Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરમાત્મા મહાવીરદેવના સ્વહસ્તે દીક્ષિત ધર્મદાસ ગણિ મહારાજે ઉપદેશમાળા ગ્રંથમાં કહ્યું છે કે, સાધુએ જે દિવસથી પ્રવ્રયા પ્રહણ કરી હોય તે દિવસથી જ તેને મૃષાવાદનો સર્વથા ત્યાગ હોય છે. માટે હે શ્રમણ ! તું કોઇ પણ વાતનું નિવેદન કરે ત્યારે સૌ પ્રથમ તે વાતનું પૂર્વાપર અનુસંધાન કર્યા બાદ લાગે કે, કથનમાં ક્યાંય અસત્ય નથી પછી જ તેનું ઉચ્ચારણ કરજે. અન્યથા મૌન રહેવું એ જ શ્રેયસ્કર છે. अक्खाय - आख्यात (त्रि.) (પૂર્વમાં તીર્થકર ગણધરાદિ વડે પ્રતિપાદિત 2. કહેલું, પ્રરૂપેલું) જૈનધર્મની આ એક વિશેષતા છે કે, વ્યક્તિએ સ્વયં કોઇ શાસન પ્રભાવનાદિ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તો પણ તેઓ તેનું અભિમાન કરતી નથી. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ગણધર ભગવંતરચિત આગમો. આપણા જેટલાં પણ આગમો છે તેમાં જંબુસ્વામીએ જયારે પણ સુધર્માસ્વામીને કોઇ પણ પ્રશ્ન કર્યો છે ત્યારે તેના જવાબમાં તેઓએ કહ્યું છે કે સુવં જે માસ તેvi ભાવથી વિમવલ્લવં' અર્થાત્ હે આયુષ્માનુ! મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે, તેઓએ આ પ્રમાણે કહેલું છે. એમ નહીં કે હું કહું છું. अक्खायपव्वज्जा - आख्यातप्रव्रज्या (स्त्री.) (પ્રવ્રજયાનો એક પ્રકાર, ઉપદેશાદિથી બોધ પામીને દીક્ષા લેવી તે) જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મોક્ષ છે. પરંતુ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે ઉપદેશ શ્રવણ. તત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના બે રસ્તા બતાવ્યા છે 1. સ્વભાવથી અને 2. ગુરુભગવંતના ઉપદેશ કે સંસર્ગથી. સામાન્ય લોકો માટે જ્ઞાન પ્રાપ્તિનો સરળ માર્ગ છે હંમેશાં ગુરુના ઉપદેશનું શ્રવણ કરવું. કેમકે તેનાથી જીવ શીધ્રબોધ પામશે, વ્રજયા ગ્રહણ કરશે, જ્ઞાન પ્રાપ્ત કરશે, વિરતિનું નિરતિચાર પાલન કરશે અને તેનું ફળ મોક્ષને પ્રાપ્ત કરશે. વિરવું - જક્ષ () (આંખ, નેત્ર, ચક્ષુ) શરીરનું ઉત્કૃષ્ટ અંગ મુખને ગણવામાં આવેલું છે પરંતુ, મુખમાં પણ સર્વોત્કૃષ્ટ સુંદર અંગ તરીકે આંખ છે. જૈનધર્મમાં શરીર પર મમત્વ ન કરવું જોઇએવગેરે બાબતો કહેવામાં આવી છે પરંતુ, એ જ ધર્મએ કહ્યું છે કે, તમારી આંખોની પ્રથમ રક્ષા કરજો કારણ કે, જિનધર્મમાં અહિંસાપાલન પર ભાર મૂકવામાં આવ્યો છે અને અહિંસા પાળવા માટે નેત્રોની નિરાબાધતા હોવી આવશ્યક છે. આથી જ તો મેઘકમારે પોતાની આંખ સિવાયના બધા જ અંગ સાધુ વેયાવચ્ચ માટે સમર્પિત કરી દીધા હતાં. વિશ્વેતા - અર્ચના () (આંખનું છિદ્ર, આંખની અંદરનો ભાગ) પરમાત્મા માટે શાસ્ત્રમાં ઘણાબધા ગુણોનું કથન આવે છે તેમાંનું એક છે, માર્થિવ્યસનીના' અર્થાત પરમાત્મા સર્વકાળે દરેક ભવોમાં હંમેશાં પરોપકારના સ્વભાવવાળા હોય છે. તેમનું દરેક કાર્ય પરાર્થ માટે જ હોય છે. અરે ! ઓલા સંગમદેવે પ્રભુ વીર પર ઘોર ઉપસર્ગ કર્યા અને હારીને પાછો ફર્યો ત્યારે મહાવીરદેવની આંખોમાં આંસુ આવ્યા તે પણ ઓલા સંગમદેવની ઉપર દયા ખાતર. વિત્ત - મક્ષિક (કિ.). (જેનો આક્ષેપ કરાયો હોય તે 2. આકર્ષિત, આકૃષ્ટથયેલું, ખેંચાયેલું 3. નમાવેલું 4. લલચાવેલું 5. સ્થાપિત) સજજન અને દુર્જનમાં માત્ર એટલો જ તફાવત છે કે જ્યાં શાસ્ત્રની ઉક્તિ હોય ત્યાં સજ્જનની મતિ હોય અને દુર્જન હંમેશા પોતાની મતિને અનુસાર શાસ્ત્રની ઉક્તિ ખેંચતો હોય છે. અર્થાત પોતાની બુદ્ધિને અનુસાર શાસ્ત્રોના અર્થ કરતો હોય છે. આથી જ હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે, કપિલ વગેરે પર અમને દ્વેષ નથી અને મહાવીર વગેરે પર અમને રાગ નથી, પરંતુ જેનું યુક્તિયુક્ત વચન છે તેને જ સ્વીકારીએ છીએ. વાઘ (વર) ર - ક્ષેત્ર (1) (ક્ષેત્રનો અભાવ 2. મર્યાદિતક્ષેત્રની બહારનો પ્રદેશ, ક્ષેત્રની બહારનું) ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં સાધુને કેવા સ્થાનમાં ઉતરવું તેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. જે સ્થાનમાં સાધુ પોતાની આચારમયદાને