Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अच्छोडण - आस्फोटन (न.) (આંગળીઓ ફોડવી 2. ધોબીની જેમ વસ્ત્રને પથ્થર પર અફળાવવું તે). એક કુસ્તીબાજ બીજા મલ્લને જમીન પર પછાડીને પોતાની જીત પર ખુશી મનાવતો હોય છે અને તેની જીત જોઈને લોકો પણ તેમાં શામિલ થઈ જાય છે. પરમાત્મા કહે છે કે, આમાં હરખાવવા જેવું નથી. જ્યાં સુધી કર્મમલ્લને માત નથી આપી ત્યાં સુધી ગમે તેટલું શરીર સૌષ્ઠવ હોય બધું જ નકામું છે. ગમે તેવો બળવાન પુરુષ કર્મમલ્લ આગળ નિર્બળ થઇ જાય છે. ખરેખર કર્મને પછડાટ આપવામાં આત્માની જીત છે. છોડvi (રેશ) (શિકાર, મૃગયા) શ્રેણિક રાજાને તીર્થંકર નામકર્મ બાંધતાં પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં શિકારનું વ્યસન હતું. એક વખત જંગલમાં તેઓએ એક ગર્ભવતી હરણીનો શિકાર કર્યો. તીર વાગતાં હરણી તો મરી જ ગઇ પરંતુ, સાથે-સાથે તેના પેટમાં રહેલું બચ્યું પણ તરફડીને મરી ગયું. શ્રેણિકે શોક વ્યક્ત કરવાની જગ્યાએ તેણે મૂછ પર તાવ દેતા હર્ષ કર્યો કે, જોયું એક તીરમાં બે શિકાર તે આનું નામ. આવા ઘોર અપરાધ બદલ તેમને પ્રથમ નરકમાં જવું પડ્યું. કર્મ આગળ બધા જ સરખા છે. ચાહે તે તીર્થંકરનો આત્મા હોય કે ચાહે તે રાંક હોય. ત્યાં બધાનો હિસાબ સરખો જ થાય છે. છોટા - છો (2) (સ્વચ્છ જલ) અષ્ટપ્રકારી પૂજાના રચનાકારે પ્રથમ જળપૂજાના દૂહામાં લખ્યું છે કે, હે પરમાત્મા ! જ્ઞાનરૂપી કળશ અને સમતા રસથી ભરપૂર મારો આત્મા આપની પાસે લઇને આવ્યો છું. આપની જલપૂજાના પ્રતાપે મારા સઘળાયકર્મો ચકચૂર થઇ જાઓ. અને જેમ આ જળ એકદમ સ્વચ્છ અને નિર્મળ છે તેમ મારો આત્મા પણ કર્મરહિત અત્યંત નિર્મળ બને. છોટાપડિલ્ય - મોરપ્રતિદત (ત્રિ) (સ્વચ્છ જલથી પરિપૂર્ણ) જિન પ્રતિમા એ શાસ્ત્રવિહિત અને શિષ્ટજન સમ્મત છે. રાયપરોણીય નામક આગમમાં સુભદેવનું વર્ણન આવે છે, તેમાં લખેલું છે કે, સુભદેવ પ્રતિદિન સ્વચ્છજલથી પરિપૂર્ણ વાવડીમાં સ્નાન કરીને ઉત્કૃષ્ટ દ્રવ્યોથી જિનેશ્વર પરમાત્માની પૂજા કરે છે. જો પ્રતિમા અમાન્ય હોત તો ગણધરભગવંત રચિત આગમોમાં જિનપ્રતિમાની પૂજાનો ઉલ્લેખ કેવી રીતે હોઈ શકે? મગંજ - મન (ત્રિ.) (ગમનશક્તિ વગરનું, સ્થિર, જંઘાબળ રહિત) શાસ્ત્રમાં બે પ્રકારના વિહાર આવે છે 1. જંગમ વિહાર અને 2. અજંગમ વિહાર. અર્થાતુ અસ્થિર કલ્પ અને સ્થિર કલ્પ. જે શ્રમણો ચારિત્રમાં ઉદ્યત છે અને જેમનું શરીરબળ દઢ છે તેવા સાધુઓ માટે શાસ્ત્રમાં અસ્થિર કલ્પ કહેલો છે. તેવા સાધુઓ ક્યારેય પણ સ્થિરવાસ નથી કરતા. પરંતુ જેનું શરીરબળ ક્ષીણ થઈ ગયું છે અને જે વિહાર કરવા સક્ષમ નથી તેમના માટે આગામોમાં સ્થિરવાસ બતાવ્યો છે. તેઓ એક સ્થાને રહિને શક્ય એટલી આરાધના કરે એમ શાસ્ત્રાદેશ છે. નગર - ગવર્નર (ત્રિ.) (જરા રહિત, વૃદ્ધત્વહીન, ઘડપણ વગરનું) જેમ બિલ્ડીંગ ચાર પાયા વગર ઊભું રહી શકતું નથી. એ જેટલું સત્ય છે તેમ જીવન પણ બાળપણ-યૌવન-ઘડપણ અને મૃત્યુ એ ચાર પાયા પર રહેલું છે.બાળપણ નિર્દોષતામાં વીતે છે. યુવાની મસ્તીમાં વીતે છે. ઘડપણ અને મૃત્યુ એ બન્ને મિત્ર જેવા છે. વૃદ્ધત્વ આવ્યું એટલે સમજી લેવું કે મૃત્યુ નજીકમાં જ છે. આ હકીકતની કોઇપણ ઉપેક્ષા કરી શકે તેમ નથી. આથી જ ભગવાને ફરમાવ્યું છે કે એકવાર જન્મ લો તો એવો લો કે જ્યાં મૃત્યુ સ્પર્શી પણ ના શકે. તેવું સ્થાન એક માત્ર મોક્ષ છે ત્યાં ઘડપણ જ નથી તો પછી મૃત્યુ ક્યાંથી હોય.