Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કળી જેવા તેના દાંત જોઈને તેની પ્રશંસા કરી હતી. ૩ળવM - Ura (નિ.) (અન્યમાં દુર્ગુણો હોય છતાં તેને ગ્રહણ ન કરનાર, અન્યના છતાં દોષોને નહીં જોનાર) પરમાત્મા પર છ છ મહિના સુધી ઘોર ઉપસર્ગ કરનાર સંગમ દેવ હારી-થાકીને જ્યારે પાછો જઈ રહ્યો હતો ત્યારે પરમાત્માની આંખમાં આંસુ અને મુખમાં શબ્દો હતાઃ- આખા સંસારને તારવાની ઇચ્છાવાળો હું આના સંસારનું કારણ બન્યો. અહો ! તીર્થંકરદેવોની કેવી મહાન દૃષ્ટિ કે, આ તો મારા કર્મોનો ક્ષય કરનારો હોવાથી મારો ઉપકારી છે. મહાપુરુષોની આ જ વિશેષતા હોય છે. તેઓ દુર્ગણીઓમાં દોષો હોવા છતાં દોષોને ત્યજીને તેમનામાં રહેલા ગુણોને જ ગ્રહણ કરે છે. સપુર - "સ (ત્રિ.) (ગુપ્તિઓ રહિત, મન-વચન-કાયાના અશુભ વ્યાપારવાળો) આખા ગામની તરસ છીપાવનાર તળાવ જો પાળથી નથી રક્ષાયું, તો પૂરના સમયે આખા ગામને બીજું કોઇ તબાહીથી બચાવી મિ જે આત્મા મોક્ષ જેવા સુખને આપનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને સદ્ધર્મરૂપી પાળથી નથી બાંધતો તો તેને આ યોગત્રિપુટી દુર્ગતિના તાંડવથી બચાવી નહીં શકે. અરક્ષિત મન-વચન-કાયાનો વ્યાપાર અહિતકર છે. મત્તિ - ગ્રાતિ (સ્ત્રી). (મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિથી અટકવું અને અશુભમાં પ્રવૃત્તિ કરવી તે, મન વચન કાયાની ગુપ્તિનો અભાવ) રાધાવેધની પરીક્ષામાં ઉતરેલાને ખબર છે કે આ એક જ વખત મળેલો ચાન્સ છે. જો આમાં હું જરાપણ ગાફેલ રહીશ તો કાર્યસિદ્ધિ પણ નહીં થાય અને લોકોમાં હાંસીને પાત્ર બનીશ. બસ, આ મનુષ્યભવ પણ રાધાવેધની સાધના જેવો છે. અનંતકાળે મળતો આ એક વખતનો ચાન્સ છે. જેઓ ધર્મપ્રવૃત્તિને છોડીને મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિમાં લાગી ગયા છે તેઓ મનુષ્ય ભવ તો હારી જાય છે સાથે-સાથે જ્ઞાનીઓની નજરોમાં હાંસીને પાત્ર બને છે. अगुरुलहुचउक्क - अगुरुलधुचतुष्क (न.) (નામકર્મનો એક ભેદ, અગુરુલઘુચતુષ્ક). નામકર્મની કુલ 103 પ્રકૃતિ છે તેમાંની 1. અગુરુલઘુ, 2. ઉપઘાત, 3. પરાઘાત અને 4. ઉચ્છવાસ આ ચાર નામકર્મના ભેદ કાર્મગ્રંથિકમતે અગુરુલઘુચતુષ્કના નામે ઓળખાય છે. દુનિયામાં જે કાંઈ સારું-નરસું દેખાય છે તે નામકર્મને આધીન છે. નામકર્મની 103 પૈકીની 42 પ્રકૃતિઓ જીવને પુણ્યના યોગે પ્રાપ્ત થાય છે જ્યારે શેષ પાપકર્મને કારણે સાંપડે છે. अगुरुलहुणाम - अगुरुलघुनामन् (न.) (નામકર્મનો એક ભેદ, અગુરુલઘુનામકમ) જૈનમતે સમસ્ત કર્મોને મુખ્યરૂપે આઠ વિભાગોમાં વહેંચાયેલા માનવામાં આવે છે. તેમાં છઠ્ઠા ક્રમે નામકર્મ આવે છે. આ કર્મના અસંખ્ય ઉત્તરભેદો છે. આપણને આપણા શરીરનું વજન નથી તો અતિભારે લાગતું કે નથી અતિહલકું લાગતું કે આ અગુરુલઘુનામકર્મના કારણને આભારી છે. હાથીને પોતાનું શરીર ક્યારેય ભારે ન લાગે કે કીડીને હલકું ન લાગે. अगुरुलहुय - अगुरुलघुक (न.) (જમાં લઘુ-હલકાપણું કે ગુરુ-ભારેપણું નથી તેવા ભાષા મન કમિિદ દ્રવ્યો) જગતમાં અનેક દ્રવ્યો છે. જે આપણી ગણતરીમાં ન આવે તેટલા છે. સર્વજ્ઞ પ્રભુએ એ બધાનો સમાવેશ ધમસ્તિકાય વગેરે છ દ્રવ્યોમાં કર્યો છે. તેમાં પુદ્ગલને છોડીને બીજા બધા દ્રવ્યો સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ છે કે જે ચર્મચક્ષુથી જોઈ પણ ન શકાય. તેનું પ્રમાણ કેવળીભગવંત જ જોઈ-જાણી શકે. ચૌદ રાજલોકમાં પૂર્ણતયા વ્યાપીને રહેલા એવા ભાષા, મન, ગુણ તથા ધર્માસ્તિકાય અધમસ્તિકાયાદિ દ્રવ્યો નથી તો અતિભારે કે નથી અતિહલકા પરંતુ, પરિણામોપેતમૂર્ત હોવાથી અગુરુલઘુક છે. अगुरुलहुयपरिणाम - अगुरुलधुकपरिणाम (पुं.) (અજીવપરિણામ ભેદ, અગુરુલઘુરૂપે પરિણતિ વિશેષ, પરિણામ પરિણામીના અભેદજન્ય અગુરુલઘુક પરિણામ)