Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શુક્રૂઝ (ત્રિ.) દુઃખના ઉદ્ગાર વિનાનો, આજંદનરહિત). કુટુંબ કબીલા, વ્યવહાર, સંબંધો, પૈસો આ બધી પળોજણમાં અટવાયેલો જીવ ક્યારેય પણ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. તે ચારેય બાજુના મોરચા સંભાળવાની હાયવોયમાંથી ક્યારેય બહાર આવી શકતો નથી. પરંતુ જેણે સંસારના સ્વરૂપને ઓળખ્યું છે અને સમતારસનું પાન કર્યું છે, તે ગમે તેવી દુઃખદ પરિસ્થિતિમાં આઝંદિત થઈ જતો નથી કે હાયવોય કરતો નથી. કેશવ () (વિકૃત ચેષ્ટારહિત, પ્રશસ્ત ચેષ્ટાયુક્ત) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે, કેવલીભાષિત તત્ત્વોના મર્મને જાણનારો શ્રમણ સૌમ્ય પ્રકૃતિ અને મુખાકૃતિવાળો હોય છે. તેના કોઇપણ વર્તનમાં ભવાઈ કરનારા નટોની જેમ કોઇ વિકૃતિ જોવા ન મળે. તે એકદમ ધીર, ગંભીર, પ્રસન્ન અને નિર્ભય થઈને પોતાના સાધ્વાચારોનું પાલન કરતો સંયમમાં ઉદ્યમશીલ બનેલો હોય. મડિત - મટન (ત્રિ.) (અમાયાવી, અવક્ર, ઋજુ) પૂર્વભવે ઉત્કૃષ્ટ તપ કર્યા હોવા છતાં એક માત્ર માયાના કારણે ભગવાન મલ્લિનાથને સ્ત્રીરૂપે અવતાર મળ્યો હતો. આથી સુજ્ઞ પુરુષો કુટિલતાને દૂરથી ત્યજે છે. જેમ સર્પ ગમે તેટલી વક્રગતિવાળો હોય પરંતુ, બિલમાં પ્રવેશ કરવા તેણે સીધી જ ગતિ કરવી પડે છે. તેમ જેણે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે તેણે ઋજુતા અપનાવ્યા વિના છૂટકો નથી. મોક્ષ સરળગતિવાળાનો છે. अकुतूहल - अकुतूहल (त्रि.) (કુતૂહલરહિત, આશ્ચર્યરહિત, ઇન્દ્રજાલ આદિ જોવા કે બતાવવાની ઇચ્છા વિનાનો) જેમણે જિનાગમોને આત્મપરિણત કર્યા છે સમ્યગુદર્શન વડે ચિત્તશુદ્ધિ કરી છે અને સમ્યફચારિત્ર વડે જીવનશુદ્ધિ કરી છે તેવા શ્રમણો જગતના સત્ય સ્વરૂપને જાણતા હોવાથી તેમની સામે ગમે તેવી દુર્ઘટ ઘટના કે વિકટ પરિસ્થિતિ બની હોય તો પણ ચિત્તની સમાધિ ખોયા વિના અકુતૂહલ ભાવે નિહાળતા હોય છે. કુતૂહલતા એ ચંચલ મનની નિશાની છે જ્યારે સ્થિરતા ધર્મની. अकुमारभूय - अकुमारभूत (त्रि.) (ગૃહસ્થાશ્રમી, પરિણીત, બાલબ્રહ્મચારી નથી તે) જેણે સંસારનો ત્યાગ કર્યો છે અને સ્ત્રીના સહવાસનો પણ ત્યાગ કરેલો છે તેવા બ્રહ્મચારી સાધુ કે ગૃહસ્થ પણ પરણેલા હોવા જોઇએ. કારણ કે જેને પોતાનું બ્રહ્મચર્ય(આત્મરમણતારૂપ) અખંડિત રાખવું હોય તો પરમાત્મા જોડે લગ્નગ્રંથિથી વહેલામાં વહેલી તકે જોડાઇ જવું જોઇએ. એટલે જ તો આનંદઘનજી મહારાજે પોતાના સ્તવનમાં લખ્યું છે કે, “ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો ઓર ન ચાહું રે કંત’ મજુય - ૩ર (ત્રિ.) (નિશ્ચલ, સ્થિર) અનાદિકાળથી આત્મા પર રાગ-દ્વેષના પડલો જામેલા છે. જેના કારણે જીવ સમુદ્રોમાં ઉઠતા મોજાઓની જેમ આમથી તેમ અથડાતોકૂટાતો રહ્યો છે. પરંતુ જિનશાસનને પ્રાપ્ત કર્યા પછી, માસ્ટર-કી જેવા ગુરુ ભગવંતનું સાંનિધ્ય મેળવ્યા પછી અને જિનાગમ જેવું જહાજ મેળવ્યા પછી, શાસ્ત્રાભ્યાસ વડે ચિત્તમાં ઉઠતા મલિન તરંગોને શાંત કરીને ચિત્તને સમાધિમાં સ્થિર કરી આત્મહિત સાધી લેવું જોઇએ. ભુસને - અવધુત (ઈ.) (અશુભ, ખરાબ, અશોભન, અભદ્ર, અમંગલ 2. સ્કૂલમતિ, કર્તવ્ય-અકર્તવ્યના વિવેક વગરનો, અજ્ઞાની) સારાસાર ગ્રહણ કરવામાં હંસ અને બગલો ઉત્તમ ઉદાહરણ છે. હંસ જલમિશ્રિત દૂધમાં સારભૂત દૂધને ગ્રહણ કરે છે અને પાણીને રહેવા દે છે. જયારે બગલો આ ભેદ સમજી શકતો નથી. એજ રીતે જે વિવેકી પુરુષો કથનીય-અકથનીયના ભેદને સમજે છે તે