Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કરવાના કુલ દસ સ્થાન બતાવ્યા છે. તેમાં એક પ્રકાર છે ગ્લાનની વેયાવચ્ચ, નિર્ધામણા કરવાનાર સાધુ ધીર, ગંભીર, ઔદાર્ય, સહિષ્ણુ તથા દૃઢ મનોબળાદિ વિશિષ્ટ ગુણોના ધારક હોય છે. આવા નિર્ધામકગુણધારી સાધુને અપ્રતિમ આરાધક કહેલા છે. ૩૧દ્ધ - મwાઈ (જ.) (પૂવધિ) વ્યવહારમાં કહેવાય છે કે જેનો અંત સારો તેનું બધું જ સારું. પરંતુ આધ્યાત્મિક જગત કહે છે કે, જેનો વર્તમાન સારો તેનું ભવિષ્ય પણ સારું હોય છે. કારણ કે વ્યક્તિ વર્તમાનમાં પણ જે સુખ કે દુઃખ પ્રાપ્ત કરે છે તેમાં પૂર્વે કરેલા કર્મો જ તો કારણભૂત હોય છે. એટલે વર્તમાનમાં તમે કોઈ ખરાબ કાર્ય ન કરો જેથી તમારું ભવિષ્ય બગડે. ૩થાપત્ર - માનવ ($, 1.) (લટકતા લુંબનો અગ્રભાગ, લટકતા ફળોના ઝુમખાનો અગ્રભાગ) જેના અગ્રભાગે આમ્રફળો ઝૂલી રહેલા છે તે આંબાનું વૃક્ષ જગત આખાને સંદેશો પાઠવી રહ્યું છે કે, તમે ધનવાન, જ્ઞાનવાન, રૂપવાન કે કલાવાન બનો તેની સાથે-સાથે વિનયવાન પણ બનજો. તમારી કલા વૈશિશ્યથી તાડના ઝાડની જેમ અહંકારી ન બની જતાં કે કોઈ તમારા સુધી પહોંચી ન શકે, પરંતુ એટલા નમ્ર બનજો કે સહુ તમને પોતાના ગણે. કેમ કે “નમે તે સહુને ગમે'. ૩rfપંડ - મw () fપv૩ (.) (ભિક્ષામાં આપવા કે કાગડા કુતરા વગેરેને નાખવા માટે પહેલેથી કાઢી રાખેલા ભોજનનો અમુક ભાગ) હજુ હમણા સુધી આપણા ભારત દેશમાં વસતા લોકોના હૃદયમાં પરસ્પર માટે વત્તાઓછા અંશે લાગણીઓ હતી. માત્ર માનવ માટે જ નહીં પશુ માટે પણ પ્રેમ જોવા મળતો હતો. હાથીઓથી લઇને નાની કીડી માટે પણ લોકો ફીકર કરતાં. લોટ દળ્યો હોય તો થોડોક લોટ કીડીઓના નગરામાં સીંચતા. રોટલી બને તો પહેલા ગાય-કૂતરાના ભાગની રોટલી બને. અતિથિ દેવો કહેવાતાં. પરંતુ આજનું ભારત માત્ર સ્વાર્થથી ઉભરાઈ રહ્યું છે. પોતાના સ્વજનો માટે પણ દિલમાં લાગણી નથી. તો બીજાની તો શી વાત? પૂથા - ગpપૂના (સ્ત્રી) (જિનપ્રતિમા-ઈષ્ટદેવની આગળ કરવામાં આવતી “પાદિ અગ્રપૂજા) જિનાલયમાં તીર્થકર ભગવંતની પ્રતિમાથી ઉચિત અંતરે સુગંધી દ્રવ્યોથી બનેલા ધૂપ, દીપક, અક્ષત, ફળ, નૈવેદ્ય, આરતી, દીવો આદિ જે પુજા-ભક્તિ કરવામાં આવે છે તે અગપુજા કહેવાય છે. યાદ રાખજો ! ત્રણ લોકના નાથને આવી કોઈ પૂજાની અપેક્ષા કે આકાંક્ષા નથી કિંતુ તે-તે પૂજા આપણા આત્માની શુદ્ધિ તથા શ્રેષ્ઠતા માટે કરવાની છે. અનુપટ્ટાર () - અપ્રહારિન(પુ.). (પ્રથમ પ્રહાર કરનાર, પહેલો પ્રહાર કરનાર) યુદ્ધમાં એવું વિચારવામાં નથી આવતું કે પહેલો પ્રહાર સામેવાળો કરે પછી હું કરું, ત્યાં તો “પહેલો ઘા રાણાનો ઉક્તિને અનુસરીને પ્રહાર કરવામાં આવે છે. વાત પણ ખોટી નથી કેમકે, જે પહેલો પ્રહાર કરનાર હોય તે જ જીતતો હોય છે. કર્મોનું પણ કાંઈક એવું જ છે. તે જગતના જીવો પર પ્રહાર કરતા વિચારતો નથી. તે જીવો પ્રત્યે રહેમ નજર પણ રાખતો નથી. જ્યારે આપણે દુઃખમાં કર્મો પર પ્રહાર કરવાને બદલે ભાગ્યને કોસતા રહીએ છીએ. અayવીર - સાવન (6) (અગ્રભાગે બીજ જેને ઉત્પન્ન થાય છે, જેની ઉત્પત્તિમાં તેનો અગ્રભાગ કારણ હોય છે, કારંટાદિ બીજપ્રકારની વનસ્પતિ) વનસ્પતિઓમાં બીજ જુદા-જુદા પ્રકારના હોય છે. જેમ કે અઝબીજ, પર્વબીજ, મૂળબીજ, સ્કંધબીજ વગેરે. કેટલીક વનસ્પતિના બીજ મૂળમાં હોય છે. કેટલીક વનસ્પતિના બીજ તેની ગાંઠમાં રહેલા હોય છે જેમ કે શેરડી. તો કેટલીક વનસ્પતિઓનું બીજ તેના અગ્રભાગે હોય છે જેમ કે કેરીની ગોટલો. જ્યારે કેટલીક વનસ્પતિઓનું ફળ એ જ ખુદ બીજ જેવું હોય છે. તેનું કોઇપણ અંગ વાવો તો નવી ઊગી નીકળે છે. જેમ કે બટાટા, સૂરણ વગેરે. ગામfહલી - મઘમઘી (ત્રી.) (મુખ્ય રાણી, પટરાણી 2. ઈંદ્રાણી) 114