Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જો(રેશ) (ઇદ્રગોપ, એક જાતનો ક્ષુદ્ર જીવ-જંતુ 2. મંદ) વર્તમાન જીવનશૈલીમાંથી સમય બચશે તો ધર્મ કરશું નહીંતર ફુરસદના સમયે યથાશક્તિ કરીશું. આવી વિચારશૈલીવાળાઓ કદાચ જીવનમાં કેરિયરની રેસમાં આગળ નીકળીને વિકાસ તો સાધી લે છે. પરંતુ તેઓ આધ્યાત્મિક વિકાસની રેસમાં તો ગોકળગતિએ ચાલી રહ્યાં છે. સબૂર! ભૌતિકવિકાસમાં ગમે તેટલા આગળ હશો પણ આત્મહિતમાં પાછળ રહ્યા તો એ ભૌતિકવિકાસ કાંઈ કામ નહીં લાગે. ગજવીજ - મનવા (2) (હોમ, યાગાદિ વિધિ) આર્ય પ્રભવસ્વામીએ પોતાના ઉત્તરાધિકારીપદને યોગ્ય શઠંભવ બ્રાહ્મણને જાણ્યો તેથી તેમને પ્રતિબોધ કરવા માટે બે શિષ્યોને તેમના દ્વારા જયાં યજ્ઞવિધિ ચાલી રહી હતી ત્યાં મોકલ્યા અને કહેવડાવ્યું કે, “હે શ્રેષ્ઠ છું તત્ત્વ ન જ્ઞાય પર' આ વાક્ય પરથી રહસ્યશોધ કરતાં જે જગ્યાએ હોમ ચાલી રહ્યો હતો તેની નીચેથી જ શાંતિનાથ પ્રભુની પ્રતિમા મળી. વૈરાગ્ય પામીને તેમણે પ્રભવસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. જેઓએ આગળ જતાં દશવૈકાલિકસૂત્ર જેવા મહાન ગ્રંથની રચના કરી હતી. अग्गिकारिया - अग्निकारिका (स्त्री.) (અગ્નિકર્મ 2. હોમ) પંચ મહાવ્રતધારી, ઉત્કૃષ્ટ અહિંસાના પાલક શ્રમણોને દ્રવ્યઅગ્નિનો સ્પર્શ કે ઉદ્દીપન કરવાનો નિષેધ છે કારણ કે, તેમાં પ્રચુર માત્રાએ જીવહિંસા થાય છે. પરંતુ તે જ નિગ્રંથોને શાસ્ત્રો કહે છે કે, સંયમના ઉત્કૃષ્ટ પાલન અને શાસ્ત્રોના તાત્વિક અભ્યાસ દ્વારા આત્મામાં એવી શુભભાવાગ્નિ ઉત્પન્ન કરી કે, જેની અંદર પૂર્વસંચિત સઘળાય કર્મો સ્વાહા થઇ જાય. વાસુમાર - નવાર (કું.) (અગ્નિકુમાર દેવ, ભુવનપતિનિકાયના દેવનો એક પ્રકાર) કુતૂહલપ્રિય હોવાથી કુમારરૂપે ઓળખાતા ભુવનપતિદેવોના દશપ્રકારોમાં અગ્નિકુમારનો પણ સમાવેશ થયેલો છે. આ અગ્નિકુમારદેવોના મૂળશરીરનું દેહપ્રમાણ સાત હાથ હોય છે અને તેઓને કૃષ્ણ નીલ કાપોત તથા તેજસ આ ચાર વેશ્યાઓ હોય છે. તીર્થંકર પરમાત્માના નિર્વાણ કલ્યાણકના અવસરે અગ્નિકુમારદેવો તેમની ચિતાને અગ્નિ અર્પે છે. अग्गिकुमाराहवण - अग्निकुमाराह्वान (न.) (અગ્નિકુમારદેવોનું આહ્વાન) જિનશાસનમાં જેમ ભક્તિ પ્રધાન સ્તુત્યાદિની રચના થઇ છે તેમ, પૂજા-પૂજનોની પણ રચના કરવામાં આવેલી છે. જયારે પણ આ પૂજા-પૂજનો ભણાવવામાં આવે છે ત્યારે પૂજનાદિ નિર્વિને પાર પડે તદૂહેતુ વિવિધ પ્રકારના દેવોનું આહ્વાન કરવામાં આવે છે. જ્યારે ધૂપ કે દીપ પૂજાનો સમય આવે છે ત્યારે અગ્નિકુમારદેવોનું આહ્વન કરવામાં આવતું હોય છે. અને ચિંતવને કરવામાં આવે છે કે, અહીં જે અગ્નિ પ્રગટાવવામાં આવેલો છે તેમાં રહેલા જીવોનું પણ કલ્યાણ થાઓ. માર્ચ - માનેય (ઈ.) (આગ્નેયાભ વિમાનવાસી લોકાન્તિક દેવ) ઊર્ધ્વલોકસ્થિત પાંચમાં દેવલોકના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં આઠ કૃષ્ણરાજિ આવેલી છે. તેમાંની ઉત્તરદિશાની બે કૃષ્ણરાજિઓ મળે આગ્નેયાભવિમાનમાં જે દેવો વસે છે તેઓની ઓળખાણ નવલોકાન્તિકદેવોમાં આગ્નેયદેવો તરીકે થાય છે. अग्गिच्चाभ - आग्नेयाभ (न.) (આગ્નેયાભ વિમાન, ઉત્તરદિશા તરફની બે કૃષ્ણરાજીની વચ્ચે આગ્નેયાભ નામનું પાંચમાં લોકાન્તિક દેવલોકનું એક વિમાન) अग्गिजस - अग्नियशस् (पुं.) (દ્વીપ કે સમુદ્ર વિશેષનો તે નામનો અધિપતિ દેવ, અગ્નિયશ દેવ) જેમ પ્રાચીનકાળમાં નગર કે દેશના રાજાઓ પોતાના રાજ્ય અને પ્રજાનું રક્ષણ કરતા હતાં, તેમ તિચ્છલોકના પ્રત્યેક દ્વીપો અને 118