Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પહેલાના સમયમાં રાજાઓ અનેક રાણીઓ રાખતા હતા. તેમાં રૂપાદિ ગુણો જેમાં વિશિષ્ટ હોય તેને પટરાણી તરીકે સ્થાપતા હતા. આ પ્રમાણે દેવલોકના ઈદ્રો પણ પોતાની પટરાણી સ્થાપે છે જેને ઈંદ્રાણી કહેવામાં આવે છે. માસ - અપૂવર (.) (પ્રધાનરસ 2. શૃંગારરસ, શૃંગારરસોત્પાદક રત્યાદિ) વર્તમાન સમયમાં બળાત્કાર, છેડતી, અપહરણ વગેરેનું પ્રમાણ વધી ગયું છે. તેનું કારણ શૃંગારરસને ભડકાવનારા પિશ્ચર, ટીવી ઉપરના પ્રોગ્રામ, ચેનલો, પુસ્તક વગેરેનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. સાથે-સાથે મહત્ત્વનું એક અન્ય કારણ છે ઉભટવસ્ત્રોનો પહેરવેશ. ચેનલો આદિથી વિકૃત થયેલા જનમાનસ માટે બહેન-દીકરીઓના ઉદ્ભટવસ્ત્રોમાં દેખાતા અંગોપાંગ અને લટકા-મટકા પેટ્રોલવાળી જગ્યામાં દીવાસળી ચાંપવા જેવું કામ કરે છે. તેથી જ પહેરવેશ વિશે ધર્મબિંદુ પ્રકરણમાં ગ્રંથકારે જણાવ્યું છે. પહેરવેશથી વ્યક્તિનું કળ, સંપત્તિ, સંસ્કાર આદિનું અનુમાન થાય છે તેથી શ્રાવકનો પહેરવેશ પોતાના કુટુંબ અને ખાનદાનીને અનુરૂપ હોય કિંતુ, ફેશનના નામે અન્યને માટે વિષયોત્પાદક ન હોવો જોઈએ. try () (રસોમાં પ્રધાન 2. સુખમાં પ્રધાન) શાસ્ત્રોમાં શૃંગારરસના ઉત્પાદક સાધનો જણાવતાં કહે છે કે, પુષ્પોની માળા, અલંકારોને ધારણ કરવા, પ્રિયજનની સાથે પ્રેમાલાપ, ગીત ગાવા, રતિક્રીડા કરવી, વિવિધ પુષ્પોથી ભરપૂર ઉદ્યાનોમાં ફરવું વગેરે શૃંગાર રસોત્પાદક સાધનો છે. - મન (જ.). (ક્યાસીમાં મહાગ્રહનું નામ 2. બારણામાં આડું મૂકવાનું લાકડું, આગળિયો) સોના-ચાંદી, રાચરચીલું આદિ ઘરના કિંમતી સરસામાનનું રક્ષણ કરવા તાળું લગાવેલા બારણાને અર્ગલાથી બંધ કરીને જેમ વધુ સેફ્ટી કરીએ છીએ. તેમ વિનય, વિવેક, ચારિત્ર વગેરે ગુણોના રક્ષણ માટે મનને બહારના નિમિત્તોથી વાળવાની સાથે પચ્ચખ્ખાણનિયમ લેવો પણ એટલો જ અગત્યનો છે. કોઈક વખત ભૂલથી મન તે વસ્તુ માટે લાલાયિત થઈ જાય ત્યારે લીધેલા પચ્ચખાણથી મન રોકાઈ જાય છે અને આત્માની અમૂલ્ય ગુણનિધિનું રખોપું થાય છે. अग्गलपासग - अर्गलपाशक (पुं.) (જેમાં ભોગળ નાંખવામાં આવે છે તે, ભોગળના પાસા, જેમાં આગળિયો નાખવામાં આવે છે તે) अग्गलपासाय - अर्गलाप्रासाद (पुं.) (જ્યાં આગળો દેવામાં આવે છે તે ઘર, જ્યાં ભોગળ લગાવવામાં આવે છે તે મહેલ) ના - મના (સ્ત્ર.) (ભોગળ, નાનો આગળિયો, બારણું વાસવાનો કોઈપણ આગળો) તીર્થકર અને સિદ્ધ ભગવંતોની જેમ આપણો આત્મા પણ અસીમ શક્તિનો સ્વામી હોવા છતાં ય અનંતકાળથી કર્મરૂપી અર્ગલાથી જકડાયેલો છે. તેથી સ્વશકિતઓને ભૂલીને શક્તિહીન થયેલો આપણો આત્મા સામાન્યકાર્ય માટે પણ અન્યના સહયોગની આશા રાખે છે. અવે (રેશ) (નદીનું પૂર) ખેતરમાં પશુ ધૂસી ન જાય તેના માટે વાડ બનાવીને સુરક્ષિત કરવામાં આવે છે. નદીનું પૂર ગામને તારાજ ન કરી દે તેના માટે પાળ બનાવીને સુરક્ષિત કરવામાં આવે છે. પરંતુ અશુભ મન-વચન-કાયાના યોગો તમારા આવનારા ભવો બગાડી દેશે તેનો વિચાર કર્યો છે? જો ના, તો આજથી જ શુભ મન-વચન-કાયાના યોગોની વાડ ઊભી કરીને આવનારા ભવો સુરક્ષિત કરી દો. માસિર - રૂશિર (2) (મસ્તકનો આગળનો ભાગ) સામુદ્રિકશાસ્ત્રમાં વ્યક્તિના અંગોપાંગના આધારે તેના સ્વભાવ તથા ભૂત-ભાવિની ઘટનાનો ફળાદેશ કરવામાં આવેલો છે. તેને 115