Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જીવો મરી ગયેલા હોય અને થોડા જીવો જીવતા હોય ત્યાં કોઈ વ્યક્તિ બોલે કે “અહો આ બધા મરી ગયા છે' આ વાક્યમાં કંઈક સાચું તથા કંઈક ખોટું છે અને તે પણ અજીવને આશ્રયીને છે તેથી તેને અજીવમિશ્રિત કહેવાય છે. આ સત્યમુષાભાષાનો એક ભેદ છે એમ પ્રજ્ઞાપના સૂત્રના અગ્યારમા પદમાં જણાવાયું છે. अजीवरासि - अजीवराशि (पुं.) (અજીવનો સમૂહ 2. રાશિનો એક ભેદ) રાશિ એટલે સમૂહ, અજીવરાશિ મુખ્ય બે પ્રકારે છે. 1. રૂપી એટલે જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે 2. અરૂપી એટલે વર્ણાદિ વગરનું. તેમાં રૂપી અજીવરાશિના અનેક પ્રકાર છે અને અરૂપી જીવરાશિના ધમસ્તિકાયાદિ 10 પ્રકાર છે. એમ સમવાયાંગ આગમમાં કહેવાયું છે. अजीवविजय - अजीवविचय (पुं., न.) (અનંત પયયાત્મક ધમસ્તિકાયાદિ અજીવ પદાર્થોનું ચિંતન કરવું તે) સમ્મતિતર્ક મહાગ્રંથમાં અજીવવિજયનું વર્ણન મળે છે. પુદ્ગલાદિ અજીવ પદાર્થોના ભૂત, ભાવિ, વર્તમાન અનંત પર્યાયોના ચિંતનને અજીવવિચય કહેવાય છે. જેમ કે માટીમાંથી ઘડો બને, ઘડો ફૂટીને ફરી માટી થાય, તેમાંથી કોડિયું, નાનો ઘડો આદિ વારંવાર વસ્તુના અનેકવિધ આકારો બદલાતાં જાય પરંતુ, તે માટી સ્વરૂપે તો તેને તે જ રહે છે આદિ, अजीववेयारणिया - अजीववैदारणिका, अजीववैक्रयणिका, अजीववैचारणिका, अजीववैतारणिका (स्त्री.) (અજીવને વિદારવાથી કે અજીવપદાર્થ નિમિત્તે કોઈને છેતરવાથી થતો કર્મબંધ 2. વૈદા/વૈક્રયવૈિચા/વૈતા રણિકી ક્રિયાનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે, કોઈ વ્યક્તિ અજીવ પદાર્થોને ચીરે, ફાડે કે અસમાન ભાગે કકડા કરે અથવા કોઈને ઠગવા અજીવપદાર્થને ઉદ્દેશીને આ તો આના જેવું જ છે ઇત્યાદિ વિપ્રસારણ ક્રિયા કરે, તેને કર્મબંધ કરાવનારી અજીવવૈતારણિકી ક્રિયા કહે છે. अजीवसामंतोवणिवाइया - अजीवसामन्तोपनिपातिकी (स्त्री.) (સ્વવસ્તુના વખાણ થતાં સાંભળીને મનમાં રાજી થવાથી થતો કર્મબંધ 2. સામંતોપનિપાતિકી ક્રિયાનો ભેદ વિશેષ) પોતાની માલિકીના ભૌતિક વસ્તુઓના વખાણ સાંભળીને રાજી થવાની ક્રિયાથી કર્મબંધ થાય તેને અજીવસામંતોપનિપાતિકી કહેવાય છે. જેમ કે આપણે સરસ મજાની ગાડી લીધી હોય, મોટો બંગલો બનાવ્યો હોય કે મોંઘી ઘડિયાળ પહેરી હોય અને તેને જેમજેમ લોકો જોવે અને તેના વખાણ કરે તે સાંભળીને મનમાં રાજી થવાથી કર્મબંધ થાય છે. अजीवसाहस्थिया - अजीवस्वाहस्तिका (स्त्री.) (અજીવ-ખડગાદિ દ્વારા અજીવને હણવાની ક્રિયાથી થતો કર્મબંધ 2. અજીવસ્વાહસ્તિકી ક્રિયાનો એક ભેદ) ખગાદિ હથિયાર દ્વારા અજીવને તાડવાની-હણવાની ક્રિયાથી કર્મબંધ થાય છે તેને અજીવસ્વાહસ્તિકી ક્રિયા કહેવાય છે. જો કે અજીવમાં જીવન હોવાથી ખડગાદિથી હણવાથી તેને કંઈ દુ:ખ થવાનું નથી કિંતુ તેને હણવાની ક્રિયામાં રહેલો ક્રોધનો દ્વષનો ભાવ કર્મબંધ કરાવે છે. अजीवापच्चरखाणकिरिया - अजीवाप्रत्याख्यानक्रिया (स्त्री.) (અજીવ-મધાદિના અપ્રત્યાખ્યાનથી થતો કર્મબંધ, અપચ્ચખ્ખાણ ક્રિયાનો ભેદ) સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશામાં જણાવ્યું છે કે, ભલે આપણે દારૂ, માંસ આદિનું સેવન ન કરતાં હોઈએ પરંતુ, જો આપણે તેના ત્યાગરૂપ પચ્ચખાણ ન લીધું હોય તો તે કર્મબંધનું કારણ બને છે. અહીંયા ધ્યાનાર્ય બાબત એ છે કે, પચ્ચકુઆણ લીધા વગર પણ ઘણી બધી ક્રિયાઓ આપણે કરતાં નથી, કિંતુ પચ્ચકખાણ એ એક જાતનો સંકલ્પ છે અને તેને ગ્રહણ કરવાથી પ્રત્યેક પળે આત્મામાં તેના ત્યાગની દૃષ્ટિ રહે છે જે જયણા પાળવામાં અતિમહત્વની છે. अजीवाभिगम- अजीवाभिगम (पुं.) (ગુણ પ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનથી પુદગલાદિ અજીવનો બોધ થવો તે) અજીવનો બોધ થવો તે અજીવાભિગમ, અજીવનો બોધ ચક્ષુ આદિથી પણ થાય છે જે અત્યંત સામાન્ય કોટિનો હોય છે પરંતુ, 163