Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જીવ ઉત્પત્તિસ્થાનમાં આવતાની સાથે તદ્દભવયોગ્ય ઔદારિકાદિવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને શરીરાદિની રચના કરે છે અને પ્રતિક્ષણ નવા-નવા કર્મબંધ કરી જન્મ-મરણની પરંપરા વધારતો હોય છે. કર્મવર્ગણાપ્રચુર આ સંસારમાં એક સમયકાળ એવો છે કે, જેમાં જીવ કોઇ કર્મબંધ નથી કરતો અને તે છે એક ભવમાંથી બીજા ભવમાં જવામાં લાગતો વચ્ચેનો સમય. જેને વિગ્રહગતિ કહેવામાં આવે છે. આ સમયમાં જીવ કોઈપણ જાતના કર્મપુદ્ગલો ગ્રહણ કરતો નથી. અહી - મદત (પુ.) (હાથનો આગળનો ભાગ, હસ્તાગ્ર) ભક્ત અને ભગવાન વચ્ચે તાદાત્મય સંબંધ બંધાઈ જતો હોય છે. જેમ ચામાં ભળેલી સાકર અને હાથના અગ્રભાગે રહેલી અંગુલિઓ ને ભિન્ન કરી શકાતા નથી. તેઓ એકબીજા સાથે અભિન્નપણે રહેલા હોય છે. તેમ ભક્ત ભગવાન વિના અને ભગવાન ભક્ત વિના ન રહી શકે. ઓલી સુલસા ! સતત મહાવીરમય હતી, તો પ્રભુવીર પણ સુલસા શ્રાવિકાને યાદ કર્યા વિના નહોતા રહ્યા. તેમણે સુલસાને ધર્મલાભ કહેવડાવીને ભક્તની સ્મૃતિ વ્યક્ત કરી હતી. મહિ() - ૩પ્રતિ(ત્રિ.) (હઠાગ્રહી, મિથ્યા આગ્રહવાળો) નિર્મળજ્ઞાનથી જેની પ્રજ્ઞા વિશુદ્ધ થઇ છે તેવો જીવ કોઈપણ પક્ષ કે ગચ્છના વાડામાં બંધાયા વિના જ્યાં સત્યયુક્તિ હશે ત્યાં તેની મતિ ગમન કરતી હશે. જ્યારે સુદ્રસ્વભાવવાળા અને અજ્ઞાની લોકો મિથ્યાભિનિવેશથી કોઈ મત, પક્ષમાં બંધાઈને જ્યાં પોતાની મતિ જતી હશે ત્યાં આગળ શાસ્ત્રોની યુક્તિને ખેંચી લેતા હોય છે. અર્થાત્ તેઓ પોતાની બુદ્ધિને અનુસાર શાસ્ત્રોના અર્થો કરી લેતા હોય છે. મ - મા (ની) (જ.) (સૈન્યનો અગ્રભાગ) ષટ્રખંડના અધિપતિ ચક્રવર્તીને ભરતક્ષેત્રના પ્રથમ ત્રણખંડો જીતવા માટે ક્યારેય હથિયાર ઉપાડવું પડતું નથી. કેમ કે તેના સૈન્યની અગ્રભાગે ચાલતા અશ્વરત્નના બ્રહ્મચર્યતજના પ્રતાપે સર્વરાજાઓ વિના વિરોધે ચક્રવર્તીની આજ્ઞા સ્વીકારતા હોય છે. બેશક ! ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવોને સમસ્ત પૃથ્વી વશીભૂત બની જતી હોય છે. IT () is - પ્રાથofસ () (સર્વ દ્રવ્ય ગુણ અને પર્યાયના પરિમાણનું પ્રતિપાદન કરનાર શ્રુતજ્ઞાન, 14 પૂર્વમાંનું બીજુ પૂર્વ) ચૌદપૂર્વમાંના દ્વિતીયપૂર્વનું નામ અગ્રાયણીય છે. અગ્ર એટલે પરિમાણ(માપ) તેનું અયન એટલે જ્ઞાન. આ પૂર્વમાં જગતમાં રહેલા સર્વદ્રવ્યો, સર્વ પર્યાયો અને સર્વ જીવવિશેષોનું વર્ણન કરવામાં આવ્યું છે. અગ્રાયણીય પૂર્વમાં કુલ છqલાખ પદો હતા જે વર્તમાનમાં લુપ્ત થયેલા છે. શ્રીસ્થૂલિભદ્રસ્વામી સુધીના આપણા હૃતધર મહામુનિઓ સમસ્ત દ્વાદશાંગીના જ્ઞાનવાળા હતા. જ - નિ(ઈ.) (અગ્નિ, આગ 2. તે નામે લોકાન્તિક દેવ 3. કૃત્તિકાનક્ષત્રનો દેવ). શાસ્ત્રમાં અગ્નિ બે પ્રકારે કહેવામાં આવ્યો છે. 1. દ્રવ્ય અગ્નિ અને 2. ભાવ અગ્નિ. દ્રવ્ય અગ્નિ તે છે જે પ્રજ્વલિત થતાં ઘર, મહેલ, દુકાનાદિને બાળી નાખે છે. અને ભાવ અગ્નિ તે અંતરમાં ઉત્પન્ન થનારો પરિણામવિશેષ છે. જે આત્મામાં આ ભાવાગ્નિ ઉત્પન્ન થાય છે તેના પૂર્વકૃત બધા જ સુકૃત્યોને બાળી નાખવાનું કાર્ય કરે છે. સાધુ-સાધ્વી માટે તો કહેલું છે કે, જે કષાયોરૂપ ભાવાગ્નિમાં લેવાય છે તેના ચારિત્રનો સમૂળગો નાશ થાય છે. યાદ રાખજો! ભવ બગાડે તે ભાવાગ્નિ. જ () - ગન (.) (જમદગ્નિ નામક તાપસ, યમ તાપસનો શિષ્ય) જમદગ્નિ તાપસ ઘોરતપસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મર્ષિ પરશુરામના પિતા હતા. આ જમદગ્નિ ઋષિએ કામાગ્નિવશાતુ પોતાની પત્નીની. રેણુકા નામક બહેન સાથે પ્રેમસંબંધ બાંધતા તેણીના પતિના હાથે પ્રાણ ગુમાવવા પડ્યા હતાં.