Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વન - અક્ષા (ત્રિ.) (નહીં તૂટેલું 2, ક્ષય ન પામેલું, અક્ષય) હે નાથ! હું આખી જીંદગી શાશ્વત સુખ મેળવવા માટે પુગલો પાછળ ભાગતો રહ્યો. મને પૈસામાં સુખ દેખાયું તો તેને મેળવવા દિન-રાત ખાધા-પીધા વિના, તબિયતને જોયા વિના તેની પાછળ ભાગ્યો, પત્ની પુત્ર કુટુંબાદિ પાછળ પાગલ બનીને તેમાં સુખ ગોતતો રહ્યો, બાહ્ય ભોગસામગ્રીમાં સુખને ફંફોસતો રહ્યો. પણ સાલા બધા જ ઠગારા નીકળ્યા. એકેયમાં મને કાયમી સુખ ન મળ્યું. આખરે હારી થાકીને મને સત્યનું ભાન થયું કે, જો મારે કદી ન ખૂટે એવું અક્ષય સુખ જોઇતું હશે તો પ્રભુ તારે શરણે આવ્યા વિના છૂટકો જ નથી, વલ્લriડખોફ (T)- અક્ષીપમોનિ(ઈ.) (અમાસુક આહાર લેનાર 2. જેની આહારશક્તિ નષ્ટ નથી થઇ તે) સાધુએ સર્વથા અને શ્રાવકોએ બને ત્યાં સુધી અચિત્ત આહાર-પાણી ગ્રહણ કરવા જોઈએ. કેમકે જ્યાં આહારશુદ્ધિ નથી ત્યાં ધર્મ નથી, જેમ આપણે જીવવાની તીવ્રચ્છા રાખીએ છીએ તેમ સંજ્ઞી કે અસંક્ષી બધા જ જીવ-જંતુઓ જીવવાની ઇચ્છા ધરાવતા હોય છે, કોઇપણ જીવો મરવાનું પસંદ કરતાં નથી. સાધુને તો સચિત્તવસ્તુનો સર્વથા ત્યાગ હોય છે. છતાંય સચિત્ત આહારાદિને ગ્રહણ કરે છે તેને સચિત્તભોગી કહેવાય છે. સચિત્ત ભોજન લેનાર સાધુ પોતાની સાધુતાને જ લાંછિત કરે છે. अक्खीणमहाणसिय - अक्षीणमहानसिक (पुं.) (જે લબ્ધિના પ્રભાવથી હજારો માણસોને જમાડે પણ પોતે ન જમે ત્યાં સુધી ન ખૂટે તેવી લબ્ધિવાળો, અક્ષીણમહાનસિક લબ્ધિવંત) સુવિશુદ્ધ આચારપાલન અને ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવે કેટલાક સાધુ ભગવંતોમાં એવી લબ્ધિ પ્રગટ થતી હોય છે કે, તેમણે લાવેલું અન્ન અથવા કોઈ સ્થાનવિશેષમાં બનતું અન્ન એ બન્ને પ્રકારના આહાર તેમના લબ્ધિના પ્રભાવે લાખો, કરોડો લોકો જમે તો પણ જયાં સુધી તેઓ ન ઇચ્છે ત્યાં સુધી જરાપણ ન ખૂટે. જેમ ગૌતમસ્વામીએ આવી લબ્ધિથી 1500 જેટલા તાપસોને બોધ પમાડીને ખીરથી પારણું કરાવ્યું હતું. .. अक्खीणमहाणसी - अक्षीणमहानसी (स्त्री.) (ભિક્ષામાં લાવેલા અન્નથી લાખો માણસ ભોજન કરે છતાં પણ જ્યાં સુધી પોતે ન જમે ત્યાં સુધી નખૂટે તેવી લબ્ધિ, અક્ષીણમહાનસી લબ્ધિ ) अक्खीणमहालय - अक्षीणमहालय (पुं.) (લબ્ધિ વિશેષ પ્રાપ્ત, જેના પ્રભાવે તે પુરુષ જ્યાં રહ્યો હોય ત્યાં તીર્થકરની પર્ષદાની જેમ અસંખ્ય જીવો સુખેથી બેસી શકે છે) આ એક એવા પ્રકારની લબ્ધિ છે કે, જેની પાસે આ લબ્ધિ હોય તે પુરુષ જે પણ પરિમિત સ્થાનમાં રહેલો હોય ત્યાં બહારથી અસંખ્ય દેવ-મનુષ્ય કે તિર્યંચ આવીને બેસે તો પણ જરાય સંકડાશનો અનુભવ ન થાય, તે બધા જ જીવો તેટલા પરિમિત સ્થાનમાં આસાનીથી સમાઇ જાય. જેમ તીર્થંકર પરમાત્માની પર્ષદામાં માત્ર એક યોજનનું સમવસરણ હોવા છતાંય અસંખ્ય દેવ-મનુષ્ય-તિર્યંચો વિના સંકોચે સમાઈ જતા હોય છે. अक्खीरमधु (हु) सप्पिय - अक्षीरमधुसर्पिष्क (पुं.) (દૂધ, ઘી, મધુ આદિના વર્જનરૂપ અભિગ્રહવિશેષ) શાસ્ત્રોમાં વિગઇઓને અહિતકારી કહેલી છે તેનું આસક્તિપૂર્વક સેવન કરનારને તે દુર્ગતિમાં લઈ જાય છે. આથી વિગઈ ત્યાગ કરવાનો વિશેષ આગ્રહ કરવામાં આવેલો છે. શરીર ટકાવવા માટે થોડીક માત્રામાં વિગઈ વાપરવાની છૂટ આપી છે પરંતુ, આસક્તિપૂર્વક ક્યારેય નહીં. વિગઇના આવા સ્વરૂપને જાણનાર સાધુઓ દૂધ, ઘી વગેરે વિગઈઓનો યથાશક્તિ અભિગ્રહ કરતા હોય છે. આવા અભિગ્રહધારી સાધુઓને અક્ષીરમધુસર્પિષ્ક કહેવામાં આવે છે. વઘુમ - ૫ક્ષત (a.). (અક્ષત, નહીં હણાયેલું, અપ્રતિત) જેની ખુદની પાસે એક ફૂટી કોડી પણ નથી એવો ભિખારી ક્યારેય બીજા ભિખારીને અમીર નથી બનાવી શકતો. પરંતુ જેની પાસે 9s