Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરિણામોથી ચારિત્ર વિશુદ્ધકોટિનું બને છે અને પરંપરાએ આત્માને પરમાત્મા બનાવી દે છે. अज्झत्थजोग - अध्यात्मयोग (पुं.) (યોગનો એક ભેદ, અધ્યાત્મયોગ) અષ્ટકમકરણ ગ્રંથમાં જણાવેલું છે કે, મુનિ પરપદાર્થોની આસક્તિથી વિરક્ત બને છે. સાથે સાથે ઔદયિકભાવોમાં પણ ઉદાસીન બનેલા તે મુનિનું નિરામય નિઃસંગ એવું આત્મભાવનાઓથી ભાવિત થયેલું અંતઃકરણ એ જ એનો ધર્મ છે. યોગની વ્યાખ્યામાં તેને અધ્યાત્મયોગ કહે છે. ' अज्झत्थजोगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર એકાગ્રતાદિ યુક્ત) अज्झत्थजोगसुद्धादाण -- अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ બનેલા ચારિત્રવાળો) अज्झत्थज्झाणजुत्त- अध्यात्मध्यानयुक्त (त्रि.) (પ્રશસ્તધ્યાનથી યુક્ત) પ્રસન્નચંદ્રરાજર્ષિ જ્યારે દુર્મુખ અંગરક્ષકના કૂટવચનો સાંભળી પ્રથમ અપ્રશસ્ત ધ્યાનમાં ચઢી ગયા ત્યારે દુર્ગતિરૂપ નરકનું કર્મ બાંધ્યું. પણ જ્યારે પોતાના આત્મા તરફની દૃષ્ટિ જાગ્રત થઈ ત્યારે પ્રશસ્ત ધ્યાનમાં કર્મખપાવી કેવળજ્ઞાન પામ્યા. अज्झत्थदंड - अध्यात्मदण्ड (पुं.) (આઠમું ક્રિયાસ્થાન 2, કષાય કે આર્તધ્યાનથી થતો કર્મબંધ) अज्झत्थदोस - अध्यात्मदोष (पुं.) (કષાય, ક્રોધાદિ કષાય દોષ) સૂત્રકતાંગસૂત્રમાં અધ્યાત્મદોષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, ક્રોધ માન માયા અને લોભ આ ચારેય કષાયો અધ્યાત્મની દુનિયાના મોટા ખૂનખારડાકુઓ જેવા દોષો છે. જ્યાં સુધી આ દોષોનું નિવર્તન થતું નથી ત્યાં સુધી જીવ આત્મવિકાસમાં આગળ વધી શકતો નથી. માલિંદુ - મધ્યાત્મવિ7(ઈ.) (ત નામનો એક ગ્રંથ, અધ્યાત્મબિંદુ નામક ગ્રંથ) अज्झत्थमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा (स्त्री.) (મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક ગ્રંથ) મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ તત્ત્વજ્ઞાન, દર્શન, ન્યાય અને અધ્યાત્મ વગેરે પર ઘણા સુંદર ગ્રંથો રચીને જૈનદર્શનની પતાકાને દિગંતવ્યાપી કરી છે. તેઓશ્રીએ નબન્યાય પર જૈનદષ્ટિએ વ્યાખ્યા ગ્રંથો કરીને એક ઉવળ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સ્થિર - અધ્યાત્મવત (નિ.) (પ્રશસ્તધ્યાનમાં મગ્ન, આત્મધ્યાનમાં તત્પર). અધ્યાત્મધ્યાનમાં કોઇ જ પ્રકારના બાહ્ય ભાવો કે કૃત્રિમ આનંદ નથી હોતો. જે અધ્યાત્મધ્યાનમાં રત છે તેવા આત્માને શુભ કે અશુભ કોઇપણ પ્રકારનો કર્મબંધ નથી હોતો. હોય છે તો માત્ર ચિદાનંદની મોજ અને એકાંતે કર્મનિર્જરા. अज्झत्थवत्तिय - अध्यात्मप्रत्ययिक (पु.) (ત નામનું આઠમું ક્રિયાસ્થાન) अज्झत्थवयण - अध्यात्मवचन (न.) (સોળ વચનોમાંનું સાતમું વચન, અધ્યાત્મવચન) જૈનશાસનમાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીના વચનો જેમ ટંકશાળી મનાય છે તેમ અઢારમી સદીમાં થઈ ગયેલા મહાત્મા 182