Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ધર્મના રહસ્યને સમજનાર અધ્યાત્મને જેણે જીવનમાં ઉતાર્યો છે તેવી વ્યક્તિની સાંસારિક ક્રિયાઓ પણ તેના કર્મક્ષયને કરનારી બને છે. જુઓ આ ચોવિસીના પ્રથમ તીર્થપતિ ભગવાન ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્ર ભરત મહારાજા. જેમને અરિસાભુવનમાં આંગળીમાંથી વીંટી ઉતરી જતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. વંદન હો ! આવા પ્રશસ્તધ્યાનના સ્વામીઓને. अज्झत्तदंड - अध्यात्मदण्ड (पु.) (શોકાદિથી અભિભૂત ક્રિયાસ્થાનનો આઠમો પ્રકાર 2. કષાય કે આર્તધ્યાનાદિથી લાગતો કર્મબંધ) જેવી રીતે દેવલોકની મોટા ભાગની જગ્યા તિર્યંચો ભરે છે તેવી રીતે તિર્યંચ યોનિ પણ બહુલતયા દેવલોકના દેવો જ ભરતા હોય છે. કેમકે દેવલોકનું સંપૂર્ણ આયુષ્ય ભોગ સુખોમાં જ પસાર કર્યું હોય અને જયારે તેને છોડવાનો સમય આવે ત્યારે તેઓ અત્યંત વ્યથિત થઇ જાય છે. સતત આર્તધ્યાનના કારણે અશુભકમનો બંધ કરે છે અને આર્તધ્યાનથી બંધાયેલા કર્મ તેઓને તિર્યંચયોનિમાં લઈ જાય છે. अज्झत्तदोस - अध्यात्मदोष ( पुं.) (કષાય) કષાયોને અધ્યાત્મમાં દોષરૂપ ગણાવ્યા છે. જેમ રોગના કારણોનો નાશ કરવાથી રોગનો નાશ થાય છે તેમ સંસાર ભ્રમણના કારણરૂપ ક્રોધાદિક ચાર કષાયો છે. આ કષાયો પર વિજય મેળવનાર આત્મા પોતે સાવધ કર્મો કરતો નથી કે અન્યની પાસે કરાવતો પણ નથી. તેથી એવો હળુકર્મી આત્માનો ચારગતિવાળો સંસાર ક્રમશઃ નષ્ટ થઈ જાય છે. अज्झत्तमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा (स्त्री.) (તે નામનો ગ્રંથ વિશેષ, અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ). મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ શ્રીનવિજયજીના શિષ્ય હતા. જેઓ આગમ, વ્યાકરણ, અધ્યાત્મ, ન્યાય આદિ વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. તેમણે ન્યાય, અધ્યાત્મ આદિ અનેક વિષયો પર સંસ્કૃત પ્રાકૃત તથા દેશી ભાષામાં ૧૦૦થી વધુ ગ્રંથોની રચના કરી છે. જેમાં અધ્યાત્મમત પરીક્ષા નામનો ન્યાયવિષયક ગ્રંથ પણ છે. આ ગ્રંથમાં અધ્યાત્મને લઈને વિવિધ ધર્મોનો વિચાર અને ખરેખર અધ્યાત્મ શું છે? તેની કઈ રીતે પરીક્ષા કરવી આદિ નિરૂપણ કરવામાં આવ્યું છે. સત્તા - અધ્યાત્મત (ત્રિ.) (પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત, અધ્યાત્મધ્યાન રત) દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યું છે કે, મહામુનિવરો હંમેશાં પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત રહેનારા હોય છે. ક્રોધાદિ કષાયજનિત ભાવોમાં રમણ કરવું તે અપ્રશસ્ત ધ્યાન છે. જે સંસારવૃદ્ધિના કારણભૂત છે. જયારે અધ્યાત્મમાં રત રહેવું તે પ્રશસ્ત ધ્યાન છે જે સંસારનિરોધના કારણરૂપ છે. મક્રવત્તિ - ૩અધ્યાત્મપ્રત્યયા (.), આધ્યાત્મિપ્રત્યચિહ્ન (2) (ક્રિયાના તેર સ્થાનકમાંનું આઠમું ક્રિયાસ્થાન 2. સ્વતઃ મનમાં ઉત્પન્ન થનાર શોકાદિ, ચિત્ત-હેતુક). સૂત્રકૃતાંગસૂત્રમાં જણાવ્યું છે કે, કોઈ નિમિત્ત વગર જ જેનું મન સંકલ્પ-વિકલ્પોના જાળા ગૂંથીને દૂષિત થયું હોય તે જીવ હૃદયમાં સતત સંતપ્ત રહે છે. દુ:ખી દુ:ખી રહે છે. નિરંતર દુભાયા કરે છે અને વિવિધ પ્રકારના શોક-ચિંતારૂપ સાગરમાં ડૂબેલો જ રહે છે. આવો જીવ કોઈ નિમિત્ત વગર જ સદંતર મનોરોગી રહેતો હોય છે. તેને કોઈ ઉગારી શકતું નથી. अज्झत्तवयण - अध्यात्मवचन (न.) (અધ્યાત્મ વચન 2. સોળ પ્રકારના વચનોમાંનો સાતમો પ્રકાર 3. એકાએક નીકળેલું વચન) fધ એટલે રહેલું અને માત્મનિ એટલે આત્મામાં અર્થાત, આત્મા સંબંધી અથવા હૃદયગત વચન. આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના ચોથા અધ્યયનના પહેલા ઉદેશામાં વચનના સોળ ભેદો બતાવવામાં આવ્યા છે. જેણે આત્માનો સાક્ષાત્કાર કરેલો છે તેવા પુરુષના વચનો હંમેશાં આધ્યાત્મિક હોય છે. अज्झत्तबिंदु - अध्यात्मबिन्दु (पुं.) (ત નામનો એક ગ્રંથ) 119