Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જણાવવામાં આવે છે કે, ગ્રંથની પ્રારંભમાં મંગલ કરવું તે શિષ્ટપુષોનો આચાર છે. અર્થાત શિષ્ટ પુરુષો હંમેશાં સદનુષ્ઠાનોમાં પ્રવૃત્ત હોય છે. તેઓની દરેક પ્રવૃત્તિ સ્વ અને પર બન્નેનું હિત કરનારી જ હોય છે. अज्जकालग - आर्यकालक (पुं.) (તે નામના એક આચાર્ય, શ્યામાર્યનામે પ્રસિદ્ધ આચાર્ય) આવશ્યકસૂત્રની મલયગિરિય ટીકામાં અને ચૂર્ણિમાં જણાવ્યું છે કે, આર્ય સ્વાતિના શિષ્ય તથા હારિત ગોત્રમાં થયેલા આર્ય કાલકનું બીજું નામ શ્યામાર્ય હતું. અરવલ - માર્યપુર (કું.) (ત નામના એક આચાર્ય, ખપૂટાચાર્ય, વિદ્યાસિદ્ધ એક આચાર્ય) પ્રવચનના આઠ પ્રભાવકના પ્રકારોમાં એક વિદ્યાસિદ્ધ પ્રકાર આવે છે તેમાં ખપુટાચાર્યનું દૃષ્ટાંત આપવામાં આવેલું છે. મm - આર્ય (ઈ.) (દાદા, પિતામહ, પિતાના પિતા) પિતામહના નામે ઓળખાતા ભીષ્મનું જીવન એકદમ શુદ્ધ અને નિષ્કલંક હતું. તેમના જીવનમાં ક્યાંય પાપ નહોતું. તેવા અણિશુદ્ધ જીવન જીવનારા ભીષ્મ પિતામહને પણ કલંક લાગ્યું. ભલે તેમણે કોઈ અકૃત્ય નહોતું આચર્યું પરંતુ, દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે જે કહી શકે તેમ હતાં છતાં પણ મૌન રહીને અકૃત્ય થવા દીધું. કહેવાયું છે ને મૌનમાં સંમતિ. બસ આ મૌનસંમતિને કારણે તેમને ઘણું બધું સહન કરવું પડ્યું અને અંતે અર્જુનના તીરથી વિધાઇને વીરગતિ પામ્યા. (પૃથ્વી પર ઊગનારું એક ઘાસ) મwાં - આર્ય (6) (તે નામના એક નિતવ આચાર્ય, દ્વિક્રિયા મતના પ્રવર્તક આચાર્ય) એક વખત આર્યગંગ નામના આચાર્ય વિહારમાં નદી ઓળંગતા હતા. તે સમયે પગે પાણીના સ્પર્શથી ઠંડકનો અને માથે સૂર્યનો તાપ લાગવાથી ઉષ્ણતાનો અનુભવ થયો. તેઓએ મનમાં વિચાર્યું કે, શાસ્ત્રમાં તો એક સાથે બે ક્રિયાનો અનુભવ ન હોઈ શકે તેમ કહ્યું છે. જ્યારે અહીં પ્રત્યક્ષમાં વિરોધ ભાસે છે. આમ વિચાર કરીને તેમણે આગમસૂત્રોની વિરુદ્ધ જઈને એક સમયે બે ભિન્નક્રિયાના ઉપયોગની પ્રરૂપણા કરીને ક્રિક્રિયા મત પ્રવર્તાવ્યો. સંઘે તેમને નિહ્નવ તરીકે ઘોષિત કરીને સંઘ બહાર મૂક્યા. તે પછી નાગ નામના દેવના ભયયુક્ત વાક્યોથી પ્રતિબોધ પામીને પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થયા. માયોસ - સાર્થયોર (પુ.) (ભગવાન પાર્શ્વનાથના દ્વિતીય ગણધર) સનવંતા - સાર્થવના (ત્રી.) (ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી શિષ્યા, સાધ્વી મૃગાવતીના ગુણી). પ્રભુ વિરે અભિગ્રહ કર્યો કે, જે રાજપુત્રી હોય, કર્મસંજોગે દાસી બની હોય, માથે મુંડન હોય, પગમાં બેડીઓ હોય, હાથમાં અડદના બાકુળા હોય અને આંખોમાં આંસુ હોય તેવી સ્ત્રી ગોચરી વહોરાવે તો જ પારણુ કરવું અન્યથા, નિર્જળ ઉપવાસ કરીશ. આ અભિગ્રહ લીધે તેમને પાંચ દિવસ ઓછા એવા છમાસ વ્યતીત થઇ ગયા. સમગ્ર દેવલોકના દેવો અને મનુષ્યો રાહ જોતા હતા કે પરમાત્માનું પારણું ક્યારે થશે. અંતે ભિક્ષા માટે નીકળેલા પરમાત્માનું પારણું સતી ચંદના દ્વારા થયું. કવિએ કલ્પના કરતા લખ્યું છે કે, ચંદનાએ બાકુળાનું દાન આપીને મોક્ષનું ફળ પહેલેથી મેળવી લીધું. પ્રભુ વીરે જયારે શાસન સ્થાપના કરી તેમાં સૌપ્રથમ સાધ્વી બનનારાં સતી આર્યા ચંદના જ હતાં. તેમના ચરિત્રનું વર્ણન આવશ્યકસૂત્રની કથાઓમાં આપેલું છે. अज्जजंबू - आर्यजम्बू (पुं.) (આર્ય જંબુસ્વામી, સુધર્માસ્વામીના શિષ્ય, આ કાળના અંતિમ કેવળી) અંતગડદશાંગસૂત્રમાં જંબૂસ્વામી વિષયક આવતા વર્ણનમાં જણાવ્યું છે કે, ભગવાન મહાવીરના ગણધર શ્રીસુધમસ્વિામીના શિષ્ય 168