Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अक्खसोयप्पमाणमेत्त-अक्षत्रोतःप्रमाणमात्र (त्रि.) (પૈડાંની નાભિના છિદ્રના પ્રમાણના જેટલી જગ્યાવાળું, અતિ અલ્પપ્રમાણવાળ) વરણા - આધ્યા (સી.) (અભિધાન, નામ) જેઓ પોતાના સચ્ચારિત્રથી કે સ્વભુજબળે યશ કીર્તિ મેળવીને સંસારમાં અમર થઈ ગયા છે તેઓનું જીવું સાર્થક છે. પ્રાત:કાળે તેવા પુણ્યશાળી પુરુષોના નામસ્મરણ કરાય છે. બાકી જેઓ જન્મથી મરણ પર્યત નથી તો નામ કમાયા કે નથી આત્મહિત સાધ્યું. તેમનું જીવન વ્યર્થ ગયું છે, તેમ નીતિકારોનું દૃઢપણે માનવું છે. મવરહા - માધ્યાતિવા (2) (સાધ્ય ક્રિયાપદ 2. ક્રિયાવાચક શબ્દો अक्खाइयवाण - आख्यायिकास्थान (न.) (કથા કહેવાનું સ્થાન) લોકોને મનોરંજન કે જ્ઞાન આપવાની દૃષ્ટિથી કોઈ મહાપુરુષ કે મહાસતીના ચરિત્ર દ્વારા પ્રેરણાસ્પદ અર્થને સમજાવનારી ગદ્ય-પદ્ય રચના આખ્યાયિકા કે લઘુકથાના નામથી ઓળખાય છે. આવી વાર્તાઓને જયાં બેસી કહેવાય તેને આખ્યાયિકા સ્થાન કહે છે. દૃષ્ટાન્ત કથાને વધુ રોચક બનાવવા માટે કથાકારો પોતાની કલ્પનાના રંગોને પણ ઉમેરતા હોય છે. अक्खाइयणिस्सिय - आख्यायिकानिश्रित (न.) (વાર્તા આશ્રિત જૂઠાણું, મૃષાવાદ-જૂઠનો નવમો ભેદ) કલ્પિત વાર્તા આધારિત જે ખોટું બોલવામાં આવે તેને આખ્યાયિકાનિશ્રિત કહેવાય છે. મૃષાવાદના ભેદોમાં આનું નવમું સ્થાન છે. યાદ રાખજો, જુઠું બોલનારના વચનો પર કોઈ વિશ્વાસ કરતું નથી. જૂઠના પગલા તો અઢી જ હોય ને ! અવરવાડા - માયા (સ્ત્રી.) (કલ્પિત વાત, દંતકથા 2. વાત) કાલ્પનિક વૃત્તાંતવાળી કે પૌરાણિક કથાઓને કલ્પિત વાર્તાઓ કહેવામાં આવે છે. આવી કથાઓના પ્રણયન પાછળ કે આખ્યાન કરવા પાછળ નીતિબોધ કે આચારોપદેશાદિ હેતુઓ વણાયેલા હોય છે. આવી કથાઓ બાળજીવોને ઉપકારક બનતી હોય છે. અવાર્ડ- માહ્યા/જ (વ્ય.) (કહેવા માટે, બોલવા માટે) ગવર્નવા - મધ્યાહ્ન (પુ.) (પ્લેચ્છ વિશેષ) ભગવાન મહાવીરસ્વામી દીક્ષા લીધા પછી વિશેષ કર્મનિર્જરાના હેતુથી સ્વેચ્છ-અનાર્યદેશમાં વિચરે છે. ત્યાં તેમને સ્વેચ્છો દ્વારા ઘોર ઉપસર્ગો કરાય છે. પ્રભુ સમતારસમાં નિમગ્ન બનીને બધું સહન કરી લે છે. મહાસત્ત્વશાળી તીર્થંકરો સિવાય એવા ઘોરઉપસર્ગોને સહન કરવા કોણ સમર્થ બની શકે? આવીડr - માવાદ% (6) (પ્રેક્ષકોને બેસવાનું આસન-સ્થાન, ચારે તરફથી જોઈ શકાય તેવી જગ્યા) જેમ અત્યારે નાટકો ભજવવા માટે થિયેટરો કે હોલ જેવા સ્થળો હોય છે તેમ પહેલાના સમયમાં રંગશાળા વગેરે જગ્યાઓ હતી. જેમાં નાટક વગેરે ભજવવામાં આવતાં હતાં અને ચારેય બાજુ પ્રેક્ષકો બેસીને જોઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. अक्खाण - आख्यान (न.) (કથન, નિવેદન)