Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગીતાર્થ ભગવંતોના અનેક ગુણોમાં એક ગુણ ગાંભીર્યતાનો પણ છે. તેઓ અન્યોના અત્યંત ગુહ્ય દોષોને, જઘન્યપાપોને જાણતા હોવા છતાં પણ ક્યારેય સામેવાળાને શરમાવતા નથી કે બીજા લોકોની વચ્ચે તેને ઉઘાડો પાડતા નથી. પરંતુ વાત્સલ્યપૂર્વક અનુકૂળ સમયે તે વ્યક્તિ દોષરહિત થઈ ધર્મમાર્ગને વિષે આગળ વધે તેવો પ્રયાસ કરે છે. ટ્ટ - પ્રાઇ (ત્રિ.). (હસ્તાદિથી ન લઈ શકાય તેવું, અગ્રાહ્ય 2. આલિંગનને અયોગ્ય 3. જેને માપી ન શકાય તેવું) જેમ વૃક્ષ, વિમાન, બિલ્ડીંગ આદિ અત્યંત સ્થળપદાર્થો છે તેમ અનેક એવા પદાર્થો પણ છે જે ચક્ષુથી જોઈ શકાતા નથી. બાયોસ્કોપ જેવા યંત્રોના સહારે આવા પદાર્થો જોઈ શકાય છે. કમાલની વાત એ છે કે દુનિયાના શ્રેષ્ઠ સાધનો દ્વારા વર્ષો પર્યન્ત સંશોધનો કરીને આજનું વિજ્ઞાન જે સૂક્ષ્મપદાર્થો સાબિત કરી રહ્યું છે તેવી બાબતોને અને વિજ્ઞાન જ્યાં હજુ પહોંચ્યું પણ નથી તેવા અત્યંત સૂક્ષ્મપદાર્થોને હજારો વર્ષ પૂર્વે ભગવાને કેવળજ્ઞાનના પ્રભાવે જણાવી દીધા છે. જેમાં આત્મસિદ્ધિ, પરમાણુ, સમય વગેરે અત્યંત સૂક્ષ્મ વિષયોનો પણ સમાવેશ થાય છે. યિત્ર - માહીતગ (ત્રિ.) (ગ્રહણ કરવા યોગ્ય ન હોય તે, છોડવા યોગ્ય, હેય 2. ઉપેક્ષા કરવા યોગ્ય) શાસ્ત્રોના જાણકાર-જ્ઞાની ભગવંતે આપેલો ઉપદેશ ભવ્યજીવ માટે અત્યંત ઉપકારક નિવડે છે. તથા તેમના સાંનિધ્યમાં રહેવાનું જો સદ્ભાગ્ય મળે તો તે લાપસીમાં ઘી નાંખવાની જેમ ગુણકારી થાય છે. જયારે અજ્ઞાની તથા મૂર્ખલોકોની સાથેના વ્યવહારને રાખમાં ઘી નાખવાની જેમ વ્યર્થ જણાવીને તેને સજ્જનો માટે ત્યાજ્ય ગણાવ્યો છે. કારણ કે એવા લોકોની સાથેના ગમે તેવા સારા વ્યવહારથી પણ લાભ તો દૂર કિંતુ હાનિ થવાની સંભાવના જ રહે છે. મીઠું - સમૃદ્ધ (ત્રિ.) (અલોલુપ, મૂછનહીં પામેલું, અનાસક્ત) આ અવસર્પિણી કાળના આદ્ય ચક્રવર્તી મહારાજા ભરત બધા જ પ્રકારની ભોગ સામગ્રી ભોગવવા છતાં અનાસક્ત હતા. આથી જ શાસ્ત્રમાં તે અનાસક્તભોગી તરીકેની ખ્યાતિ પામ્યા. પરમાત્માએ પણ કહેલું છે કે ભોગો એટલા ભયંકર નથી જેટલી તેમાં રાખેલી આસક્તિ. વાસ્તવમાં જોતાં આસક્તિ એ જ સંસાર અને અનાસક્તિ એ જ મુક્તિ જણાય છે. મિત્રા - માતાનિ (સ્ત્રો.) (ખેદનો અભાવ, નિર્જરા માટેનો ઉત્સાહ, હોંશ) ગુરુની, જ્ઞાનીની, વયોવૃદ્ધ, તપસ્વી, મહાનસંયમી આદિ ગુણગરિષ્ઠોની તથા બાળ અને ગ્લાનાદિની વેયાવચ્ચ-સેવા કરવી જોઈએ. તે પણ ફરજ બજાવતા નોકરની જેમ દીનતાપૂર્વક નહીં પરંતુ, શ્રેષ્ઠગુણોને ધારણ કરનારા આ મહાન આત્માઓની તેમજ ગ્લાન-રોગીની સેવા કરવાથી કર્મોની અત્યંત નિર્જરા દ્વારા મહાન લાભ થશે એવી સમજણપૂર્વક તેમની સેવા કરવી જોઈએ. આ વેયાવચ્ચ કેવી હોવી જોઈએ? તે સમજાવતા જણાવે છે કે, વસ્ત્ર-પાત્રાદિકનું પડિલેહણ કરવું, તેમની સેવા-ભક્તિ કરવી, ગોચરીપાણી લાવી આપવા, તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું વગેરે. મળનાડું - મનન (સ્ત્રી) (ખેદનો અભાવ, ઉત્સાહ, હોંશ) આનંદઘનજી મહારાજે શ્રીસંભવનાથજીના સ્તવનમાં ગાયું છે કે, પરમાત્માનું દર્શન પામીને મારા ભવોભવના ખેદ નાશ પામી ગયા છે. મનન કરવા લાયક આ બીના આપણને ઘણો બધો બોધ આપી દે છે. આપણને પરમાત્માના દર્શન-પૂજન વંદનમાં કે ગુરુદેવોના પ્રવચન શ્રવણમાં અથવા સામાયિક, દાન, શીયળ, તપ, ભાવના પૌષધાદિ ધર્મક્રિયા વગેરેમાં કેટલો આનંદ આવે છે તેનું માપ કાઢવા જેવું છે. જો આ બધી આરાધનાઓમાં ઉત્સાહ કે તાજગીનો અનુભવ નથી થતો તો સમજી લો કે આપણા જ કોઈક બાધકદોષોથી એ અમૃતકલ્પ જેવી ક્રિયાઓ ફળી નથી. ત્રિય - મન્નાન (કું.) (ગ્લાનિરહિત, ખેદરહિત) 109