Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ '* દશામાં રમણતા પ્રાપ્ત કરવા માટે અર્થાતુ, અણાહારી પદ મેળવવા માટે ઉપવાસ કરવાનો હોય છે. વ્યા - 3 (ત્રી.) (આહાર અલંકારાદિ વડે પૂજા ૨દેહ, શરીર 3. ક્રોધના અધ્યવસાયની જવાળા) ધર્મસંગ્રહમાં સદ્દગૃહસ્થના કર્તવ્યોમાં જણાવ્યું છે કે, શ્રાવક બપોરનું ભોજન ક્યારે કરે? તો કે સત્પાત્રમાં દાન કરીને અર્થાત, સાધુસાધ્વીજી ભગવંતોને વહોરાવીને અને પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા - સેવાદિ કરીને પછી આશ્રિતોને જમાડે ત્યારપછી પોતે ભોજન ગ્રહણ કરે. શ્રાવક તરીકે પોતાની જાતને માનનારા આપણે આ બાબતે કેટલું ધ્યાન રાખવું જોઈએ? અને આપણે કેટલું રાખીએ છીએ? ગીફUUT - માછીf (a.) (ખીચોખીચ ભરેલું, ઠાંસી-ઠાંસીને ભરેલું 2. અત્યંત વ્યાપ્ત) જેમ કોઈ કોઠી તરબૂચ વગેરેથી સંપૂર્ણ ભરવામાં આવે, ત્યારબાદ કોઠીમાં વચ્ચે-વચ્ચે જગ્યા હોય ત્યાં નાના નાના સફરજનથી ભરવામાં આવે તેમાં પણ જગ્યા હોય તો આંબળા વગેરે ભર યાવત્ છેલ્લે રાઈ આદિ નાની વસ્તુઓથી ભરી લીધી હોય, તે રીતે ચૌદ રાજલોક પણ જીવો, યુગલો આદિ છ દ્રવ્યોથી ઠાંસી-ઠાંસીને ભરેલો છે. વ્યાકર - અત્યાધુર (ત્રિ.) (અતિ પીડા પામેલું, અત્યંત રોગી). આજે અસાધ્ય વ્યાધિથી અત્યંત પીડા પામેલા ઘણા બધા લોકો દુઃખ-દર્દથી છૂટકારો મેળવવા માટે આત્મહત્યાના માર્ગે ચાલ્યા જાય છે. શાસ્ત્ર આવી પ્રવૃત્તિનો નિષેધ ફરમાવે છે. કેમ કે તમને જે રોગ થયો છે તે કર્મજનિત છે માટે સજા પોતાના જીવનને નહીં પણ કર્મોને કરવાની છે. જો પોતાના જીવનને જ તમે પૂરું કરી નાખશો તો અત્યંતાતુરાવસ્થામાં મૃત્યુ પામીને નવા કર્મોનો બંધ થશે જે તમને ભવાંતરમાં પણ અસહ્ય પીડા આપશે. અશ્વાઢિ - સત્યા IIઢ (1) (અત્યંત સ્વેચ્છાદિનો ભય) ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી કર્મોના આત્યંતિક ક્ષય માટે એવી જગ્યાએ ગયા જ્યાંના લોકો સત્ય ધર્મને વિશે અજ્ઞાની હતા. હિંસાદિમાં પ્રવૃત્ત હતા. અત્યંત ક્રૂરકર્મી હતા. એ અનાર્ય પ્રદેશમાં લોકોએ ભગવાનની ઉપર કૂતરા છોડવા આદિ વિવિધ ઉપસર્ગો કરી હેરાન-પરેશાન કર્યા. આ ઉપસર્ગો એવા તો ભયંકર હતા કે, સામાન્ય માણસ એક પણ ઉપસર્ગને સહન ન કરી શકે. ભગવંતે ત્યાં વિવિધ ઉપસર્ગોને સમભાવથી સહન કરી કર્મોને ખપાવ્યા. વેઢ - પ્રત્યાઘેદન (1) (અત્યંત આવરણ વડે પીડિત કરવું તે, ગાઢ વિંટાળવા વડે પરિતાપ ઉપજાવવો તે) સિદ્ધ ભગવંતોના આત્માની જેમ દરેક જીવનો આત્મા અનંત જ્ઞાની, અનંત દર્શની, અનંત શક્તિનો સ્વામી છે. એટલે સિદ્ધાત્માની જેમ અનંત ગુણોનો ધારક છે. યાવ દરેક બાબતોમાં સમાન જ છે. પરંતુ આપણી ઉપર કર્મોનું પ્રગાઢ આવરણ હોવાથી જ્ઞાનાદિ શક્તિઓ, ગુણો ગાઢ રીતે ઢંકાઈ ગયા છે. સિંહબાળ જેમ ઘેટાં-બકરાંના ટોળામાં મોટું થઈને સિંહની ગર્જના સાંભળતાં બકરીઓની સાથે તે પણ ભાગવા લાગે છે, તેમ આપણે સ્વત્વ ભૂલીને મોહરાજાના દાસ બનેલા તેના ઈશારે સંસારમાં નાચતા રહીએ છીએ. * વાસના - અત્યારનતા (સ્ત્રી.), (એક ઠેકાણે લાંબા સમય સુધી બેસવું તે, આસન જમાવવું તે) યોગસિદ્ધિ તથા મંત્રસિદ્ધિ માટે અન્ય વસ્તુઓની સાથે-સાથે આસનસિદ્ધિ પણ આવશ્યક માનવામાં આવેલી છે. શાસ્ત્રનિર્દિષ્ટ કોઈ વિશિષ્ટ સ્થિતિમાં વિહિત માર્ગદર્શન પ્રમાણે તમે કોઈપણ તકલીફ વગર રહી શકો તેને આસનસિદ્ધિ જણાવેલી છે. *ગત્યનતા (સ્ત્રી) (અત્યંત ભોજન કરવું કે પ્રમાણાધિક ખાવું તે) આખો દિવસ ખા-ખા કરવું, કે ભોજનની અત્યંત લાલસા રાખવી તે તિર્યંચ ગતિમાંથી આવેલા અથવા તિર્યંચ ગતિમાં લઈ જનારા 1) 138