Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अजीवधम्म - अजीवधर्म (पु.) (મૂર્ત અજીવ દ્રવ્યોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપ ધર્મ 2. અમૂર્ત અજીવ દ્રવ્યોનો ગત્યાદિમાં સહાયતાદિ ધર્મ-ગુણ) સૂત્રકૃતાંગ આગમમાં લખ્યું છે કે, અચેતન સ્વરૂપી જડ પદાર્થો કે જેને આપણે પુદ્ગલાસ્તિકાય કહીએ છીએ, તેના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શરૂપ ગુણધર્મને અજીવધર્મ કહેવાય. તેમજ ધમસ્તિકાયનો ગતિસહાયતા, અધમસ્તિકાયની સ્થિતિ સહાયતા અને આકાશાસ્તિકાયનો અવગાહન સહાયતાનો જે ગુણધર્મ છે તેને પણ અજીવધર્મ કહેવાય છે. अजीवपज्जव - अजीवपर्याय ( पुं.) (અજીવ પદાર્થના પર્યાય, અજીવ વસ્તુનો વિશેષ ધર્મ, અજીવ ગુણ) અજીવ પદાર્થના પર્યાય કહો કે ધર્મ કહો કે ગુણ કહો આ બધા શબ્દો એકાર્થક છે.પ્રજ્ઞાપનાસૂત્રમાં જણાવ્યું છે કે, અજીવપર્યાય બે પ્રકારના છે. એક રૂપી અજીવ પર્યાય અને બીજા અરૂપી અજીવ પર્યાય. એમાં અરૂપી અજીવપર્યાયના દશ ભેદોનું અને રૂપી અજીવપર્યાયોના ચાર ભેદોનું વર્ણન કરેલું છે. अजीवपण्णवणा - अजीवप्रज्ञापना (स्त्री.) (અજીવના પ્રકાર બતાવવા તે, અજીવના સ્વરૂપનું નિરૂપણ કરવું તે, પ્રજ્ઞાપનાનો એક ભેદ) જેમાં અજીવના સ્વરૂપ સંબંધી વિવિધ વાતો જણાવેલી હોય તેને અજીવપ્રજ્ઞાપના કહેવાય છે. અજીવ પદાર્થોમાં ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એમ પાંચ છે. પણવણાસૂત્ર નામના આગમગ્રંથમાં આનું વિશદ્ વિવરણ કરવામાં આવેલું છે. મનીવરામ - અનીવUTE (.) (બંધન, ગતિ આદિ પુદગલોનો પરિણામ) સ્થાનાંગના દશમા ઠાણામાં પગલો દશ પ્રકારે પરિણમે છે તે આ પ્રમાણે 1, બંધનપરિણામ 2. ગતિ પરિણામ 3, સ્થાન પરિણામ 4. ભેદ પરિણામ 5, વર્ણ પરિણામ 6. રસ પરિણામ 7. ગંધ પરિણામ 8. સ્પર્શ પરિણામ 9. અગુરુલઘુ પરિણામ અને 10. શબ્દ પરિણામ મનીવરક્ષા - મનીવપ્રાપિt (ઋ.). (અજીવ પદાર્થ ઉપર દ્વેષ કરવાની ક્રિયા 2, પ્રાષિકી ક્રિયાનો એક ભેદ) અજીવ પદાર્થો પર દ્વેષ થાય તેને અજીવપ્રાપ્લેષિકી ક્રિયા કહેવાય છે. ચાલતા-ચાલતા અચાનક જ પથ્થરની ઠેસ લાગવાથી લોહી નીકળે કે પડી જવાય. આ સમયે જે પથ્થર વગેરે અજીવ પદાર્થો પર દ્વેષ થાય તે અજીવપ્રાષિકી ક્રિયા છે. अजीवपाडुच्चिया - अजीवप्रातीतिकी (स्त्री.) (અજીવ પદાર્થો પ્રત્યે રાગ કે દ્વેષ કરવાથી થતો કર્મબંધ 2. અજીવપ્રાતીતિકી ક્રિયાનો ભેદ વિશેષ) માત્ર સંસારલક્ષી દૃષ્ટિવાળા જીવોને જેનાથી શરીરને રાહત કે સુખનો અનુભવ થાય તેવા અજીવ પદાર્થો પ્રત્યે આસક્તિ અને દુઃખી કરાવનાર નિર્જીવ પદાર્થો પ્રત્યે દ્વેષ થાય છે. અજીવ પદાર્થો પર રાગ કે દ્વેષ કંઈપણ કરવાથી જે કર્મબંધ થાય છે તે જીવને સંસારના વમળમાં જ ડૂબતો રાખે છે. મનીપુરા - મનવપુષ્ટિ (ના) (મૃષ્ટિ) (ત્રી.) (અજીવને રાગ-દ્વેષના ભાવપૂર્વક સ્પર્શવાની ક્રિયાથી થતો કર્મબંધ 2. સ્મૃષ્ટિકા પ્રષ્ટિકા પ્રષ્ટિજા ક્રિયાનો એક ભેદ) આપસ્વભાવની સઝાયમાં જીવવિજયજી મહારાજે કહ્યું છે કે, “રાગને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દિમા” જીવને આશ્રયીને નાશ્રયીને થતા રાગ અને દ્વેષ અશુભકર્મોનો બંધ કરાવે છે અને આ દુષ્ટ કર્મો જીવને દુઃખપરંપરાની ભેટ આપે છે. માટે જો દુઃખને ન ઇચ્છતા હોવ તો રાગ-કે દ્વેષપૂર્વક જીવ કે અજીવને સ્પર્શવાનું અર્થાતુ, માણવાનું છોડી દો. મનવાસ - મકવશતા (સ્ત્રી) (સત્યમૃષાભાષાનો એક ભેદ, અજીવ આશ્રયીને કહેલું અર્ધસત્ય કથન). કંઈક અંશે સાચું અને કંઈક ખોટું એવું અજીવને આશ્રયીને જે કથન કરેલું હોય તેને અજીવમિશ્રિત કહેવાય છે. જેમ કે ઘણા બધા