Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ભગવાન મહાવીરની વાણી જેમાં સંઘરાયેલી છે તે દ્વાદશાંગીના નામથી ઓળખાય છે. તે વર્તમાનમાં 45 આગમરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. અધ્યયનનો અર્થ કરતા જીવાભિગમસૂત્રમાં જણાવ્યું છે કે, શિષ્યપરંપરા ક્રમે કરી ગુરુની પાસેથી શાસ્ત્રોનું અધ્યયન કરે તે અધ્યયન કહેવાય છે. વિશિષ્ટ એવા અર્થની ધ્વનિના સંદર્ભમાં આ એક શ્રતનો પ્રકાર પણ કહેવાય છે. અધ્યયનના સૂત્ર અર્થ અને તદુભય એમ ત્રણ પ્રકારો છે. अज्झयणकप्प - अध्ययनकल्प (पुं.) (અધ્યયનકલ્પ, યોગ્યતાનુસાર વાચનાદાનની સામાચારી) ગુણસંપન્ન શિષ્યને જે વિધિથી યોગ્યતાનુસાર સૂત્ર, અર્થ અને તદુભય-સૂત્રાર્થરૂપે વાચના આપવા સ્વરૂપ સામાચારીનું પરિપાલન કરાય તેને અધ્યયનકલ્પ કહે છે. પંચકલ્પભાષ્યમાં અધ્યયનકલ્પ માટે યોગ્યાયોગ્યની વિસ્તૃત છણાવટ ભાષ્યકારે સ્વયં કરેલી છે. अज्झयणगुणणियुत्त - अध्ययनगुणनियुक्त (त्रि.) (આરંભેલા શાસ્ત્રની શબ્દવૃત્તિથી કહેલા ગુણયુક્ત, શરુ કરેલા અધ્યયનની અભિધાથી કહેલા ગુણથી પ્રેરિત) દશવૈકાલિકસૂત્રના નવમા અધ્યયનમાં આ શબ્દની વ્યાખ્યા કરતાં ટીકાકારે જણાવ્યું છે કે, આરંભ કરાયેલી અથવા પ્રકરણથી પ્રાપ્ત થયેલી શાસ્ત્રની ગતિ અર્થાતુ, શરૂ કરેલા અધ્યયનની અભિધા નામક શબ્દવૃત્તિથી કહેલા ગુણોથી સમન્વિત હોય તેને અધ્યયનગુણનિયુક્ત કહેવાય છે. ક્યUITM () - અધ્યયનપુર્િ (ત્રિ.) (આરંભ કરાયેલા અધ્યયનનમાં કહેલા ગુણથી યુક્ત) અયછે - અધ્યયનષ(.) (આવશ્યકસૂત્ર, છ અધ્યયનના સમૂહરૂપ શ્રુતજ્ઞાન) વિશેષાવશ્યકભાષ્ય નામના આકર ગ્રંથમાં અધ્યયનષકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, આવશ્યક સૂત્રમાં સામાયિકાદિ છ અધ્યયનો હોવાથી તે અધ્યયનષટ્રક કહેવાય છે. પિસ્તાલીસ આગમોમાં આવશ્યકસૂત્રનો સમાવેશ મૂળસૂત્રોમાં કરાયેલો છે. अज्झयणछक्कवग्ग - अध्ययनषद्कवर्ग (पु.) (છ અધ્યયન જેમાં છે તે આવશ્યકસૂત્ર) વિશેષાવશ્યકભાષ્યમાં અને અનુયોગદ્વારસૂત્રમાં આવશ્યકસૂત્રને તેમાં સામાયિકાદિ છ અધ્યયનો હોવાથી અધ્યયનષદ્ધવર્ગ કહેલું છે. આવશ્યકસૂત્રની સામાયિક અધ્યયનની નિયુક્તિ પર જિનભદ્રગણિક્ષમાશ્રમણે મહાભાષ્ય રચેલું છે જેમાં જિનોક્ત પદાર્થોની ખૂબ જ સચોટ વ્યાખ્યાઓ કરેલી છે. મહાવીર પ્રભુના અગિયાર ગણધરોની શંકાઓના સમાધાનરૂપે પ્રસિદ્ધ ગણધરવાદ પણ વિસ્તારપૂર્વક આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. अज्झवसाण - अध्यवसान (न.) (અતિવર્ષ કે વિષાદવાળી અંતઃકરણની વૃત્તિ, રાગ-સ્નેહ ભયાત્મક મનના સંકલ્પ 2. વેશ્યા પરિણામની કઈંક સ્પષ્ટ પ્રવૃત્તિ). વિશેષાવશ્યકભાષ્યકારે રાગ, સ્નેહ અને ભયાત્મક મનના વિચારોને અધ્યવસાનરૂપે કહેલા છે. જ્યારે સ્થાનાંગસૂત્રમાં અધ્યવસાનના રાગ, સ્નેહ અને ભય એમ ત્રણ ભેદો વર્ણવ્યા છે. મનના સંકલ્પ-વિકલ્પને પણ અધ્યવસાન કહેવાય છે. अज्झवसाणजोगणिव्वत्तिय - अध्यवसानयोगनिर्वर्तित (त्रि.) (અધ્યવસાન-જીવપરિણામ અને યોગ-મનાદિ વ્યાપારોથી ઉત્પન્ન હોય તે) ભગવતીજીસૂત્રના પચ્ચીસમા શતકમાં “અધ્યવસાનયોગનિવર્તિત’ શબ્દની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જીવના પરિણામ અને અંતઃકરણની વૃત્તિ એટલે મનાદિના વ્યાપારો, આ બન્નેથી નિષ્પન્ન પરિણામ વિશેષને અધ્યવસાનયોગનિવર્તિત કહેવાય છે. अज्झवसाणणिव्वत्तिय - अध्यवसाननिर्वर्तित (त्रि.) (મનના વ્યાપારથી નિષ્પન્ન હોય તે, મનની પરિણતિ-પરિપાકથી ઉત્પન્ન, અધ્યવસાયથી ઉત્પન્ન થયેલું) મનના પરિણામ-સંકલ્પ વડે એટલે કે મનના દઢ પ્રયત્ન કરી ઉત્પન્ન થયેલા વિચાર તેને અધ્યવસાનનિર્વર્તિત કહેવાય. સંક્ષેપમાં કહીએ તો કોઈ જીવને મારે સંસાર સાગરથી પાર ઊતરવું છે' એવો અધ્યવસાય ઉત્પન્ન થવો એને અધ્યવસાનનિર્વર્તિત કહે છે. 186