Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ દરેક શાસ્ત્રો સૂત્ર અને અર્થથી બંધાયેલા હોય છે. સૂત્રના દરેક પદો અર્થને અનુસરે છે અને સર્વે અર્થમૂળસૂત્રના પદોને અનુસરતા હોય છે. વક્તા જયારે પણ પદોનું પ્રરૂપણ કરે ત્યારે તેના પૂર્વાપર અર્થોનું ચિંતન કરીને પછી જ ઉચ્ચારણ કરે અન્યથા, ઉસૂત્રપ્રરૂપણા થવાનો સંભવ છે. જેમ મૂળસૂત્રથી ભિન્ન અર્થોનું કથન ઉસૂત્રપ્રરૂપણા છે તેમ યથાવસ્થિત અર્થોથી વિપરીત પદોનું કથન પણ ઉસૂત્રપ્રરૂપણા જ છે. અને ઉસૂત્રપ્રરૂપણા જેવું કોઇ પાપ નથી. अट्ठपदोवसुद्ध -- अर्थपदोपशुद्ध (त्रि.) (નિર્દોષ વાચ્ય-વાચકતાવાળું 2. સહેતુક 3. સદ્ભક્તિક) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં લખેલું છે કે, અરિહંત ભગવંતો દ્વારા ભાસિત, અર્થપદોથી જે શુદ્ધ હોય તેને જ ધર્મ જાણવો. કારણ કે જે અર્થપદોથી શુદ્ધ હોય તેવો જ ધર્મ સિદ્ધિગતિ અપાવનારો હોય છે અને તેના વક્તા કેવલી ભગવંતો હોવાથી નિચે જગહિતકારી બને છે. માળિયા - મgfપર્ણનિકિતા (શ્રી.) (શાસ્ત્રપ્રસિદ્ધ આઠ પ્રકારના લોટથી બનાવેલી વસ્તુવિશેષ, આઠ વાર પીસવાથી નિષ્પન્ન મદિરા વિશેષ) સટ્ટપુ - અષ્ટપુષ્પી (સ્ત્રી.) . (પૂજા અર્થે આઠ પુષ્પો હોય તેવી, આઠ પુષ્પોથી કરવામાં આવતી પૂજાનો પ્રકાર) તત્ત્વવેત્તા મહર્ષિઓએ અષ્ટપુષ્મી પૂજા બે પ્રકારે કહેલી છે. 1. અશુદ્ધ અને 2. શુદ્ધ. તેમાં પ્રથમ પૂજા માત્ર સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારી કહેલી છે. અને બીજી પૂજા અષ્ટકર્મના નાશના હેતુપૂર્વક શુદ્ધભાવથી થતી હોવાથી મોક્ષપ્રસાધિની કહી છે. अट्ठबुद्धिगुण - अष्टबुद्धिगुण (पुं.) (શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણ) બુદ્ધિ બે પ્રકારની હોય છે સદ્ગદ્ધિ અને દુર્બુદ્ધિ. શાસ્ત્રોમાં બુદ્ધિના શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહા, અપોહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વવિજ્ઞાન એમ આઠ ગુણો બતાવવામાં આવેલા છે. જે જીવ આ આઠ ગુણોને સેવે છે તેની બુદ્ધિ બુદ્ધિમાં પરિણમે છે. જે સ્વ અને પરનું હિત કરનારી હોય છે. તેનાથી વિપરીત દુર્બુદ્ધિ જે બીજાનું તો અહિત કરે જ છે પરંતુ, તે પોતાનું પણ અહિત કરે છે. અટ્ટમાફયા - મમળા (સ્ત્રી.). (માણીના આઠમા ભાગ જેટલું રસ માપવાનું માપ, તરલ વસ્તુ માપવા માટે બત્રીસ પલ પ્રમાણનું પરિમાણ) અર્થ - અમરિશ્ન(ત્રિ.). (આઠ મદસ્થાનોમાં મત્ત થયેલું) ઉન્માદ એક ભયંકર દુર્ગુણ છે. તમે જાણો છો ! આ ઉન્માદ શાસ્ત્રમાં કહેલા આઠ મદસ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે. ઉન્મત્ત થયેલા વ્યક્તિ વિવેકગુણથી ચૂકે છે અને જે વિવેકથી ચુકે તે સિદ્ધિગતિ અને સદ્ગતિ બન્નેથી વંચિત રહે છે. આથી જ સર્વજ્ઞ ભગવંતોએ મદસ્થાનોને ત્યાજય કહેલા છે. મમંત્નિ - મઠ્ઠમત્ર (.) (અષ્ટમંગલ) મંગલ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના હોય છે. કોઇપણ માંગલિક પ્રસંગોમાં શુકનરૂપે ગણાતી વસ્તુઓ તે દ્રવ્ય મંગલ છે અને વ્યક્તિનો શુભભાવ અને ધર્મ, તે ભાવ મંગલ છે. લોકોત્તર એવા જૈનધર્મમાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ એ આઠને મંગલ કહેલા છે. જયારે લૌકિક ધર્મમાં સિંહ, બળદ, હાથી, કળશ, પંખો, વૈજયન્તી, ભેરી અને દીપક એ આઠને મંગલ કહેલા છે. અન્ય રીતે બ્રાહ્મણ, ગાય, અગ્નિ, સુવર્ણ, ઘી, સૂર્ય, જલ અને રાજા તેને પણ મંગલ માનવામાં આવેલા છે. ગધ્રુમમા - પ્રાઈમમ () (અટ્ટમ, ત્રણ ઉપવાસ) . જૈનધર્મમાં અઠ્ઠમ તપનો ખૂબ પ્રભાવ છે. આ તપના પ્રભાવે અશક્ય અને અસંભવ ગણાતા કાર્યો પણ શક્ય અને સંભવ થયા છે. 199