Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મધ્વનિ - અર્વનીય (જિ.) (પૂજન કરવા યોગ્ય, અર્ચન કરવા યોગ્ય, ચંદન આદિથી અર્ચન યોગ્ય). અત્યારે જે આલાવાથી ગુરુ મહારાજને આપણે વંદન કરીએ છીએ એવો જ પ્રાચીન કાળમાં એક આલાવો હતો. તેમાં અર્ચનીય વંદનીય, સત્કારણીય એવા મંગલિકભૂત દેવસ્વરૂપી ગુરુભગવંતની વંદનામાં પરમશબ્દગાંભીર્ય અર્થગાંભીર્ય શબ્દોની ગુંથણી થયેલી છે. અપાયા - સર્વનિ (ટી.) (સિદ્ધાયતનની જિનપ્રતિમાદિની અર્ચના) જિનાલયમાં તીર્થંકર પરમાત્માની ચંદનાદિ પદાર્થો વડે પૂજા કરતા કરતા આપણે એવી ભાવના ભાવવાની છે કે, હે ભગવંત ! આપનો આત્મા જેમ નિર્મલ છે, કેવળજ્ઞાનને ધરાવનાર છે, અનંત ગુણોનો ધારક છે, તેમ મારો આત્મા પણ નિર્મલ અને કર્મમુક્ત બનો. વસ્થ - અત્યર્થ (જ.). (અત્યંત, ઘણું, અતિશય, અતિશયવાળું 2. અર્થ-દ્રવ્યનો અભાવ). અતિઅલ્પ કે વિપુલ પ્રમાણમાં ધનની પ્રાપ્તિ માટે તમે ગમે તેવા અયોગ્ય માર્ગનું આચરણ કરશો તો તમારા ધર્મનો નાશ થશે અને અનીતિપૂર્વકનું એ ધન તમને ઉપભોગ કરવા પણ નહીં દેશે. સિંહે કરેલો હાથીનો શિકાર જેમ અન્ય પ્રાણીઓ માટે ઉજાણી રૂપ થાય છે તેમ અતિશય એકઠું કરેલું ધન અન્યને આનંદ આપનારું બને છે. પરંતુ તેના માટે કરેલા પાપોના ફળ તો વ્યક્તિએ પોતે જ ભોગવવા પડે છે. અવસ્થર - ત્યર્થત્વ () (સત્યયુક્ત વાણીના 35 અતિશયમાંનો આઠમો અતિશય 2. મહાર્થ-અપરપર્યાયાદિયુક્ત સાતિશય વચન) મૂર્ખ લોકો કે ઓછી સમજણવાળા લોકો ઘણું બોલે છે. પરંતુ તે અર્થ વગરનું અને નિઃસાર હોય છે. જયારે મહાપુરુષોએ કહેલું એક વાક્ય પણ ગંભીર અને રહસ્યયુક્ત હોય છે. મહાપુરુષોના વચનો ઠાલા નથી હોતા. તેમાં હિત-મિત-સત્ય ને પથ્ય હોય છે. - Jત્ય (કું.). (અતિક્રમ, અતિક્રમપૂર્વક ગમન 2. અભાવ 3. વિનાશ 4. દોષ 5. કાર્યના અવશ્યભાવનો અભાવ 6, પ્રત્યવાય 4, આત્યંતિક વિનાશ) રોજીંદા પાપાચરણરૂપ અનાત્મભાવોથી આત્મભાવમાં પાછા ફરવાની પ્રક્રિયા એટલે પ્રતિક્રમણ. શ્રાવકધર્મની પ્રતિપાલનામાં પ્રતિક્રમણ મુખ્ય કર્તવ્ય બને છે. તેમાં શ્રાવકના પ્રતિક્રમણના એકસોચોવીસ અતિચારો આવે છે. તેમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચારનું સેવન થયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ પૂર્વક પ્રાયશ્ચિત્ત લઈ આત્મશુદ્ધિ કરવી આવશ્યક બને છે. મળી - અત્યાન્નીન (ત્રિ.) (અત્યંત પાસે, ખૂબ નજદીક) હે આત્મનું! તું જેની અત્યંત નજીકમાં રહે છે અને જેની સાજ-સજ્જા પાછળ તું કલાકોના કલાકો ગાળે છે તે આ તારું શરીર એક દિવસ રાખમાં મળી જવાનું છે. તે હંસલા ! તું જેને આત્મીય માને છે, જેઓની સામાન્ય તકલીફમાં પણ તું બેચેન બની જાય છે તે નજીકના સગા-સંબંધીઓ પણ તને અંતિમ વિદાય આપી પાછા પોતાના સંસારમાં મસ્ત થઈ જવાના છે. તો પછી ભાઈ! આ જગની માયામાં મસ્ત બનીને ચિંતામણિ જેવા મનુષ્યભવને વેડફવાને બદલે સત્યમાર્ગને સાધવાનો પ્રયત્ન કરે અને જીવન પંથને ઉજાળ. અશ્વસUT - સત્યસન (ન.). (અત્યંત ભોજન કરવું 2. પક્ષનો બારમો દિવસ, દ્વાદશી) બાલજીવો ઉપવાસની પૂર્વે તથા ઉપવાસની પછી પ્રાયઃ ઠાંસી-ઠાંસીને ભોજન કરતાં હોય છે. જે ધર્મના ઉપવાસમાં પણ ફરાળી ખાઈ શકાય છે ત્યાં તો દરરોજના સાહજિક ભોજન કરતાં પણ તે દિવસે વધુ ભોજન કરી ઉપવાસ કર્યો તેમ કહેવાય છે. પરંતુ ઉપવાસ પાછળનો મર્મ એ છે ખા-ખા કરવાની લાલસાને છોડી આહારવૃત્તિનો ત્યાગ કરવા માટે અને આત્માની સ્વાભાવિક 137