Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ લયસ્ત - (fe.) (અકુશલ, અનિપુણ 2. ખેદને નહીં જાણનાર) મૂર્ખ વ્યક્તિઓ ઉપદ્રવયુક્ત દેશનું, નઠારા ધંધાનું, દુષ્ટ નારીનું, કુત્સિત-ખરાબ સોબતનું અને દૂષિત ભોજનનું સેવન કરે છે. જેના લીધે તેઓ ડગલે ને પગલે દુઃખી થયા કરે છે. જયારે ડાહ્યા માણસો ઉપરોક્ત વસ્તુઓનો ત્યાગ કરીને હંમેશાં સુખી રહે છે. મr - 3 (કું.) વૃક્ષ 2. પર્વત 3. સૂર્ય 4. ગમન નહીં કરનાર શૂદ્રાદિ). વૃક્ષો પોતાના સ્થાનથી ક્યારેય ખસતા નથી. પર્વત ગમે તેવા પવનની સામે અડીખમ ઊભો જ રહે છે. સૂર્ય પણ પોતાની નિર્ધારિત ગતિથી ક્યારેય વિચલિત નથી થતો. એકમાત્ર મનુષ્ય જ એવું વિચિત્ર પ્રાણી છે કે, જો ક્યાંય લાલચ દેખાઈ કે પોતાના ન્યાય, નીતિ અને સદાચારને નેવે મૂકીને તરત જ અનાચારમાં પ્રવૃત્ત થઈ ગયો. હાય રે લાલચ બુરી બલા ! - અસુર (પુ.) (અસુર, દૈત્ય) શાસ્ત્રોમાં વિપરીત સમજને મિથ્યાત્વ કહ્યું છે. તેનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાનતામાં સમાયેલું છે. વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય પણ જો તેનામાં જ્ઞાનનું વૈપરીત્ય હોય તો તે વ્યક્તિ માટે દૈત્યનું કામ કરી જશે. અનંતાનંત જીવો આવા મિથ્યાત્વરૂપ અસુરના ભરડામાં અનંતકાળથી ભટકી રહ્યાં છે. મિથ્યાજ્ઞાન એ જ ખરેખરો અસુર છે જે જીવને ભવોભવ હલાલ કરતો રહે છે. અફસમાવUNI - માતિસમાપન્ન (ઈ.) (નારક, નરકાદિગતિમાં ગયેલ, દુર્ગતિ પ્રાપ્ત). સ્થાનાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે નારકો બે પ્રકારના છે. એક ગતિસમાપન અને બીજા અગતિસમાપન્ન. ગતિદંડકમાં પ્રાપ્ત થયેલા જીવો નરકમાં જતાને અથવા નરકપણે ઉત્પન્ન થયેલાને ગતિસમાપન્ન કહે છે. જયારે અગતિસમાપન્ન એટલે દ્રવ્યનારકો અર્થાતું, ચલ-સ્થિરત્વની અપેક્ષાએ અગતિસમાપન્ન સમજવા. (કેળુ-કદલીફલ 2. ટુકડારૂપ સમારેલું ફળ 3. અધ્વકલ્પ-કાળકલ્પ) સાધુ ભગવંતોના આહાર-પાણીની ખેવને કોઇ એક સંઘની નહીં પરંતુ, સમસ્ત જૈનોની છે. તેઓ ધર્મોપદેશ દ્વારા પ્રાણીમાત્રના હિતનું સર્વોપરિ કાર્ય કરતા હોય છે. એટલે જૈન હોવાના નાતે દરેક જૈનને તેમના આહાર-પાણી ઉપધિ આદિ બાબતોનો ચોકકસ ખ્યાલ હોવો જ જોઈએ. ગોચરી વહોરાવતી વખતે એ ખ્યાલ હોવો જ જોઇએ કે, તેમને અચિત્ત આહાર-પાણી કલ્પ, સમારેલા ફળો 48 મિનિટ પછી જ વહોરાવવા કલ્પે વગેરે. જો આપણે આ બાબતોનું ધ્યાન નથી રાખતા તો સમજવું કે આપણે માત્ર જન્મે જૈન છીએ, કર્તવ્યતાની રૂએ નહીં. માંોિદો (રેશ). (યૌવનોન્મત્ત, યુવાનીથી ઉન્મત્ત થયેલું) આજના યુવાનો ફેશન-વ્યસન અને ઉદ્ધત વર્તનમાં પોતાની આન-બાન અને શાન સમજે છે. યુવાનીના મદમાં છાકટા થયેલા તેઓ રોજ સવાર પડે ને જાણે પોતે હીરો હોય તેમ કલાકો સુધી દર્પણ સામેથી ખસે નહીં. સ્ત્રીઓની જેમ ચેનચાળાઓ કર્યા કરે અને જેને ગધેડાઓ પણ ન સુંધે તેવા તમાકુ, ગુટકાઓને મોઢામાં ટેસથી ચલાવતા ફરે છે ત્યારે સંત કબીરના પદો યાદ આવી જાયઃ 'मुखडा क्या देखो दर्पन में, धन यौवन ज्यूं ढलता पानी, ढल जाए इक पल में, मुखडा क्या देखो दर्पन में' अगंडूयग - अकण्डूयक (पुं.) (નહીં ખંજવાળવાનો અભિગ્રહવિશેષ ધારણ કરનાર) બાર પ્રકારના તપમાં એક તપ આવે છે ઇચ્છાનિરોધ. જેમાં ઇચ્છાઓ પર કાબૂ મેળવવો એ જ તપ બને છે. આવો તપ કરનારા ઘણાબધા તપસ્વીઓ હોય છે. તેમાં સર્વોત્કૃષ્ટ ઈચ્છાનિરોધનો તપ જિનકલ્પી સાધુઓમાં હોય છે. તેઓ કોઇપણ જાતની અપેક્ષાઇચ્છારહિત હોય છે. આહાર મળ્યો તોય શું કે ન મળ્યો તોય શું. ઠંડી ગરમી કે કોઈપણ ઋતુમાં તેઓ રક્ષણ શોધતો નથી. અરે