Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કરોડોની સંપત્તિ છે, તેવો ધનાઢ્ય પુરુષ બીજાને ધનાઢ્ય બનાવી શકે છે. આપણને અક્ષત અને અવ્યાબાધ સુખ જોઇએ છે પરંતુ, તેના માટે સ્વયં કર્મોથી લેપાયેલા અને હર્ષ-શોક કરનારા દેવ-દેવીઓ પાસે જવાથી તે સુખ નહીં મળે. તેના માટે જે સ્વયં અક્ષયસુખના સ્વામી છે અને જે સંસારના ભાવોથી પર છે એવા વીતરાગી પરમાત્મા પાસે જ જવું પડશે. अक्खुआआरचरित्त - अक्षताकारचरित्र (पुं.) (અખંડ ચારિત્રવાળો, અતિચારરહિત ચારિત્ર પાળનાર) ગઈકાલ સુધી જે કોઈનો દીકરો કે નોકર ઇત્યાદિ હતો તે મસ્તક મુંડીને સાધુ બનતાં મહારાજા બની જાય છે. કેમ કે વ્રજયા ગ્રહણ કરીને તે કર્મો સામે ખુલ્લંખુલ્લું યુદ્ધ જાહેર કરે છે અને તે કર્મરાજાને સંદેશો પાઠવે છે કે, મારી પાસે પંચ મહાવ્રત, દશવિધ સામાચારીરૂપી સૈન્ય અને અઢારહજાર શીલાંગરથ છે. આમની સહાયથી નિરતિચાર પાલન કરીને હું તારી પર જય મેળવીને જ રહીશ. મgછUT - અક્ષા (ત્રિ.). (અવિચ્છિન્ન, અત્રુટિત) આપણે પરંપરામાં ખૂબ માનીએ છીએ જેમ કે, કુટુંબમાં પાળવામાં આવતા રીતિ-રિવાજો , પૂર્વજોએ ઘડેલા કેટલાક નિયમો, ધંધામાં ફાયદો મેળવવા માટે નક્કી કરેલા કેટલાક ધારા-ધોરણો આ બધામાં આપણે કોઇપણ જાતનો વિચાર કર્યા વિના તે રસ્તે ચાલીએ છીએ. તો પછી સર્વજ્ઞકથિત અને મહાપુરુષો દ્વારા આચરિત માર્ગ પર ચાલવાથી કેટલાયનું કલ્યાણ થયું છે અને થાય છે તે જાણવા છતાં પણ પૂર્વથી અવિચ્છિન્ન ચાલી આવતા આ માર્ગ પર ચાલવા માટે શું કામ સો વાર વિચાર કરવો પડે છે? શું કલ્યાણની ઇચ્છા નથી? મચ્છુદ્ર - અક્ષક (નિ.) (ઉદારમતિ 2. અક્ષુદ્ર 3. અકપણ, લોભી નહીં તે 4. અધૂર) શબ્દના ઘણા અર્થો થાય છે. જેમકે તુચ્છ, દરિદ્ર, હલકો, ક્રૂર, અગંભીર ઇત્યાદિ. જે ક્ષુદ્ર નથી તે અશુદ્ર કહેવાય. શ્રાવકના 21 ગુણો જે બતાવ્યા છે તેમાં પ્રથમ ગુણ અક્ષુદ્રતા છે. અર્થાત શ્રાવક ઉદાર-ગંભીરમતિ હોય. કારણ કે ધર્મોપાર્જનમાં કે શાસનપ્રભાવનામાં ઔદાર્યગુણની પ્રાથમિકતા બતાવી છે. કુપણ પોતાની મતિજડતાના કારણે ધર્મના ઉચિતસ્થાને પણ દ્રવ્યય કરી નથી શકતો. માટે ધર્મસાધનમાં તેને અયોગ્ય બતાવ્યો છે. પંચાશક ગ્રંથની અંદર ધર્મને સૂક્ષ્મબુદ્ધિસાધ્ય બતાવ્યો છે. માટે તેને સાધનારો પણ તથા પ્રકારની યોગ્યતાવાળો હોવો જોઈએ. अक्खुपुरि - अक्षपुरि (स्त्री.) (અક્ષપુરી નામક નગરીવિશેષ) જ્ઞાતાધર્મકથાંગસૂત્ર નામના આગમમાં આવતા વર્ણન પ્રમાણે અક્ષપુરીમાં સૂરપ્રભ નામનો ગ્રહપતિ હતો. તેની ભાર્યાનું નામ સૂરશ્રી હતું. તેની કુક્ષિથી સુરપ્રભાદિ જે પુત્રીઓ જન્મી હતી તે સૂર્યની અગમહિષીઓ બની હતી. અધેવ - માપ (6) (આક્ષેપ 2, આશંકા 3. પૂર્વપક્ષ 4. ઓગણીસમું ગૌણ ચૌર્યકર્મ પ. ભર્સના 6. અપવાદ 7. આકર્ષણ 8. ધનાદિ નિક્ષેપણ 9. અર્થાલંકારનો ભેદ 10. નિવેશના 11. ઉપસ્થાપના 12. અનુમાન 13. તિરસ્કારયુક્ત વચન) આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે, મર્યાદાના અર્થમાં ઉપદિષ્ટ અર્થ વિશે આશંકા કરે તે ઉચિત નથી, જેમકે સુત્ર બે પ્રકારના છે એક સંક્ષેપવાળા અને બીજા વિસ્તારવાળા. યથા સામાયિક અને ચૌદપૂર્યો. પરંતુ નમસ્કાર મહામંત્ર કે જે સંક્ષેપમાં પણ નથી કહેલો કે વિસ્તૃતપણે પણ નથી કહેલો. એવી કોઈ પ્રરૂપણા કરે તો તે અયોગ્ય છે. કારણ કે તેવી કોઈ ત્રીજા પ્રકારની પરિકલ્પના શાસ્ત્રોમાં વિદ્યમાન નથી. ગવવી - આક્ષેપvi (સ્ત્રી) (શ્રોતાનું તત્ત્વ પ્રત્યે આકર્ષણ થાય તેવી ધર્મકથા, ધર્મકથાનો એક ભેદ) જેના શ્રવણથી સાંભળનારનું મન તેના રહસ્ય પ્રત્યે આકર્ષિત થાય તેવી ધર્મકથાને આપણી ધર્મકથા કહેવાય છે. તે ચાર પ્રકારે છે.