Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કર્મગ્રંથમાં ગુણસ્થાનક ક્રમારોહમાં બે શ્રેણિ આવે છે 1, ક્ષપકશ્રેણિ 2. ઉપશમશ્રેણિ. કમનો સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું તેનું નામ છે ક્ષપકશ્રેણિ. જયારે કચરાવાળા પાણીમાં ફટકડી નાંખતા બધો જ મેલ નીચે બેસી જાય છે અને પાણી એકદમ સ્વચ્છ લાગે છે પરંતુ, જરાક પાણી હાલમાં પાછું મેલું થઈ જાય છે તેમ ઉપશમશ્રેણિમાં શુભ પરિણામથી થોડોક સમય માટે કર્મોનો ઉપશમ થતા, આત્મા શુદ્ધ થાય છે. પરંતુ નિમિત્ત મળતા જીવ પાછો કર્મયુક્ત મલિન થઈ જાય છે. કચ્છથી - મચ્છથી (ત્રિ.). (શુભમતિ, નિર્મળ બુદ્ધિ). ઉપમિતિભવપ્રપંચ કથામાં ઓલા ભિખારીને લોચન ગુરુ પહેલાં વિમલાલોકરૂપ અંજનથી આંખો આજે છે જેથી તેને સ્પષ્ટ દેખાય. આનો સાર કહેતા સિદ્ધર્ષિગણિ જણાવે છે કે, જ્યાં સુધી જીવ શુભ-શુદ્ધ મતિવાળો નથી થતો ત્યાં સુધી તેને સત્યભૂત તત્ત્વનું જ્ઞાન થતું નથી અને જ્યાં સુધી તત્ત્વ ન સમજાય ત્યાં સુધી જિનશાસનમાં સાચો પ્રવેશ થવો દુર્લભ છે. છમ - ૩૭મક (પુ.) (રીંછ 2 હિંસક પ્રાણીવિશેષ) સાધુને વિહારક્રમમાં કોઇક સમયે બે વિકલ્પ સામે આવીને ઊભા રહે કે, જંગલમાંથી પસાર થવું કે પછી નદી પાર ઉતરીને જવું. જો નદી પાર ઊતરે છે તો જીવવિરાધના થાય છે અને જંગલમાંથી પસાર થતાં રસ્તામાં હિંસક પ્રાણીઓનો ભેટો થવાથી મૃત્યુ વગેરે આત્મવિરાધના થાય છે. આવા સંજોગોમાં શાસ્ત્ર કહે છે કે, જીવવિરાધના કરતાં આત્મવિરાધના મોટી છે. કેમ કે જીવવિરાધના થશે તો તેનું પ્રાયશ્ચિત્ત લઈ લેવાશે પરંતુ, મૃત્યુ પામ્યા બાદ આવું ઉત્કૃષ્ટ ચારિત્ર જીવન ફરી મળવું દુર્લભ છે. અછમાન - મારી ર (ત્રિ.) (બેસતો, આસન લગાવતો) अच्छागणसंघसंविइण्ण - अप्सरोगणसंघसंविकीर्ण (त्रि.) (અપ્સરાઓના સમુદાયથી પરિવૃત્ત, અપ્સરાઓના સમૂહથી શોભાયમાન) તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટ માધ્યસ્થ ભાવને ધારણ કરનારા હોય છે. સાધના અવસ્થામાં કોઇએ તેમની પર ઉપસર્ગ કર્યો હોય તો પણ તેના પ્રત્યે તેઓ ક્યારેય પણ ક્રોધિત નથી થતા. તથા કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કર્યા બાદ સમવસરણમાં દેવલોકની અપ્સરાઓ અતિભક્તિભાવથી પરમાત્મા સમક્ષ નૃત્ય કરતી હોય છે તે વખતે અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત મારુ સમવસરણ છે એમ અતિવર્ષ પણ નથી કરતા. અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં રાગી કે દ્વેષી ન થતાં માત્ર સમભાવને ધારણ કરે છે. અછાસ - છાસ (નિ.) (અતિનિર્મલ, એટલું સ્વચ્છ કે પાસેની વસ્તુનું પ્રતિબિમ્બ પડે) સ્વચ્છતાં એ એક ગુણ છે. આ ગુણ સજ્જન અને દુર્જન બન્નેને પસંદ પડે છે. જલ સ્વચ્છ હોય, અરીસો સ્વચ્છ હોય, ઘર સ્વચ્છ હોય અને પોતાનું શરીર સ્વચ્છ હોય એવો આગ્રહ દરેક જણ રાખે છે. પ્રશ્ન એ થાય છે કે, અતિસ્વચ્છતાના આગ્રહી લોકો પોતાનો આત્મા પણ અત્યંત નિર્મળ અને ગંદકીરહિત હોય તેની દરકાર શા માટે નથી લેતા? જો પોતે કે પોતાની આસપાસની વસ્તુ સ્વચ્છ જોઇએ તો જેને તેમાં રહેવાનું છે તે આત્મા શા માટે નહીં ? કચ્છના - (સ્ત્રી.) (કોઈપણ દેવી 2. રૂપ થકી દેવી તુલ્ય સ્ત્રી) પ્રશ્નવ્યાકરણસૂત્રના આશ્રદ્વારમાં વર્ણન મળે છે કે, મેરુપર્વતના નંદનવનની કંદરાઓમાં રહેનારી રૂપવતી અપ્સરાઓ, ઉત્તરકુરુ માનુષોત્તર પર્વતની આશ્ચર્ય રીતે જોનારી અપ્સરાઓ ત્રણ પલ્યોપમનું પરમાયુષ્ય ભોગવીને દેવભવને પૂર્ણ કરે છે. अच्छरसातंडुल - अच्छरसतण्डुल (न.) (શ્વેત દિવ્ય ચોખા) રાજકશ્તીય, જીવાભિગમ અને આવશ્યકસૂત્રની મલયગિરિજીની ટીકામાં પ્રભુની આગળ સ્વસ્તિકાદિ અષ્ટમંગલની આલેખના કરવાનું વિધાન કરેલું છે. તે અષ્ટમંગલ ચોખાથી કરવાનું કહ્યું છે અને તે ચોખા કેવા કેવા? તે માટે કહેવું છે કે, પાસે પડેલી વસ્તુનું 14