જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને છોડનાર-સિદ્ધભગવંત). સિદ્ધશિલામાં વસનારા સિદ્ધભગવંતો હંમેશાં આત્મરમણ કરનારા હોય છે. કારણ કે તેઓએ શુદ્ધ આત્મસ્વરૂપના બાધક એવા આઠ કર્મોરૂપી ગ્રંથિનો નાશ કર્યો હોય છે. જયાં સુધી સંપૂર્ણ ગ્રંથિ નથી દાતી ત્યાં સુધી પૂર્ણતયા આત્મરમણતા પ્રાપ્ત નથી થતી. अट्ठकम्मतंतुघणबंधण - अष्टकर्मतन्तुघनबन्धन (न.) (આઠ કર્મરૂપી તંતુઓનું ગાઢબંધન) જેવી રીતે કોશેટાનો કીડો સુરક્ષા માટે બાંધેલી પોતાની જ જાળમાં ફસાઈ જાય છે અને અંતે મૃત્યુ પામે છે. તેમ આ સંસારચક્રમાં રહેલા જીવો પોતાના મન-વચન-કાયાના વ્યાપારોથી અષ્ટકર્મરૂપી તંતુઓના ગાઢબંધનમાં ફસાઈ જાય છે અને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. अट्ठकम्मसूडणतव - अष्टकर्मसूदनतपस् (न.) (અષ્ટકર્મસૂદન નામક તપ વિશેષ) જે તપમાં જ્ઞાનાવરણીય વગેરે આઠે કર્મોનું સૂદન એટલે કે નાશ કરવામાં આવે તેને અષ્ટકમસૂદન તપ કહેવાય છે. આ તપ પૂરો 196