Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अजीवकायआरंभ - अजीवकायारम्भ (पं.) (અજીવદાય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા કોઈ જીવને દુઃખ ઉપજાવવું તે 2. આરંભિકી ક્રિયાનો એક ભેદ) ઉપરોક્તસૂત્રના વર્ણન પ્રમાણે વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિને આશ્રય કરીને રહેલા જીવોને દુ:ખ પહોંચે કે તેના શરીરનો વિઘાત થાય તે રીતે પ્રવૃતિ કરવી તેને અજીવકાર્ય આરંભ કહેવાય છે. વિચારો કે, જિનશાસનની જયણાની હોડ કોઈ અન્ય દર્શન કરી શકે ખરા ? अजीवकायसंजम - अजीवकायसंयम (पुं.) (અજીવકાય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા જયણા પાળવી તે 2. કોઈ જીવને દુઃખ ન આપવું તે). ઉપરોક્તસૂત્રના વર્ણન પ્રમાણે વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિ કોઈપણ પ્રકારની વસ્તુઓને આશ્રય કરીને રહેલા જીવોની જયણા પાળવી પરંતુ, તે જીવોને દુ:ખ પહોચે કે તેના શરીરનો વિઘાત થાય તે રીતે પ્રવૃતિ ન કરવી તેને અજીવકાય સંયમ કહેવાય છે. મનીવરિયા - મનીયા (ત્રી.) (અજીવનો વ્યાપાર 2. અજીવ-પુગલ સમૂહનું ઈર્યાપથિક બંધ કે સાંપરાયિક બંધરૂપે પરિણમવું તે 3. ઈરિયાવહિયા અને સાંપરાયિકી એ બે ક્રિયામાંથી ગમે તે એક). अजीवणिस्सिय -- अजीवनि:श्रित (त्रि.) (અજીવને આશ્રયીને રહેલું, અજીવ નિશ્રિત) જીવદયાના પરિપાલનમાં જૈનદર્શન જેટલું ઊંડાણ અન્ય કોઈ દર્શન પાસે નથી. એકેન્દ્રિય જીવોની પ્રરૂપણા અન્ય દર્શનો કરતાં જૈનદર્શનની ખૂબ જ વિસ્તૃત અને સૂક્ષ્માવગાહી છે, તેથી ય વિશેષ ધ્યાનાકર્ષક એ બાબત છે કે, સાધુજીવનના આહાર-વિહારની ચર્યા બાબતે અજીવ પદાર્થોને આશ્રયીને રહેલો નાનામાં નાનો જીવ પણ વિરાધના પામી ન જાય તે દૃષ્ટિ ખૂબ જ વિલક્ષણ છે. * નવનિઃસૃત (2i) (અજીવ થકી નીકળેલું, અજીવદ્રવ્યથી નીસરેલું) अजीवदव्वविभत्ति - अजीवद्रव्यविभक्ति (स्त्री.) (અજીવ દ્રવ્યના વિભાગ-પૃથક્કરણરૂપ વિવેચન, અજીવદ્રવ્યનું પૃથક્કરણ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં આ શબ્દની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્યોના બે પ્રકાર છે. એક રૂપી અને બીજો અરૂપી. તેમાં પણ રૂપી દ્રવ્યના સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ-પુદ્ગલ એમ ચાર પ્રકાર છે. જયારે અરૂપીદ્રવ્યના ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયદેશ, ધમસ્તિકાયપ્રદેશ એ જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ના મળી 9 ભેદ અને દશમો અદ્ધાસમય એમ કુલ 10 ભેદ છે. નીવિિા - મળવષ્ટિ (ગા)(સ્ત્રી.) (અજીવ-ચિત્રામણ આદિ જોવાથી લાગતી ક્રિયા 2. અજીવદષ્ટિકા-જા ક્રિયાનો એક ભેદ) મનગમતા ફિલ્મો કે ચિત્રગેલેરી વગેરે જોવા માટે આજનો યુવાન ખૂબ ઉત્સાહિત હોય છે. ગમે તેવા જરૂરી કાર્યાનિ પડતા મૂકીને પણ તે ફિલ્માદિ જોવા માટે પોતાના મિત્રો સાથે પ્રોગ્રામ કરી જ લે છે અને ગમે તેટલા દૂરવર્તી થિયેટરોમાં જઈને સિનેમાની મજા માણી લે છે. પરંતુ સમજી લેજો! આ પ્રવૃતિને જ્ઞાનીઓ અજીવ એટલે જડપદાર્થોને જોવાની ક્રિયારૂપ અજીવદષ્ટિકી પાપક્રિયા માને છે. આમાં ગમનાગમન કરતા જીવહિંસાદિ દ્વારા અને સારા-ખરાબ દશ્યો જોવાથી રાગ-દ્વેષ દ્વારા કર્મબંધ થાય છે. अजीवदेस - अजीवदेश (पु.) (અજીવરૂપ સંપૂર્ણ વસ્તુનો એક કકડો 2. ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થોનો એક ટુકડો) સૌદરાજલોકવ્યાપી છ દ્રવ્યો પૈકી જીવ સિવાયના બધા પદાર્થો અજીવ સ્વરૂપે છે. તેમાં કાળ અને પુદ્ગલાસ્તિકાયને છોડીને શેષ ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અખંડ સ્વરૂપે રહેલા છે. આ પદાર્થોના એક દેશ-ટુકડાની કલ્પના કરીએ તેને અજીવદેશ કહેવાય. બીજી રીતે અજીવ એવા કોઈપણ પદાર્થના ટુકડાને પણ અજીવદેશ કહે છે, 161