Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શણગાર સજેલી સ્ત્રી વધુ સુંદર લાગે છે, ભોજનમાં મીઠાઈ હોય તો સ્વાદિષ્ટ લાગે છે. તેમ કથાકારના શબ્દોમાં વૈવિધ્ય સાથે અર્થગાંભીર્ય અને પદોમાં લાલિત્ય હોય તો એવા પદલાલિત્ય અલંકત ઉપદેશવાક્યોથી લોકોને હૃદયંગમ અર્થબોધ થાય છે. જિનશાસનમાં આવા કથાકાર-ઉપદેશક નંદીષેણમુનિ થઈ ગયા છે, જેમણે રોજ દશ વ્યક્તિઓને પ્રતિબોધ પમાડીને જમવાનો નિયમ લીધો હતો. अक्खरसंबद्ध - अक्षरसंबद्ध (पुं.) (શબ્દમાં અક્ષર સ્પષ્ટ હોય તે) જિનેશ્વર મહાવીરના શાસનમાં ગણધર ભગવંતાદિ રચિત દરેક સૂત્રો મંત્રસમાન ગણવામાં આવ્યા છે. તેના પઠનથી ન ધાર્યા હોય તેવા આશ્ચર્યો સર્જાયા છે અને સર્જાય છે. અત્યારે તેવો અનુભવ નથી થતો તેનું એકમાત્ર કારણ છે સૂત્રોનો અસ્પષ્ટ ઉચ્ચાર અને હૃદયમાં અશ્રદ્ધા. સૂત્રપઠન હંમેશા ગુરુ કે વડીલની નિશ્રામાં રહીને જ કરવું જોઈએ. જેથી સૂત્રોચ્ચારણમાં કોઈ અશુદ્ધિ હોય તો ધ્યાનમાં આવે. अक्खरसण्णिवाय - अक्षरसन्निपात (पुं.) (અક્ષરોનો સંયોગ, અકારાદિ અક્ષરોનું જોડાણ) અક્ષરો કે પદોને આગળ પાછળ મૂકવાથી તેને સાંભળનાર કે વાંચનારને તેનું અનુસંધાન કરતાં તકલીફ પડતી હોય છે. અથવા તો તેનો અર્થબોધ જ દુર્બોધ થઈ જાય. દા.ત. 1. સાંઈઠ ફૂટના રમેશે ઘરો બનાવ્યા. અને 2. રમેશે સાંઈઠ ફૂટના ઘરો બનાવ્યા. આ બન્ને વાક્યમાં પ્રથમ વાક્યથી શ્રોતાને વિપરીત જ્ઞાન થશે અને બીજા વાક્યના શ્રવણથી યથાર્થ બોધ થશે. માટે શબ્દો વગેરે જો ક્રમસર ગોઠવવામાં આવે તો જ તે લોકભોગ્ય બને છે, લોકપ્રિય પ્રવચનકારોના વક્તવ્યમાં અક્ષર સંયોગનો સુમેળ સહજપણે જોવા મળે છે. વિવરસમ - અક્ષરસમ (1) (ગેયસ્વર વિશેષ, હ્રસ્વ દીર્ઘ જે અક્ષર જેવો હોય તેવો બોલવો તે) પ્રાચીન સમયમાં રાજસભામાં લોકમનોરંજન માટે ગીત-ગાનના કાર્યક્રમો યોજાયા હતાં. તેમાં સંગીતના સુંદર જાણકાર ગવૈયા પોતાની ગાનકળાથી રાજા અને પ્રજાના દિલ જીતી લેતા હતા. ગીત ગાતી વખતે તેઓ બોલાતા પદોમાં અક્ષરોની હ્રસ્વતા, દીર્ધતાદિનું ખાસ ધ્યાન રાખતા હતા જેથી ગીતનો લયભંગ ન થાય. अक्खरसमास - अक्षरसमास (पुं.) (અકારાદિ અક્ષરોનું જોડાણ-મેળાપ, અક્ષરસમૂહ) અક્ષરો કે પદોમાં પરસ્પરનું યોગ્ય જોડાણ હોવું આવશ્યક છે. અન્યથા, અર્થનો અનર્થ થઇ જવાનો સંભવ છે. જેમ સમ્રાટ અશોકે તેના પુત્ર કુણાલ માટે મારે મથીયા' અર્થાત, હવે કુમારને અધ્યયન કરાવો, એવો આદેશ કરેલો. પરંતુ કુટનીતિથી “અ” ના સ્થાને ‘એ' કરી દેવાથી ‘મારે સંધીવત' અર્થાત, કમારને અંધ બનાવો. એમ બિંદી માત્રનો ફરક થવાથી કમરને પોતાની આંખો ગુમાવવી પડી હતી. માત્ર (રેશી-૬). (અખરોટનું વૃક્ષ 2. અખરોટનું ફળ) દુખલોકો બોરના જેવા હોય છે જે બહારથી બોરની જેમ નરમાશવાળા અને અંદરથી કઠણ ઠળીયાની જેમ ક્રૂરતાવાળા હોય છે. જ્યારે સાધુ-સજ્જન પુરુષો બહારથી અખરોટ જેવા કઠોર દેખાતા હોય છે પણ અંદરથી સાવ નરમ-સ્નેહાર્દ્ર હોય છે. અવનિમં (વે) (પ્રતિબિંબ પડેલું 2. પ્રતિધ્વનિત 3. આકુળ-વ્યાકુળ) શરીરના રોગોથી વ્યાકુળ બનેલો રોગી ડૉક્ટર કે વૈદ્ય પાસે જાય છે અને તેઓની દવાથી તે જલદી સાજે પણ થઈ જાય છે. તેનાથી હું પણ આ ક્રોધ-માન-માયા-લોભારૂપી રોગોથી આકુળ-વ્યાકુળ થયેલો આપની પાસે આવ્યો છું. આપ મને તત્ત્વોની કોઇક એવી ગોળી પીવડાવો જેથી મારા દુઃસાધ્ય ભવરોગનો જલદીથી નિકાલ આવે. મને શ્રદ્ધા છે કે, આ રોગનો નાશ આપ જ કરી શકો છો.