Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વર્ષમાં કેટલાય પર્વ મહોત્સવો આવે છે અને ઘરમાં આનંદનો માહોલ સર્જાય છે. દિવાળીનું પર્વ આવતાં ઘરમાં ફટાકડા આવે છે અને નાનાથી મોટા બધા જ ખુશ થઇ જાય છે. હર્ષની ચિચિયારીઓ સાથે આપણે ફટાકડા ફોડીએ છીએ પરંતુ, ક્યારેય વિચાર, કર્યો છે કે, ફટાકડા સળગાવવામાં અગ્નિના જીવો, જ્ઞાનાવરણીય કર્મનો બંધ અને કેટલાય નિર્દોષ પંખેરૂઓ માટે ભય ઉત્પન્ન કરીએ છીએ? આ બધા પાપો તમારા ભવોની હોળી કરી નાખશે. अगणिजीव - अग्निजीव (पु.) (અગ્નિના જીવો, તેજસ્કાય) જેમ સૂર્ય, હવા, પાણીના આધારે જીવો જીવે છે તેમ કેટલાક જીવો અગ્નિના આધારે જીવે છે. તેઓ અગ્નિમાં જ જીવી શકે છે, અગ્નિ બુઝાતાં તેઓ મૃત્યુ પામે છે. આ તો થઇ અગ્નિમાં રહેતા જીવોની વાતો પરંતુ, ભગવાને તો કહ્યું છે કે, ભાઈ ! અગ્નિ પોતે જ એક જીવ છે. દશવૈકાલિકસૂત્રમાં પણ લખેલું છે કે, “જે મrmફથી પુઢો સત્તા પ્રથમ રન' અર્થાત્ અગ્નિનું પોતાનું શરીર અને આત્મા છે. તેઓનો સમૂહ ભેગો થતાં આપણને દશ્યમાન થાય છે. अगणिजीवसरीर - अग्निजीवशरीर (न.) (શરીરમાં રહેલા અગ્નિકાયનું શરીર, તેજસ્કાયજીવથી બંધાયેલ શરીર) જીવઘાત માટે તલવાર વગેરે અચિત્ત દ્રવ્યો શસ્ત્ર બને છે તેમ પકાયના જીવો પણ પરસ્પર એક બીજાના તથા સ્વકાયના ઘાત માટે શસ્ત્ર તરીકે બને છે. જેમ અગ્નિ બુઝવવા માટે નાખેલું ઠંડુ પાણી. તેમાં પાણીના જીવો અગ્નિના જીવો માટે શસ્ત્ર બન્યા અને ઉષ્ણ અગ્નિના જીવોનું શરીર પાણીના જીવો માટે શસ્ત્ર બન્યું. તથા ક્ષારવાળું પાણી મીઠા જળમાં નાખવામાં આવે તો તે જલ પોતે જ પોતાનું ઘાતક બન્યું. આમ, જીવો એક બીજાના માટે શસ્ત્ર બને છે તેથી શ્રાવકે ઉપયોગ રાખવો જોઈએ. अगणिज्झामिय - अग्निध्मात (त्रि.) (અગ્નિથી દાઝેલું, અગ્નિથી બળેલું) શાસ્ત્રમાં સાધુજીવન ગાળવા ઉપયોગી વસ્તુઓ સિવાયનો પરિગ્રહ નહીં કરવાની આજ્ઞા ફરમાવી છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેલું છે કે, જે વસતિમાં સાધુ ઉતર્યો હોય, અને પોતે આહાર વાપરીને બહાર નીકળતાં ખબર પડે કે, મકાન આગથી બળી રહ્યું છે, તો તેની પાસે એટલો જ સામાન હોય કે, આગ તેની પાસે પહોંચે ત્યાં સુધીમાં તો બધો જ સામાન લઈને આબાદ રીતે મકાનની બહાર નીકળી ગયો હોય. ધન્ય છે પરમાત્માએ બતાવેલા નિષ્પરિગ્રહતાના આચારને. કનિષ્ણાત (ત્રિ.). (અગ્નિથી કાંઈક બળેલું, અગ્નિ વડે દગ્ધ). અગ્નિના સંપર્કમાં આવેલો પદાર્થ પોતાના રૂપરંગને ખોઇને એકમાત્ર શ્યામવર્ણને પામે છે. તેમ જીવ ક્રોધ-માન-માયા-લોભરૂપી યાગ્નિના સંપર્કમાં આવતા જ આત્માના જ્ઞાન-દર્શનચારિત્રરૂપી ગુણો હાસ પામીને કષાયના કાલુષ્યને પ્રાપ્ત કરે છે. જો અગ્નિ કોઇપણ પદાર્થને નષ્ટ કર્યા વિના નથી છોડતો તો પછી કષાયો પણ જીવોના ગુણોને નાશ કર્યા વિના નથી રહેતા. સમજદાર તે જ છે કે જે અગ્નિ અને કષાયથી દૂર રહે. માળિયા - નિનોષિત (ત્રિ.) (અગ્નિથી ગરમ કરેલું, અગ્નિથી તપાવેલું) જેમ અગ્નિથી સેવાયેલું સુવર્ણ આગની ઉષ્ણતા, હથોડીના માર વગેરેને સહન કરીને શુદ્ધ બનીને ઘરેણારૂપે લોકોના શરીરની શોભા વધારે છે. તેમ સજ્જન પુરુષો જીવનમાં આવતી વિપત્તિઓ, દુઃખોથી ગભરાયા વિના ધીરતાપૂર્વક તેને સહન કરીને, તેમાંથી યોગ્ય પ્રેરણા લઈને એક વિરાટ સ્વરૂપે ઉભરે છે અને લોકો માટે આદર્શપાત્ર બને છે. નફોષિત (નિ.) (અગ્નિથી રૂપાંતરિત થયેલું, અગ્નિથી બળેલું) અગ્નિમાં સીજેલું ધાન એક સ્વાદિષ્ટ ભોજનના રૂપને ધારણ કરે છે. તેમ અનાદિકાલીન કર્મોથી વિકૃત સ્વરૂપવાળો જે આત્મા છે તે જિનેશ્વરકથિત આચારોના પાલન અને ચારિત્રની ઉગ્રસાધનાથી મોહ-માયાજન્ય વિકૃત સ્વરૂપને ત્યજીને અંતે નિર્મળ અને વિશુદ્ધ 102