Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આબેહૂબ સુંદર ચિત્રો બનાવનારા ચિતારા પણ છે પરંતુ, ચરાચર સૃષ્ટિમાં પ્રાણ ઉત્પન્ન કરવામાં ચતુર તો એકમાત્ર પ્રકૃતિ જ છે. જેનો કોઈ વિકલ્પ નથી જ. મગ - ગતિ (ત્રિ) (પૂજેલું 2. સંકોચાયેલું) જેમ લજામણીનો છોડ અન્યનો સ્પર્શ થતાં સંકોચાઈ જાય છે તેમ પાપભીરુ વ્યક્તિ દુષ્કૃત્યોના આચરણમાં સંકોચ પામે છે. - મg (a). ડાહ્યા મનુષ્યો મૈત્રી કે દુશ્મની સરખે-સરખા સાથે કરે છે. જે બુદ્ધિ, કુળ, ઐશ્વર્ય આદિમાં પોતાનાથી અત્યંત હીન કે પોતાના કરતાં મોટા માણસને મિત્ર બનાવે છે તેને શાસ્ત્રમાં કુબુદ્ધિવાળો મૂર્ખ બતાવ્યો છે. આવી વ્યક્તિઓ લોકોમાં હાસ્યાસ્પદ બને છે. પ્રાજ્ઞ પુરુષો મૂર્ખને ક્યારેય મિત્ર કે દુશમન નથી બનાવતા. #કચ (ત્રિ.) (જુદું, વિલક્ષણ 2. સંદશ, સાધારણ) એક જ પદાર્થ હોવા છતાં તેને જોનારની દૃષ્ટિના ભેદથી તે જુદા-જુદા પ્રકારનો ભાસે છે. જેમ કે સ્ત્રીનું શરીર યોગીઓને માટે દરેકના જેવું જ સામાન્ય શરીર છે. કામીજનોને માટે તે એક સુંદરી છે. જ્યારે વાઘ-વરુ વગેરે હિંસક પ્રાણીઓને માટે તે એક ભોજ્ય પદાર્થ રૂપે છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. મદ્ઘતિ - અતિ (પુ.) (અંજલિ 2. ખોબો) આ અવસર્પિણીનો ત્રીજો આરો પૂર્ણ થઈ ચોથા આરાનો પ્રારંભ થયો તે વખતે યુગલિકો વચ્ચે થતી તકરારના સમાધાન માટે તેઓ કુલકર નાભિ રાજા પાસે જાય છે ત્યારે નાભિ રાજા કહે છે કે, હવેથી તમારો રાજા ઋષભ છે માટે તેની પાસે તમારે દરેક વસ્તુઓના શંકા-સમાધાન કરવા. તેથી યુગલિકો તેમને રાજા તરીકે સ્વીકારી તેમનો રાજ્યાભિષેક કરવા માટે તૈયારી કરવા જાય છે. આ તરફ ઈંદ્રનું સિહાસન ચલાયમાન થતા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા પ્રભુના રાજયાભિષેકની ખબર પડે છે અને મહોત્સવપૂર્વક તેમનો રાજયાભિષેક કરે છે. આ બાજુ યુગલિયાઓ જળ લઈને રાજયાભિષેક કરવા આવે છે ત્યારે પ્રભુને ઠાઠમાઠવાળા જોઈને અંજલિમાં ભરેલા પાણીથી જમણા પગના અંગુઠે અભિષેક કરે છે. અટ્ટ - (થા). (બ્રમણ કરવું, પર્યટન કરવું) જે જીવ સંસારના વિષયોપભોગનો તીવ્રાભિલાષી થઈને મોક્ષના હેતરૂપ ધર્મનું સેવન કરતો નથી તે જીવદુર્ગતિમય ભવઅટવીમાં આમથી તેમ પર્યટન કર્યા કરે છે અર્થાત્, તિર્યંચ નરકાદિ ગતિઓમાં વારંવાર આથડ્યા કરે છે. ગ - 3 ( .). (ઉકાળવું, ક્વાથ કરવો). વિવિધ ઔષધોના સત્વને પ્રાપ્ત કરવા માટે તેને ઉકાળવામાં આવે છે. સોનાની શુદ્ધિ માટે જેમ તેને તપાવવામાં આવે છે પછી જ તેમાં ચળકાટ આવે છે તેમ ભવ્ય જીવ વિવિધ પ્રકારના કષ્ટોનો સમતાપૂર્વક સામનો કરીને સત્વશાળી બને છે. ગટ્ટ- સટ્ટ(પુ.) (મહેલની ઉપરનું ઘર 2. અટારી 3. આકાશ 4. કિલ્લામાં રહેલું સૈન્યગૃહ) કમાર્ત (ત્રિ.) (પીડિત થયેલું, શારીરિક માનસિક પીડાથી પીડિત, દુઃખી, મોહથી દુઃખી) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનના પાંચમાં ઉદેશામાં જણાવ્યું છે કે, શરીર કે મન સંબંધી પીડાથી જે દુઃખી થાય તેને આર્ત કહ્યો છે. જ્યારે આ જ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશામાં બીજી વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, 191