Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ રીતે જે સ્વયં આચારવાન અને દઢસંયમી છે તેઓ ક્યારેય અન્યને અસંયમી કે શિથિલ બતાવવાનો પ્રયત્ન નથી કરતા. પરંતુ જેઓ સ્વયં અંદરથી પોકળ હોય છે તેઓ પોતાને મહાનું અને અન્યને શિથિલાચારી વગેરે લેબલ આપતા ફરતા હોય છે. ૩યારૂ - મથાતિની (સ્ત્રી). (આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત ન કરનાર કર્મપ્રકૃતિ, અઘાતી કર્મપ્રકૃતિ) કર્મગ્રંથમાં ઘાતી અને અઘાતી એમ બે પ્રકારે કર્મપ્રકૃતિ કહેવામાં આવેલી છે. જે કર્મપ્રકૃતિઓ જ્ઞાન-દર્શનાદિ મૂળગુણોનો નાશ નથી કરતી તે પ્રકૃતિઓ અઘાતી કહેવાય છે. આવી અઘાતી પ્રકૃતિઓ ચાર છે. 1. વેદનીયકર્મ, 2. આયુષ્યકર્મ, 3. નામકર્મ, 4. ગોત્રકર્મ. આ કર્મપ્રકૃતિઓ જ્ઞાનાવરણીયાદિ ઘાતી પ્રવૃતિઓ સાથે રહેલી હોવાથી તે ઘાતિની જેવી પ્રતીત થાય છે. अघाइरस - अघातिरस (पुं.) (જ્ઞાનાદિ ગુણોના ઘાતનું સામર્થ્ય નહીં ધરાવનાર અઘાતિકર્મના રસસ્પર્ધકોનો સમૂહ) જે અઘાતી કર્મ પ્રવૃતિઓનો ઘાતીપણાને આશ્રયીને કોઇ વિષય ન બનતો હોય અર્થાત, જે કર્મપ્રકૃતિઓનો કોઈપણ વિષય જ્ઞાનાદિ મૂળગુણોનો નાશક નથી હોતો તેવી કર્મપ્રકૃતિઓના રસસ્પર્ધકોનો સમૂહ. આ અઘાતી પ્રકૃતિઓ પણ સર્વઘાતી એવી મોહનીયાદિ પ્રકૃતિઓના સંપર્કમાં આવીને ઘાતીરસવાળી બને છે. જેમ લોકમાં ચોરનો સાથીદાર પણ ચોર કહેવાય છે. માત (2) - મધુત (ત્રિ.) (લુણી-લાકડું ખાનાર જંતુ વડે નહીં ખવાયેલ, અખંડ) લાકડાનો મોટામાં મોટા દુશમન છે ઘુણો, ઉધઈ વગેરે. તે ગમે તેવી જગ્યામાં રહેલા લાકડામાં પેસીને તેને કોતરી-ખાઈને પોલું કરી નાંખે છે અને મોંઘાદાટ રાચ-રચીલાને નષ્ટ કરી નાખે છે. મિથ્યાત્વ પણ ઘુણો જેવું જ છે. તે જેને પણ લાગે છે તેનામાં રહેલા જ્ઞાનાદિગુણો દૂષિત થઇ જાય છે. અને તે જીવ સદ્ગતિથી ભ્રષ્ટપ્રાયઃ થઇ જાય છે. પરંતુ જેમણે સમ્યક્તથી પોતાના આત્માને સુરક્ષિત કર્યો છે તેના આત્મગુણોને મિથ્યાત્વરૂપ ઉધઇ ભેદી શકતી નથી. (ચં) નિયમટ્ટ - મરહૂતિમઠ્ઠા (સ્ત્રી) (ધન્ય શ્રેષ્ઠીની ભટ્ટા સ્ત્રીથી ઉત્પન્ન પુત્રી) ધન્ય નામક શ્રેષ્ઠીની અચંકારીભટ્ટા નામે પુત્રી હતી. ઘરમાં અતિ લાડકી હોવાના કારણે તેની સામે કોઈ ચુંકારો પણ નહોતું કરતું. આથી તેનું અચંકારીભટ્ટા નામ પડ્યું હતું. પોતાની બધી આજ્ઞા માને તેવા રાજમંત્રી પુરુષ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. તે પોતાના પતિને દાબમાં રાખતી હતી. એક દિવસ રાજકાર્ય વશ પતિએ તેની આજ્ઞા માની ન માની આથી રિસાઈને તે રાત્રે ઘર છોડીને ચાલી નીકળી. રસ્તામાં તેને ચોરોએ લૂંટી, રંગારાના ત્યાં વેચી દેવામાં આવી. ત્યાં ઘણું જ કષ્ટ વેઠવું પ્રડ્યું. ઘણા પ્રયત્ન પાછી લાવવામાં આવી. જીવનની સત્યતા સમજીને તેણે ક્રોધ કરવાનું છોડી દીધું. અને સરળતા સ્વીકારી. મુનિપતિ ચરિત્રમાં તેનું વિશ વર્ણન કરવામાં આવેલું છે. મયંત્ર - સરજીત્ર (ત્રિ.) (જેણે ઇંદ્રિયોને વશ કરી છે, અચંચળ) જ્ઞાનસાર ગ્રંથના ઇંદ્રિયજય નામક અષ્ટકમાં કહેલું છે કે હે આત્મનુ જો તને આ ભયાનક સંસારથી ડર જાગ્યો હોય અને તેનાથી છૂટીને શાશ્વત સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતો હોય તો ઇંદ્રિયો પર વિજય મેળવવા તારું પૌરુષત્વ વિસ્તાર, કેમ કે જેણે ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે તેણે જ લોકમાં ખરો વિજય મેળવ્યો છે. સવંદુ - ૩રપ૬() (નિષ્કારણ પ્રબળ કોપ રહિત, તીવ્રક્રોધ વગરનો, સૌમ્ય, ક્ષમાશીલ) ધનવાન કે બળવાન ક્યારેય લોકમાં રાજય કરી શકતા નથી. પરંતુ જેઓ વાત-વાતમાં ગુસ્સે નથી થતા, નિષ્કારણ કોઇ પર ક્રોધ નથી કરતા અને સૌમ્ય સ્વભાવવાળી ક્ષમાને ધારણ કરી રાખે છે તેઓ જ લોકહૃદયમાં શાસન પ્રાપ્ત કરી શક્યા છે. કારણ કે રાજ કરવા માટે જોઇએ લોકોનો પ્રેમ અને વિશ્વાસનું સંપાદન. તે મેળવવા માટે ક્ષમા એ જ ઉત્તમ હથિયાર છે.