Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આપનારી પ્રવૃત્તિથી બચવું જોઇએ. જેઓ કર્મની ગતિને સમજ્યા નથી તેઓ જાણ્યે-અજાણ્યે એવા અકાર્યમાં પ્રવૃત્ત થતાં તેમને આવતા ભવોમાં પણ અશુભ પ્રવૃત્તિથી જન્ય કર્મના ઉદયકાળ પુનઃ વધુ ખરાબ કર્મને કરાવનારા સંજોગો પેદા થશે જે પુનઃ વધુ ભયંકર કર્મ બંધાવશે. આમ પાપથી દુઃખ અને દુઃખકાળે પાપની પરંપરા ભવોભવ ચાલતી રહે છે. માટે સાચી સમજણ એજ એક ઉપાય છે. અલર્નવલ - વન[(પુ.). (તે નામનો એક વિદ્વાન 2. કલંકરહિત, અકલંક) આપણે સવારના પ્રતિક્રમણમાં જે મહાપુરુષોના અને મહાસતીઓના નામ બોલીને તેમને નમન કરીએ છીએ તેઓ સર્વે કલંકરહિત શીલ-સદાચારવંત હતા, માટે જ તેમની કીર્તિ જગપ્રસિદ્ધ બની. યશ-કીર્તિના કારણે તેઓ સવારે સૂર્ય ઊગતા પહેલાં ઊગતા હોય મનુ - અરુ (ત્રિ.) (જમાં કરુણા ન હોય તે અથવા જેને કરુણા ન હોય તે, ક્રૂર, દયારહિત, નિર્દય) અભવ્યજીવોના આત્મામાં ક્રૂરતા સહજ રીતે રહેલી હોય છે. તેમનામાં દયાગુણનો આત્યંતિક અભાવ હોય છે. ઓલો કાલસૌરિક કસાઈ કોઇ જીવની હિંસા ન કરી શકે તે માટે શ્રેણિકરાજાએ તેને ઊંડા કુવામાં ઉતારી દીધો. પરંતુ ત્યાં બેઠા-બેઠા પણ તેણે કાદવના કલ્પિત પાડા બનાવીને તેઓની હત્યા કર્યાનો આત્મસંતોષ માન્યો હતો. આવા કૂરપરિણામી જીવો મોટે ભાગે નરકગામી હોય છે. અનુસ - મનુષ (ત્રિ.). દ્વિષરહિત, ક્રોધાદિ કાલુષ્યરહિત). પૂજય હરિભદ્રસૂરિજી મહારાજ જ્યારે જૈનદર્શનના રહસ્યોને પામ્યા, ત્યારે વીતરાગ પરમાત્મા માટે તેઓએ પૂર્વે ઉચ્ચારેલા શબ્દોમાં ફેરફાર કરી બોલ્યા વપુરવ તવાઈ..વીતરી તામ્ અર્થાત્ તમારામાં દ્રષ-ક્રોધાદિરૂપ અગ્નિ શાંત થઈ ગયો છે માટે જ અગ્નિના અભાવમાં લીલાછમ વૃક્ષની જેમ તમારું આ શરીર હૃષ્ટપુષ્ટ છે. જો ક્રોધાદિ હોત તો આટલું પ્રશમતા પામેલું ન હોત. મસારૂ (1) - પાચન (કું.) (જેનામાં ક્રોધાદિ કષાય નથી તે, કષાયોના ઉદયરહિત, અષાથી) જિનશાસન હંમેશાં ગુણીઓનું જ ઉપાસક રહ્યું છે તેનો જીવંત દાખલો છે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ. સોમનાથ મંદિરની મુલાકાત સમયે મહાદેવજીની સમક્ષ તેમના શબ્દો હતા. વલીના ફુગનના રાધા ક્ષયકુપાતા ચણ, બ્રહ્મા વા વિષ્ણુ નિનો વા હો યા રમતá” અર્થાત્ સંસારના બીજાંકુર સમાન રાગ-દ્વેષ-કષાયાદિ જેના ક્ષય થઇ ગયા છે તે મહાદેવ હોય કે જિનેશ્વર હોય તેમને મારા નમસ્કાર છે. અક્ષય - અષાય (ત્તિ.) (કષાયવર્જિત, અકષાય, સિદ્ધ) જિનશાસનમાં જેટલાં પણ અનુષ્ઠાનો અને આરાધનાઓ બતાવી છે તે બધી જીવને કષાયરહિત બનાવવા માટેની જ છે. પરમાત્માએ પોતાની દેશનામાં પણ જીવોને ઉદ્દેશીને કહ્યું છે કે, દુર્લભ એવું મનુષ્યપણું પામીને સંયમની આરાધના કરતા કરતા આપણો આત્મા અકષાયી કેમ બને તેવો પ્રયત્ન કરવો જોઇએ. અર્થાત ધર્મની આરાધનાનો સાર કષાયરહિત બનવામાં છે. જો કષાયો અકબંધ રહ્યાં તો સમજો કે ધર્મ હજુ જોજનો દૂર છે, માટે જ કહ્યું છે કે ‘પાયમત્તિ: નિમરિવ' અર્થાતુ કષાયોથી મુક્તિ એજ ખરી મુક્તિ અસિT - અન્ન (ત્રિ.) (અપરિપૂર્ણ, અપૂર્ણ, અધૂરું) અધૂરો ઘડો છલકાય ઘણો” આ કહેવત ઘણું બધુ કહી જાય છે. જેનામાં ઓછાશ છે તે ડોળ ઘણો કરે છે. હું બધું જ જાણું છું’, ‘હું મોટો જ્ઞાની હું આવું મિથ્યાભિમાન ધારણ કરતા હોવતો સમજી લેજો કે તમારામાં કશું જ નથી. આત્મા ખાલીખમ છે. ભરેલો ઘડો કદીય છલકાય નહીં તેમ સાચો જ્ઞાની કોઇ દિવસ અભિમાન લાવે નહીં. બડાશ એ અભિમાનની નિશાની છે જયારે નમ્રતા એ