Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પંચસંગ્રહ ગ્રંથના પ્રથમ વારમાં કહેલું છે કે, ચૌદમાં ગુણસ્થાને રહેલા કેવલી જીવને ઉદયમાં નહીં આવેલી કર્મ પ્રકૃતિઓને અયોગિસત્તાકા કહેવાય છે. આવી અયોગિસત્તાકા કર્મપ્રકૃતિ કુલ 72 છે. અનોr - ૩યોથ(રિ.) (અનુચિત, અયોગ્ય, યોગ્ય નહીં તે) જેમ ઘરના વડીલો, માતા-પિતા કે ગુરુજનો આગળ અનુચિત વર્તન નથી કરાતું તેમ ત્રણલોકના નાથ અને સહુના વંદનીય એવા પરમાત્માના મંદિરમાં કે તીર્થધામમાં જઈને ત્યાં અભક્ષ્ય ભક્ષણ, કામોત્તેજક અભદ્ર વર્તન કે હાસ્યાદિ અયોગ્ય કાર્ય ન કરાય. આપણું પ્રભુદર્શન કે તીર્થયાત્રા જો આપણા માટે ગુણપોષક બનતા હોય અને અન્ય માટે પ્રેરક બનતા હોય તો જ સફળ ગણાય મગજમ્ય - કોમૂિત (2) (વિધ્વસ્ત યોનિ, નષ્ટ યોનિ 2. ઉત્પત્તિના હેતુની અસમર્થતા) દશવૈકાલિકસૂત્રમાં આ શબ્દની વ્યાખ્યા કરતા જણાવે છે કે, જે બીજરૂપ વસ્તુમાંથી ઊગવાની શક્તિ નષ્ટ થઈ ગઈ હોય અથવા અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ વિનષ્ટ થઈ ગયેલી હોય તેવા ધાન્યાદિકને અચિત્ત કહેવાય છે. માટે જ શુદ્ધ કરેલા અક્ષત વગેરેને અચિત્ત માન્યા છે. મનોરથ - અયોનિજ (કું.) (સિદ્ધ, મુક્તાત્મા) આઠ પ્રકારના કર્મો જેના મૂળથી વિનાશ પામ્યા છે અને જેઓ કેવળજ્ઞાન-દર્શનાદિ અનંતગુણોના સ્વામી બનેલા સિદ્ધશિલા પર વિરાજમાન છે વૈવા સિદ્ધ ભગવંતોને અયોનિક કહેવાય છે. તેઓ ક્યારેય પણ જન્મ-મરણના ચક્કરમાં નથી આવવાના, મલિય - TE(વિ.) (નહીં સેવેલું 2. પાળેલું ન હોય તે) જ્ઞાની ભગવંતો જણાવે છે કે, જે પાપ ક્યારેય સેવેલું નથી, જેને આપણે મનથી વિચાર્યું પણ નથી, તેવું પાપ પણ આપણને સતત લાગતું જ રહે છે. જો આપણે તેનાથી વિરત નથી બન્યા તો. અર્થાત વિધિવત નિયમ ન લીધો હોય તો આવા નહીં કરેલા પાપોનો પણ કર્મબંધ થતો રહે છે. મM - ગ(થા.) (પ્રાપ્ત કરવું, મેળવવું 2. સંસ્કારવાળું કરવું) ભારતીય પરંપરામાં જન્મથી લઈને મરણ સુધીના સોળ સંસ્કાર કરવામાં આવતા હતાં તેનું પણ કારણ હતું. સંસ્કાર વિધિ એટલા માટે કરવામાં આવતી હતી કે જેથી વ્યક્તિમાં કોઈ દુષ્ટ સંસ્કારોનો પ્રવેશ ન થાય અને તે સુસંસ્કારો દ્વારા સ્વ અને પરનું હિત કરનારો બને. આજે સોળ સંસ્કારો માત્ર શાસ્ત્રોમાં રહ્યાં છે વ્યક્તિમાંથી તો ક્યારનાય ચાલ્યા ગયા છે. ગજ્ઞ (.) (અજ્ઞાની, મૂખ) જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું છે કે જ્ઞાનામૃતનો રસ ચાખેલા જ્ઞાની પુરુષ રાજહંસની જેમ જ્ઞાનરૂપી માનસરોવરમાં નિત્ય સ્નાન કરે છે. જ્યારે અજ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ શૂકરની જેમ અજ્ઞાનરૂપી ઉકરડામાંથી ક્યારેય બહાર નથી આવતો. તેને તો કીચડ કાદવ જેવા અસાર પદાર્થોવાળા સંસારમાં જ મજા આવે છે. ૪મદા ( વ્ય.). (આજ, વર્તમાન દિવસ, આજ રોજ 2. વૈભારગિરિની તળેટીમાં આવેલું એક જળાશય) જ્ઞાની ભગવંતોએ કહેલું છે કે, ભૂતકાળ ક્યારેય પણ બધાનો સારો હોતો નથી અને ભવિષ્ય કોઇએ કદી દીઠો નથી. માટે ભૂત અને ભવિષ્યની ભૂતાવળમાંથી નીકળીને વર્તમાનમાં જીવતા શીખો. જેનો વર્તમાનકાળ સારો હશે તેનું ભવિષ્ય પણ સારું જ હશે. સુખ પ્રાપ્તિની આ જ એક ગુરુચાવી છે. જેણે તેનો ઉપયોગ કર્યો છે તે ચોક્કસ સુખી જ થયો છે. 166