Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અહીંયા ચારિત્રપાલન આદિ વિશિષ્ટ ગુણોના કારણે અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનથી જે દૂર કે નજીકના, ભૂતકાલીન કે ભાવિ, સચરાચર અજીવોનો જે બોધ થાય છે તે અજીવાભિગમ કહેવાય છે. જીવાભિગમસૂત્રમાં આનું વર્ણન કરેલું છે. નવુમ્બવ - સનવોદ્ધવ (ત્રિ.) (અજીવથી ઉત્પન્ન થયેલું, અજીવોભવ પદાર્થ) એક તરફી પ્રેમ, સ્નેહ કે વ્યવહાર ક્યારેય પણ ટકતા નથી આ વાત આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ. સમજીએ પણ છીએ. આથી જે વ્યક્તિ આપણી જડે અનુચિત વ્યવહાર કરતી હોય તો તેની સાથેના સંબંધ પર આપણે પૂર્ણવિરામ મૂકી દઇએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે, અજીવ એવા પુદ્ગલો સાથે આપણું વિપરીત આચરણ છે. તમને નવી વસ્તુ પ્રત્યે રાગ કે તેના તૂટી-ફૂટી જવાથી ષ ઉત્પન્ન થાય છે. પરંતુ તમે ક્યારેય જોયું છે કે તે અજીવને તમારા વિના દુઃખ થતું હોય કે તમને જોતાં રાજી થઈ ગયું હોય.? ક્યારેય નહીં! તો પછી તેની સાથેનો રાગ-દ્વેષનો વ્યવહાર શા માટે ચાલુ છે? મg - મયુ (2) (અન્યથી અમિશ્રિત 2. જુદું નહીં થયેલું) અનુવઇr (2) (આંબલીનું વૃક્ષ, આંબલી) દેશી નામમાલાના પ્રથમ વર્ગમાં અજુઅલવષ્ણા એટલે આંબલીના વૃક્ષનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. અનુમત્કવો (રેશ) (સાતપુડાનું વૃક્ષ)-* દેશી નામમાલાના પ્રથમ વર્ગમાં અજુઅલવષ્ણો એટલે સપ્તચ્છદ-સાતપુડા નામક વૃક્ષ વિશેષનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. ૩નુમો (રેશ) (સાતપુડાનું વૃક્ષ, જુઓ ઉપરોક્ત શબ્દ) अजुगलिअ - अयुगलित (त्रि.) (સમશ્રેણીએ ન રહેલું, એક પંક્તિ-હારમાં ન રહેલું) अजुण्णदेव- अजीर्णदेव (पुं.) (અલ્લાઉદીનના આગમનના અગાઉના સમયમાં થયેલો એક જૈન રાજા) : ગુI - મયુ (ત્રિ.) (અનુચિત, અયોગ્ય, આપત્તિગ્રસ્ત 2. યોગ્યતાનો અભાવ 3. બહિર્મુખ 4. યુક્ટ્રિહિત 5. નિયોજિત નહીં તે). પ્રાયઃ જોવામાં આવે છે કે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ વ્યક્તિનો જાતિસ્વભાવ સુધરતો નથી. જેમ મધ વડે રોજ સિંચન કરવામાં આવે તો પણ લીમડાની કડવાશ જતી નથી તેમ દુર્જન પાસે સજ્જનતાની અપેક્ષા રાખવી અયોગ્ય છે. કેમ કે એ તો તેનો જાતિસ્વભાવ છે. अजुत्तरूव - अयुक्तरूप (त्रि.) (અનુચિત વેશધારી, અસંગત રૂપ) મનુષ્ય ગુણવાન, સદાચારી, સમૃદ્ધિવાન હોય કે ન પણ હોય પરંતુ તે કેવો હશે તેની પ્રાથમિક ધારણા તો તેના વેશ ઉપરથી જ થાય છે. અનુચિત વસ્ત્રો પહેરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ તથા ગલત ધારણાઓના પણ ભોગ બનવું પડે છે માટે જ વ્યક્તિએ પોતાના કુળ, જાતિ, સમૃદ્ધિ તથા અવસરને યોગ્ય વસ્ત્રો ધારણ કરવા જોઈએ. - ગીતા, ગ૨પાતા (સ્ત્રી) (શરીરને જીર્ણ બનાવનાર શોકાદિ ન કરવા તે) શાસ્ત્રોમાં જણાવેલું છે કે, વિના શપરં ત અથતિ ચિન્તા એ એક એવી ચિતા છે જે વ્યક્તિને જીવતેજીવ બાળી નાખે છે. ગમે 164