Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગીર - જન (જ.) (જુઓ “અજિર્ણ' શબ્દ) વૈદ્યકશાસ્ત્રમાં અજીર્ણ રોગ માટે લખ્યું છે કે, જ્યારે અપચો થાય ત્યારે ખાવું નહીં. જો ખાધું તો નવા અનેક રોગો થશે. અજીર્ણની પરિસ્થિતિ પ્રતિકૂળ આહાર કે અતિમાત્રામાં લીધેલા આહારના કારણે થાય છે. આ રોગનો એકમાત્ર ઇલાજ છે ભોજનનો ત્યાગ. અર્થાત, જેને પણ અજીર્ણ થાય તે જે કેટલાક સમય માટે આહાર લેવાનું છોડી દે, તો અજીર્ણની ઉપશાન્તિ થાય છે. ૩Mવ - મનવ (પુ.) (અજીવ 2. જીવ દ્રવ્યથી વિપરીત લક્ષણવાળા ધમસ્તિકાયાદિ દ્રવ્ય). નવતત્ત્વમાંનું એક તત્ત્વ છે અજીવ તત્ત્વ. તેનું લક્ષણ કરતાં લખ્યું છે કે જે ચેતનારહિત હોય અને જેનામાં સુખ-દુઃખ વગેરે લાગણીઓનો અભાવ હોય તે અજીવ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ પાંચ દ્રવ્યો અજીવ માનવામાં આવ્યા છે. તેને શાસ્ત્રોમાં નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર પ્રકારે તેમાં પણ રૂપી અજીવોને ચાર ભેદે તેમજ અરૂપી અજીવદ્રવ્યોને દશ ભેદ વિસ્તારથી વર્ણવ્યા છે. अजीवआणवणिया -- अजीवाज्ञापनिका (स्त्री.) (અજીવ પરત્વે આજ્ઞા-આદેશ કરવાથી થતો એક કર્મબંધ 2 પચ્ચીસ ક્રિયા પૈકીની એક ક્રિયાનો ભેદ, આણવણિયાક્રિયા) નવતત્ત્વમાં ક્રિયાઓના કુલ પચ્ચીસ પ્રકાર બતાવેલા છે. તેમાં એક પ્રકાર આણવણિયા ક્રિયાનો છે. જેમાં જીવ નથી તેવા પદાર્થોના વિષયમાં આજ્ઞા કરવી કે તેના માટે આદેશની પ્રવૃત્તિ કરવી તે આજ્ઞાપનિકી ક્રિયા કહેવાઈ છે. આવી ક્રિયાથી કર્મબંધ થાય છે. સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં આને અજીવ આનયની ક્રિયા પણ કહી છે. કમનીવાના (સ્ત્રી) (અજીવ વિષયક આનાથની, અજીવ પદાર્થના લાવવા કે લઈ જવાની ક્રિયા તે આનાયની ક્રિયા) નવસારથિ - મનીવામિ (સ્ત્રી) (લોટની જીવાકૃતિ વગેરે અજીવના આરંભની ક્રિયા 2. આરંભિકી ક્રિયાનો એક પ્રકાર) અજીવ પદાર્થ, અજીવના કલેવર, આટા વગેરેથી બનાવેલી જીવાકૃતિ અથવા જીવ-જંતુના છાપવાળી વસ્તુઓનું ઉપમર્દન કરવામાં આવે અર્થાતું, તેને મસળવામાં આવે કે જીવબુદ્ધિથી નષ્ટ કરવામાં આવે તેને અજીવ આરંભિકી ક્રિયા કહેવામાં આવે છે. એટલા માટે સુજ્ઞ પુરુષો જેના પર જીવ-જંતુઓની આકૃતિ કરેલી હોય તેવા વસ્ત્રાદિનો ઉપભોગ કરતા નથી. મનવા - મુનીવર (.). (ધમસ્તિકાયાદિ પદાર્થ 2. અચેતન પદાર્થોની રાશિ) ભગવતીસૂત્રના સાતમા શતકના પ્રથમ ઉદેશમાં જણાવ્યું છે કે, જીવના લક્ષણોથી ભિન્ન લક્ષણોવાળા પદાર્થ અજીવ છે. આવા પદાર્થો છે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. આ પદાર્થોના સમૂહને અજીવકાય કહેવાય છે. આ પદાર્થો ચૌદરાજલોકમાં ઠાંસી-ઠાંસીને ભરેલા છે. अजीवकायअसंजम - अजीवकायासंयम (पुं.) (અજીવપદાર્થને આશ્રિત જીવનો વિઘાત, વસ્ત્ર-પાત્રાદિક વાપરતા જીવોની હિંસા થવી તે) સ્થાનાંગસત્રના સાતમા સ્થાનકમાં આ શબ્દનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, પસ્તક-વસ-પાત્રાદિ જે અજીવ સ્વરૂપે વસ્તુઓ છે તેને ઉપયોગશૂન્યપણે લેતા, મૂકતા કે ઉપભોગ કરતા. તેમાં રહેલા કુંથુઆ કીડી વગેરે જીવોની જે હિંસા થાય કે ઉપમર્દન પામે તેને અજીવ કાયનો અસંયમ કહેવાય છે. अजीवकायअसमारंभ - अजीवकायासमारम्भ (पु.) (અજીવકાય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા કોઈ જીવને ત્રાસ થાય તે, અજીવકાય આશ્રિત જીવોને પરિતાપ કરવો તે) ઉપરોક્તસૂત્રના વર્ણન પ્રમાણે પુસ્તકાદિને આશ્રય કરીને રહેલા જીવોને પરિતાપ ન થાય તે રીતે પ્રવૃતિ કરવી તેને અવકાય અસમારંભ કહેવાય છે. ઉક્ત ભેદોનું વર્ણન કરી શાસ્ત્રકાર ગૃહસ્થો અને સાધુભગવંતોને જયણા વિષયક માર્ગદર્શન કરે છે. 160