Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ એવા સિદ્ધત્વને ધારણ કરે છે. अगणिणिक्खित्त - अग्निनिक्षिप्त (त्रि.) (અગ્નિ ઉપર નાખેલું, અગ્નિમાં નાંખેલું) આગમાં એકવાર નાખી દીધેલી વસ્તુને કોઈ પાછી મેળવવાની ઇચ્છા કરે તો તેને મૂર્ખ કહેવાય. કેમકે આગનો સ્વભાવ છે તેનામાં આવેલી કોઈપણ ચીજને ઓહિયાં કરવાનો, તેમ દોષોના સેવનથી વ્યક્તિમાં રહેલા જ્ઞાન, દર્શનાદિ મૂળભૂત ગુણોનું દહન થાય अगणिपरिणमिय - अग्निपरिणमित (त्रि.) (અગ્નિરૂપે પરિણામ પામેલું, પૂર્વસ્વરૂપ તજાવીને અગ્નિ સ્વરૂપે પમાડેલું અગ્નિસ્વરૂપી થયેલું) ઓક્સિજન તે વાયુ છે પરંતુ, જો તે અગ્નિના સંયોગમાં આવે તો પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને તે અગ્નિરૂપ થઇ જાય છે અને તે દઝાડવાનું કાર્ય કરે છે. શાસ્ત્રકારોએ ક્રોધને અગ્નિ જેવો કહેલો છે. તેના સંપર્કમાં આવેલી વ્યક્તિ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને ક્રોધ સ્વરૂપ બની જાય છે. ક્રોધસ્વરૂપી બનેલો તે સ્વયં તો દાઝે છે પરંતુ, તેના વર્તુળમાં રહેલા અન્યોને પણ બાળે છે. માટે કદાચ પ્રત્યક્ષ અગ્નિથી દાઝી જવાય તો ચાલશે પણ ક્રોધાગ્નિથી તો દૂર જ રહેજો. अगणिमुह - अग्निमुख (पु.) (દેવતા, દેવ 2. અગ્નિહોત્રી બ્રાહ્મણ) આચારાંગસૂત્રની ચૂર્ણિમાં આ પ્રમાણે વર્ણન છે કે, વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ નિર્વાણ પામ્યા પછી. તેમના શરીરના અગ્નિસંસ્કાર કરવા માટે દેવો શ્રેષ્ઠ ચંદનની ચિતા રચે છે અને અગ્નિકુમાર દેવો તેમના મુખથી ચિતાને અગ્નિ અર્પે છે. ત્યારથી લોકોમાં પ્રસિદ્ધ થયું કે, દેવો અગ્નિમુખવાળા હોય છે. માત (2) -- () (નીરોગી, રોગરહિત 2. ઔષધ 3. નહીં કહેનાર) રોગને જડમૂળથી નષ્ટ કરવા બાબતે જે સૌથી વધુ હિમાયત કરે છે અને હજારો વર્ષોથી જેના ઉપયોગથી ભારતીય પ્રજા નીરોગી રહી છે તે આયુર્વેદમાં ઔષધોના ત્રણ પ્રકાર જણાવેલા છે. જેમાં 1. જે ઔષધ લેવાથી રોગ હોય તો તેનો નાશ કરે અને ન હોય તો નવો ઊભો કરે. 2. જે ઔષધના ઉપયોગથી જો રોગ હોય તો નષ્ટ થાય અને ન હોય તો ઔષધ કોઈ ગુણ ન દેખાડે. 3. અને અમુક ઔષધો એવા હોય છે કે, જે લેવાથી રોગી વ્યક્તિ નીરોગપણાને પ્રાપ્ત કરે અને જો વ્યક્તિ રોગરહિત હોય તો તેના શરીરની પુષ્ટિ થાય. તેથી આ ત્રીજા પ્રકારનો ઔષધોપચાર શ્રેયસ્કર ગણાય. અસ્થિ - રિત (ઈ.) (અગત્ય નામના ઋષિ 2. અગથિયાનું વૃક્ષ 3. અઠ્યાસી મહાગ્રહો પૈકીનો પિસ્તાળીસમો મહાગ્રહ૪. અગમ્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલું 5. આકાશમાં દક્ષિણ દિશામાં રહેલો એક તારો) જયોતિષ વિષયમાં જેને પ્રમાણભૂત માનવામાં આવે છે તે બૃહત્સંહિતા ગ્રંથાનુસાર ગગનમંડળમાં અગત્ય નામનો તારો આવેલો છે જે સૌરમંડળમાં દક્ષિણ દિશાએ ઉદય પામે છે. અગત્ય નામના એક પ્રાચીન ઋષિ પણ થઈ ગયા જેમણે પોતાના તપોબળે સમુદ્રને પી જઈને સોસવી નાખ્યો હતો. મા - સામ (કું.) (સ્થાવર, જે હલનચલન ન કરી શકે તેવો જીવ, પૃથ્યાદિ એકેન્દ્રિય જીવ 2. વૃક્ષ 3. આકાશ) શાસ્ત્રમાં સંસારી જીવોના બે ભેદ બતાવ્યા છે. 1. ત્રસ, 2. સ્થાવર. જેમાં અનુકૂળ સ્થળે ગમન કે પ્રતિકુળ સ્થળનો ત્યાગ, આમ, ક્યાંય પણ ઈચ્છાપૂર્વક ગમનાગમન કે હલનચલન ન કરી શકતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચેય એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે. વાયુ જે ફરતો જણાય છે તે તેના ગતિશીલ સ્વભાવના કારણે છે પરંતુ, પોતાની મરજી મુજબ અનુકૂળ જગ્યાએ ગમન કરી શકતો નથી. 103