Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વ્યવહારસૂત્રમાં વર્ણન આવે છે કે, જે સાધુ સંયમના યોગોને સાચવતો નથી અને યત્નાનું પાલન કરતો નથી તેવો સાધુ દૃષ્ટિવાદને ભણી શકતો નથી. તેના માટે સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન અશક્ય બની જાય છે. અહો શ્રુતજ્ઞાનની મહત્તા! નર - મકર (.) (જરા વગરનો, ઘડપણ રહિત 2. દેવ 3. કુવારપાઠું વનસ્પતિ 4. વૃદ્ધદાર વૃક્ષ પ. ગરોળી) સદાય યુવાન હોવાથી જેને ઘડપણ નથી સ્પર્શતું તેવા દેવોને અજર કહેવાય છે, પણ સિદ્ધ ભગવંતોને તો શરીર જ નથી માટે તેઓ અનંતકાળ સુધી અજર છે. ઔપપાતિકસૂત્રની અંદર કહ્યું છે કે, સિદ્ધ કર્મરૂપી આવરણથી મુક્ત છે માટે તેઓ અજર અમર અને અસંગ છે અર્થાતુ, તેઓને કોઈ જ પ્રકારના વળગણો નથી. મઝામર - મનરામ7 () (જરા-મરણ રહિત સ્થાન, મોક્ષ, મુક્તિ 2 સિદ્ધ ભગવાન, અમર 4. 5. મમ્મણ શેઠ). વાર્ધક્ય અને મૃત્યુથી પર હોય તે અજરામર કહેવાય છે અને તે માત્ર ને માત્ર મોશે પહોંચેલા સિદ્ધ ભગવંતો જ હોઈ શકે છે. બાકી આ સંસારમાં કોઈ એકપણ એવો આત્મા નથી કે જે જરાથી પીડિત ન થતો હોય કે જે મૃત્યુથી પર રહેલો હોય. માટે જ છેદસૂત્ર ગણાતા મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, ‘ત્વિ વોડ્રન મિમનમો' અર્થાત્ ચતુર્ગતિક આ જગતમાં કોઈ જીવ અજરામર નથી. મનસ્ - યશસ્ (ન.) (અપયશ, અકીર્તિ, અશ્લાઘા, નિંદા, સર્વદિગ્ગામિની પ્રસિદ્ધિનો અભાવ) કોઈ ચિંતકે કહ્યું છે કે, જેની પાસે કીર્તિ પણ નથી ને સંપત્તિ પણ નથી તેનું જીવ્યું નહીં જીવ્યા બરાબર છે. સંસારમાં જન્મ તો અસંખ્ય જીવો લે છે પણ જીવન સાર્થક તેનું જ ગણાય છે કે, જે યશ-કીર્તિની વિપુલ કમાણી કરી જાણે. દશવૈકાલિકસૂત્રની પ્રથમ ચૂલિકામાં જણાવ્યું છે કે, ‘દેવ થમો મન મક્ષત્તિ' અર્થાત્ આ જગતમાં જ ધર્મ પણ છે, અપકીર્તિ પણ છે અને અપયશ પણ છે. વિચારી લેજો તમારે શું કમાવું છે. અનાજ - પ્રવેશ: % (ત્રિ.) (સર્વદિગામિની પ્રસિદ્ધિનો અવરોધક, અપકીર્તિ કરનાર) વ્યક્તિને ખૂબ કીર્તિ કમાવાની ઇચ્છા હોય અને તેને અનુરૂપ કાર્યો કરતો હોય છતાં પણ તેને યશ-કીર્તિ નથી મળતી તો તેનું કારણ શું હોઈ શકે ? જ્ઞાની ભગવંતોએ તો ફરમાવેલું છે કે, જીવે કોઈ ભવમાં અપયશ નામકર્મ બાંધ્યું હોય તો તે કર્મના ઉદયકાળમાં તેને અપયશની પ્રાપ્તિ થાય છે. યાદ રાખજો! દેવ-ગુરૂની નિંદા કરનાર અને ગુણી સજ્જનોનો અવર્ણવાદ કરનાર જીવ અપયશ નામકર્મ બાંધે છે. જેના ફળરૂપે તે જગતમાં ખૂબ બદનામી પામે છે તથા સર્વને નિંદનીય બને છે. अजसकित्तिणाम - अयशःकीतिनामन् (न.) (નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવ અપયશ પામે છે) આઠ કર્મોમાં સૌથી વધુ વિચિત્રતાવાળું કર્મ છે નામકર્મ. જગતમાં જે કાંઈ વિવિધતાઓ દશ્યમાન થાય છે તે આ કર્મને આભારી છે. અહીં સુધી કે વ્યક્તિએ વ્યક્તિએ જે અંગોપાંગાદિમાં પણ સુંદરતા અસુંદરતાદિ વૈવિધ્ય દેખાય છે તે નામકર્મના કારણે છે. નામકર્મના કુલ 103 પ્રભેદો છે. તેમાં 42 ભેદો પુણ્યકર્મને આધીન અને શેષ પાપકર્મને કારણે જીવને પ્રાપ્ત થાય છે. अजसजणग - अयशोजनक (त्रि.) (અપયશ કરનાર 2. પરનિંદાદિ નિંદનીય કાર્ય કરનાર) જયવીયરાય' સૂત્રમાં એક શબ્દ આવે છે “લોગવિરુદ્ધચ્ચાઓ” અર્થાતુ, લોકોમાં નિંદનીય જે છે તેનો ત્યાગ. આ સૂત્રમાં આરાધક આત્મા પરમાત્મા પાસે માગણી કરે છે કે, “હે ભગવાન! તારા પ્રભાવથી જે જે લોકવિરુદ્ધ કાર્યો છે તેનો મારા જીવનમાંથી ત્યાગ હો” આ માગણી કોઈ નિયાણું નથી. પણ સદાચારી જીવન માટે પ્રાર્થની અને કરણીય માગણી છે. યાદ રાખો કે ધર્મની બાબતમાં પણ લોકવ્યવહાર આચરણીય બને છે માટે શ્રાવક હંમેશાં સદાચારમાં પ્રવર્તન કરનારો હોય છે. 155