Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ એમ (રેશ) (પડોશી, પાડોશમાં રહેનાર) શ્રાવકોના કર્તવ્યોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે શ્રાદ્ધવિધિ પ્રકરણમાં શ્રાવકના નિવાસસ્થાન વિષયમાં જણાવ્યું છે કે, જ્યાં જ્ઞાતિબંધ રહેતા હોય, દરેક પ્રકારે શાંતિ હોય, ધર્મારાધના સારી રીતે થઈ શકતી હોય તેવા સ્થાનમાં વસવું જોઈએ. એકબીજાના સુખ-દુઃખમાં પરસ્પર સહયોગી બનીને પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા જણાવ્યું છે. કહેવત પણ છે ને કે “પહેલો સગો તે પાડોશી સંસ્કૃતમાં કાતિવેશિક, પ્રાતિશ્ય, પ્રાતિશ્યક શબ્દો પણ પડોશીના અર્થમાં આવે છે. મક્સર - અધ્યાત્મ (2). (આત્માને અનુલક્ષીને જે વર્તે તે, આત્મા-પરમાત્મા સંબંધી 2. મન, ચિત્ત 3. સમ્યધર્મધ્યાનાદિ ભાવના) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં જણાવ્યું છે કે, તેમાં માઈનસે કરિયા ના, દિયાના મજ્જતં ગાળ અર્થાતુ, જે અધ્યાત્મને જાણે છે તે બાહ્ય પુદ્ગલોના સ્વભાવને જાણે છે અને જે બાહ્ય પુદ્ગલોના સ્વભાવને જાણે છે તે જ અધ્યાત્મને જાણે છે. ભારતીય દર્શનો પણ આત્મા-પરમાત્મા સંબંધી જે હોય તેને અધ્યાત્મ કહે છે. અધ્યાત્મસ્થ (જ.). (ઇષ્ટ અનિષ્ટ સંયોગાદિ હેતુઓથી ઉત્પન્ન થયેલા સુખ-દુઃખ વગેરે, મનમાં રહેનાર) ઔચિત્યાદિ ગુણોના કારણે ઉચિત પ્રવૃત્તિ એટલે અણુવ્રત કે મહાવ્રતોનું પાલન કરનાર ભવ્યાત્માના જિનાગમોના તત્વચિન્તન સ્વરૂપ જીવાદિ પદાર્થોના સારી રીતે પર્યાલોચનને તથા મૈત્રી કરુણા આદિ ભાવનાઓથી ભાવિત થયેલા અન્તઃકરણને અધ્યાત્મ કહેવાય એમ અધ્યાત્મયોગના જાણકારોનું કહેવું છે અને એવા અધ્યાત્મનું સેવન કરનારને ઇષ્ટ કે અનિષ્ટ સંયોગોથી ઉત્પન્ન થયેલા સુખ-દુઃખાદિ વિચલિત કરી શકતા નથી. તેઓ હંમેશાં અધ્યાત્મયોગે વિચરતા રહે છે. अज्झत्तओग - अध्यात्मयोग (पुं.) (ધર્મધ્યાન 2. યોગ વિશેષ 3. ચિત્તની એકાગ્રતા, સુસ્થિત અંતઃકરણતા ૩.મનને વિષયોમાંથી વાળીને આત્મામાં જોડવું તે) અષ્ટક પ્રકરણના આઠમા અષ્ટકમાં કહેલું છે કે, અનાદિકાલીન ઔદયિકભાવોને ધર્મથી અટકાવીને અને વર્તમાનમાં અધર્મથી નિવર્તવા ધર્મવૃત્તિથી પ્રવૃત્ત થયેલા જીવનું નિરામય નિઃસંગ એવું શુદ્ધ આત્મભાવનાથી ભાવિત થયેલું ચિત્ત એટલે સ્વભાવ, ધર્મ, એ જ યોગની ભાષામાં અધ્યાત્મયોગ બને છે. મક્ત્તોડાસાનુ - અધ્યાત્મયોસાથ નાયુ (.), (મનના ધર્મધ્યાનાદિ વ્યાપારીના સાધન સ્વરૂપ એકાગ્રતાદિથી યુક્ત, ચિત્તની એકાગ્રતાવાળો) ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં જણાવ્યું છે કે, નિર્વિકારીપણાવાળો અને વચનની ગુપ્તિવાળો ભવ્ય જીવ અધ્યાત્મયોગના સાધનયુક્ત બને છે. અર્થાત્ ચિત્તની એકાગ્રતાવાળો બને છે અને તે આત્માને અધ્યાત્મયોગસાધનયુક્ત કહેવાય છે. अज्झत्तओगसुद्धादाण- अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભ ચિત્તથી વિશુદ્ધ ચારિત્રપાલન, અધ્યાત્મયોગથી અથવા ધર્મધ્યાનથી શુદ્ધ ચરિત્ર જેનું છે તે) અધ્યાત્મના યોગથી અને વિશુદ્ધ અંતઃકરણના કારણે ધર્મધ્યાનથી શુદ્ધ છે ચારિત્ર જેમનું એવા મહાપુરુષોના ચારિત્રને અધ્યાત્મયોગશુદ્ધાદાન કહેવાય છે. આવા યોગી પુરુષોના અવદાતોથી ભારતની ભૂમિ યુગો યુગોથી પાવન થયેલી છે. અન્નવિરિયા - અધ્યાત્મિક્રિયા (સ્ત્રી). (ક્રિયા સ્થાનનો આઠમો પ્રકાર 2. કોઈપણ વડે ક્યારેય પણ નહીં તિરસ્કારાયેલી વ્યક્તિનો ઉદાસીનતાવાળો વિચાર) ભૂતકાળમાં ક્યારેય કોઈએ પણ જે વિષયમાં દુ:ખ લાગે તેવું વચન ન કહ્યું હોય તે વિષયમાં વિચારીને ઉદાસ થવાય તેને અધ્યાત્મ ક્રિયા કહેવાય છે. જેમ કે નૂતન દીક્ષિત કોંકણદેશવાસી સાધુ વિચારે છે કે, ખેતરમાંથી પાક લણી લીધા પછી રહેલા છોડવાઓને પુત્રો અત્યારે બાળી નાખે તો સારું. આવું ચિંતન અધ્યાત્મક્રિયા કહેવાય છે. अज्झत्तज्झाणजुत्त - अध्यात्मध्यानयुक्त (त्रि.) (પ્રશસ્ત ધ્યાનયુક્ત, શુભ અંતઃકરણ વડે ધ્યાન સહિત હોય તે) 178