Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अक्खयायारया - अक्षताचारता (स्त्री.) (પરિપૂર્ણ આચરણા, વિશુદ્ધ આચરણા, અખંડ આચાર સંપન્નતા) અખંડ આચાર સંપન્ન સાધુ કે શ્રાવક પોતાના લીધેલા વ્રતોમાં અતિચાર સુદ્ધા પણ લાગવા દેતા નથી. માટે તેમને અક્ષતાચાર સંપન્ન કહેવાય છે. જિનશાસનની પ્રત્યેક ધર્મક્રિયાઓમાં આચારો અને વિચારોને અતી મહત્ત્વ અપાયું છે. अक्खयायारसंपण्ण - अक्षताचारसंपन्न (त्रि.) (અખંડ આચારને પ્રાપ્ત થયેલું, નિર્દોષ આચરણયુક્ત, શુદ્ધ ચારિત્રધારી) સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણીને વૈરાગ્ય પામી સાધુતાને પ્રાપ્ત કરેલા મુમુક્ષુ જીવો કર્મોના બંધનને સારી રીતે જાણનારા હોવાથી ભગવાન મહાવીરે બતાવેલા ચારિત્રમાર્ગનું સુવિશુદ્ધ પાલન કરે છે. તેઓ સાધુપણાને વિષે સજાગતાપૂર્વક શુદ્ધ આચારનું આચરણ કરી ભવનો નિખાર કરે છે. વેશ્વર - અક્ષર (જ.). (જે સ્વસ્વભાવથી ક્યારેય ન ફરે તે, 2. વર્ણ, અક્ષર 3. જ્ઞાન 4, કેવળજ્ઞાન 5. ચેતના, આત્મા 6. અવિનાશી, જેનો નાશ થવાનો નથી તે, ક્ષરણશૂન્ય 7, ઉજ્વળ 8, અક્ષરશ્રુતનો એક ભેદવિશેષ) જે ક્યારેય નાશ ન પામે તે અક્ષર કહેવાય છે. જ્ઞાન આત્માનો ગુણ હોવાથી ક્યારેય નાશ પામતો નથી. સંસારમાં જન્મ-મરણની જે ઘટમાળ છે તે આત્માની નથી પણ શરીરની છે. જ્ઞાન આત્માનું ઉપાદાન કારણ છે માટે તેનો નાશ ક્યારેય થવાનો નથી. ભારતીય ધર્મશાસ્ત્રોમાં અને દર્શનગ્રંથોમાં જ્ઞાન વિષયક પ્રચુરમાત્રામાં વિચારણા કરવામાં આવેલી છે. अक्खरगुण - अक्षरगुण (पुं.) (અનન્ત ગમા-પર્યાય સહિત ઉચ્ચાર વગેરે અક્ષરના ગુણ) સૂત્રકતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં જણાવાયું છે કે, પ્રત્યેક અક્ષર અનેક અર્થોને જણાવનારો હોય છે. અનન્તાગમા. પર્યાય, ઉચ્ચાર વગેરે ગુણોના કારણે જ અર્થનું પ્રતિપાદન શક્ય બને છે. अक्खरगुणमइसंघडणा- अक्षरगुणमतिसंघटना (स्त्री.) (અક્ષરના ગણવડે મતિજ્ઞાનની સંઘટના, દ્રવ્યશ્રત વડે ભાવશ્રતના કથનમાં અક્ષરગણની મતિ યોજવી તે) સૂત્રકૃતાંગસૂત્રમાં જ્ઞાનની વિભાવના કરતા જણાવાયું છે કે, ભાવૠતને દ્રવ્યૠતથી પ્રગટ કરવામાં મતિ દ્વારા અક્ષરગુણના સંયોજનને અક્ષરગુણમતિiઘટના કહેવાય છે. અર્થાત્ અક્ષરગુણ દ્વારા મતિજ્ઞાનની સંઘટના-બુદ્ધિની યોજના થાય છે. વરપુકિયા - અક્ષરપુષિા (સ્ત્રી.) (બ્રાહ્મીલિપિનો નવમો લેખવિધાન, પ્રાચીન લિપિનો ભેદ) શબ્દ બે પ્રકારના હોય છે. એક એ કે જે મુખેથી બોલાય છે અને બીજા લેખન-વાંચનમાં આવતા અક્ષરાકૃતિવાળા. લેખન-વાંચનના શબ્દો કુલ અઢાર પ્રકારની લિપિમાં લખાતા હતા. આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ લિપિનું જ્ઞાન આપનાર ભગવાન આદિનાથ હતાં. તેમણે પુત્રી બ્રાહ્મી લિપિવિજ્ઞાન આપીને જગત માટે જ્ઞાનનો ઉજ્જવલ માર્ગ ખોલી આપ્યો છે. અશ્વર નંમ - મક્ષરત્નામ (પુ.) (શબ્દની જાતિ વર્ણ વગેરેનું જ્ઞાન). શબ્દ કે પદના બોધ માટે તેની જાતિ, કાળ વગેરેનું જ્ઞાન હોવું આવશ્યક છે. જેનાથી પદ કે વાક્યનો અર્થબોધ સુચારુતયા થઈ શકે. વક્તાને જ્યાં સુધી શબ્દની જાતિ વગેરેનું જ્ઞાન નથી ત્યાં સુધી તે સ્વયં પણ તેનો અર્થ નહીં કરી શકે અને અન્યને પણ તેનો યોગ્યબોધ નહીં કરાવી શકે. માટે કહ્યું છે કે, “પપુત્ર વિરપ ચેન સવહ શર્ત થાત' અર્થાતુ સકલનો અર્થ સર્વ થાય છે અને શકલનો અર્થ ટુકડો થાય છે. જો લખવામાં ભૂલ થાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. એટલે જિજ્ઞાસુ માટે શબ્દશાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક મનાયું છે. अक्खरविसुद्ध - अक्षरविशुद्ध (त्रि.) . (પદ કે અક્ષરોથી યુક્ત).