Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અત્રિમ માપ (કું.) (બળપૂર્વક ઉલ્લંઘન 2. આગ્રહ 3. વ્યાપ્ત 4. પરાભવ, ઉચ્છેદ 5. બળાત્કારપૂર્વક 6. પરલોકપ્રાપ્તિનું સાધન વિદ્યાકર્મ વગેરે) જૈનદર્શન પ્રમાણે વિશ્વ ચૌદરાજલોક પ્રમાણવાળું માનવામાં આવ્યું છે. સમસ્ત જીવો ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલા છે. અર્થાત ચૌદરાજલોકમાં એક પણ લોકાકાશ પ્રદેશ એવો નથી કે, જેમાં જીવો નહોય. શાસ્ત્રવચન છે કે, એવી કોઇ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ કુળ નથી અને એવું એકપણ સ્થાન નથી કે જ્યાં જીવે અનંતી વખત જન્મ ન લીધો હોય. AUT - મનપા (ન.) (પરાભવ, આક્રમણ 2. પગથી ક્રીડા કરનાર) આ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તી, ભરતક્ષેત્રના છ ખંડો પર સામ્રાજ્ય ભોગવનારા, દેવો જેની સેવામાં દિવસરાત આજ્ઞા પાલન માટે તહેનાત હતા અને નવનિધિઓ જેની સેવા કરી રહી હતી છતાં પણ ચક્રવર્તી ભરત ક્યારેય અહંકારી થયા ન હતા. કેમકે તેમને ખબર હતી કે, ભલે મેં યુદ્ધમાં બીજાઓને પરાજય આપીને સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું હોય પરંતુ, ખરો વિજય તો ત્યારે જ ગણાશે જ્યારે હું કર્મોને પરાજય આપીશ. હાલ તો હું કર્મોથી પરાજિત છું માટે અહંકાર શું કરવો ? મદમા - માગ (વ્ય.) (આક્રમણ કરીને, ચડાઈ કરીને, પરાસ્ત કરીને) જેણે વિવેકરૂપી ચક્ષને ધારણ કર્યા છે, સંયમિત ઇન્દ્રિયરૂપી અશ્વો પર સવાર છે, હાથમાં મારૂપી તલવાર છે, અરિહંતરૂપી છત્રને ધારણ કર્યું છે અને જેની પાસે ગુવજ્ઞારૂપી સૈન્ય છે તેવો પુરુષ કર્મરૂપી શત્રુને પરાજિત કરીને મોક્ષના વિશાળ સામ્રાજયને ભોગવે મતશ/ના ( સ્ત્રી.) (બળાત્કાર, જબરદસ્તી 2, કંઈક ઉન્મત્ત સ્ત્રી) ઉન્માદ હંમેશાં વિનાશકારી જ હોય છે. જે ઉન્માદ દોષને વહન કરે છે તે સ્વયં અને બીજાનું માત્રને માત્ર અહિત જ કરે છે. જેમ ઉન્મત્ત થયેલો હાથી અને ઉન્માદી સ્ત્રી, હાથી ઉન્માદે ચઢ્યો હોય તો આખા જંગલનો અને પ્રાણીઓનો નાશ કરે છે જ્યારે વિકારવશ ઉન્મત્ત થયેલી સ્ત્રી પોતાની કુળમર્યાદાનો નાશ કરી સર્વનાશ નોતરે છે અને પોતાના શીલ-સદાચારને પણ ગુમાવે છે. આ (રેશમી .). (બહેન) અંબિકાદેવી સુંદર કન્યાનું રૂપ લઈને વિમલમંત્રીની સામેથી નીકળ્યા. ત્યારે મંત્રીશ્વરના મનમાં જરા પણ વિકાર ન જાગ્યો. દેવીએ પ્રત્યક્ષ થઈને કારણ પૂછ્યું ત્યારે તેઓએ જવાબ આપ્યો, મારી પત્ની સિવાયની સ્ત્રીઓમાં મને મા અને બહેનના દર્શન થતા હોય ત્યાં વિકાર કેવી રીતે પેદા થાય. આ હતું આપણા પૂર્વજોનું નૈતિક બ્રહ્મચર્યબળ, પરસ્ત્રીને મા-બહેન કે શક્તિના સ્વરૂપમાં જોવામાં આવે તો મનોવિકારનો સંભવ રહેતો નથી. મણિરેવી - અ#iણીવ (ત્રી.) (વ્યંતરદેવી વિશેષ, અક્કાસી દેવી) ફિ- વિસ્મg (a.) (શરીરના ક્લેશથી રહિત, બાધારહિત, સ્વસ્થ) વિશ્વમાં ભલે અનેક ધર્મો હોય પરંતુ તે બધાનો એક જ અવાજ છે કે, જે તમારે મુક્તિ જોઇતી હોય તો તમારા ચિત્તને ક્લેશરહિત બનાવો. તેના વિના મોક્ષ થવો અસંભવ જ છે. આથી જ તો મહોપાધ્યાય યશોવિજયજીએ વાસુપૂજયસ્વામીના સ્તવનમાં લખ્યું છે કે, “ક્લશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવ પાર' મેટ્ટ (રેશ) (અધિષ્ઠિત-સ્થિત, યોજિત, અધ્યાસિત-રહેલું) વર્તમાનકાળમાં ભાવ તીર્થંકરના અભાવના કારણે તેમની પ્રતિમાને જિનાલયમાં સ્થાપિત કરીને ઉપાસના કરીએ છીએ. આથી જ