Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આપણે મૂર્તિપૂજક કહેવાઇએ છીએ. આ વ્યાખ્યા આપણે ચરિતાર્થ કરી છે. આપણે માત્ર મૂર્તિને જ પૂજીએ છીએ. મૂર્તિ જેની છે તેમના ઉપદેશને કે તેના ભાવને તો સ્પર્શતા જ નથી. તેથી આપણી મૂર્તિ ઉપાસના નિષ્ફળપ્રાયઃ બની જાય છે. યાદ રાખજો ! જયાં સુધી જિનાલયમાં બિરાજિત પરમાત્માના ભાવને અંતરાત્મામાં અધિષ્ઠિત નથી કર્યા ત્યાં સુધી પ્રભુપ્રતિમા પણ કોઈ ફળ નહીં આપે. મસ - રમ્ (થા.) (ગતિ કરવી, ગમન કરવું, જવું) શાસ્ત્રમાં કહેવાયું છે કે, જીવ જ્યારે મૃત્યુની નજીક આવે છે ત્યારે મૃત્યુ બાદ જે ગતિમાં જવાનો હોય તદનુસાર તેના આત્મિક ભાવો થતાં હોય છે. અર્થાત અંત સમયે જેવી વેશ્યા હોય તદનુસાર જીવ શુભાશુભ ગતિને પ્રાપ્ત કરે છે. લોકોક્તિમાં પણ કહેવાયું છે કે, જેવી મતિ તેવી ગતિ માટે હંમેશાં એવી મતિ રાખજો જેથી તમારી આવનારી ગતિ-ભવ ન બગડે. શનિ (2) - મય (ત્રિ.) (ખરીદવા યોગ્ય નહીં તે, ખરીદવાને અયોગ્ય) ધર્મબિંદુ ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે શ્રાવકને કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય વ્યાપારની ઘણી બધી વાતો કરી છે. તેમાં એક વાત એ પણ આવે છે કે, બિઝનેસ કરનાર વ્યાપારીને દેશ-કાળ અને સામગ્રીનું જ્ઞાન હોવું જોઇએ. અર્થાત્ કયા કાળે કઈ વસ્તુ ખરીદવા યોગ્ય છે કે કઈ નહીં અને કયા દેશમાંથી કઈ વસ્તુ ખરીદવી અને કઈ ન ખરીદવી તેનું પણ જ્ઞાન આવશ્યક છે. અન્યથા નફાની આશા તો દૂર, પણ પોતે રોકેલી મૂડીનો પણ નાશ થઈ શકે છે. જેમાં હિંસા ઘણી હોય તેવા નફાકારક વ્યાપારને પણ તજવા કહ્યું છે. મધરો (રેશ) બે વ્યક્તિ વચ્ચેના સંદેશાને એકબીજા સુધી પહોંચાડનાર પુરુષને દૂત કહેવાય છે. પ્રાચીનકાળમાં આવું દૂતનું કાર્ય કરનાર પુરુષોમાં અમુક વિશિષ્ટ ગુણો રહેતા હતાં. જેવા કે ધીર-ગંભીર, શાંત, બુદ્ધિમાનું, વચનકુશળ વગેરે. આ ગુણોના કારણે તેઓ અસાધ્ય કાર્યોને પણ સાધ્ય બનાવતા. જિનશાસનમાં ગુરુભગવંતો પણ પરમાત્મવાણીને લોકો સુધી પહોંચાડનારા દૂત સમા છે. તેઓ શાસ્ત્રોના રહસ્યો લોક સુધી પહોંચાડીને દેવદૂતનું કાર્ય કરે છે અને કેટલાયને સાચા માર્ગે વાળીને સતત લોકોપકાર કરતા હોય છે. મોદUT - સોન (ન.) (સંગ્રહ). તમે ભલે ધર્મમાં આસ્થા ના રાખતા હો, છતાં પણ “સંગ્રહેલો સાપ પણ કામમાં લાગે' આ ઉક્તિ અનુસાર, કોઇક નાનકડા વ્રતનિયમને જીવનમાં રાખો. શું ખબર ક્યારે કામમાં લાગી જાય? ઓલા વંકચૂલ ડાકુને જ્યારે સાધુએ ચાર નિયમ આપ્યા ત્યારે તેને પણ વિચાર કર્યો કે, આ નિયમો તો જીંદગીમાં ક્યારેય ઉપયોગમાં આવવાના નથી પછી લેવામાં શું વાંધો ? પરંતુ જુઓ કર્મની કરામત એ જ ચાર નિયમના પ્રભાવે વંકચૂલ ડાક ઉન્નતિ પામ્યો અને મરીને બારમા દેવલોકનો દેવ બન્યો. દોહો (રેશ) (બકરો) મોર - મોશ (.) (જાપદ નદી વગેરે ઉપદ્રવયુક્ત સ્થાન 2. વરસાદયોગ્ય સ્થાનવિશેષ) સાધુપણામાં જીવનનિર્વાહ માટે ભિક્ષાચર્યા મુખ્ય અંગ માનવામાં આવ્યું છે. આથી જ્યાં આગળ નજીકમાં જંગલ, પર્વત કે રાની પશુઓનો ભય હોય તેવા ઉપદ્રવયુક્ત સ્થાનોનો શ્રમણોએ ત્યાગ કરવો જોઈએ. જેથી ગમનાગમન કે ભિક્ષાચને કોઇ બાધા ન પહોંચે. સાધુને રહેવાના સ્થાનવિષયક કલ્પસૂત્રાદિ આગમોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. - મોણ (પુ.) (અસભ્ય ભાષા, કઠોર વચન કહેવા તે, દુર્વચન 2. શાપ 3. નિંદા 4. વિરુદ્ધ ચિંતન) કોઇ નિંદકની વાતો સાંભળીને આપણે તેની ટીકા કરવા લાગી જઈએ છીએ. પરંતુ, સંત કબીર કહે છે કે, ભાઈઓ! તમે નિંદકની