Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આગમોમાં અકસ્માત દંડાદિ સાવદ્ય હિંસાના પ્રકારો વર્ણવ્યા છે. તેમાં કોઇ વ્યક્તિ શિકારાર્થે વનમાં જાય છે. ત્યાં હરણને હણવાના આશયથી બાણ ફેંકે છે પરંતુ, સંજોગવશાત બાણ હરણને ન વાગતાં વચ્ચે આવેલા તેતરને વાગે છે અને તે મરી જાય છે. અહીં શિકારીનો હેતુ હરણને મારવાનો હતો, પરંતુ વધ અન્ય પ્રાણીનો થયો તેથી આવા પ્રકારના દંડને કરનાર શિકારી અકસ્માત દંડઅત્યધિક કહેવાય છે. આગમમાં તેને ચતુર્થ દંડ આચરવારૂપ અકસ્માત દેડપ્રત્યયિક પ્રકાર કહ્યો છે. ગઠ્ઠા (મા) જય- અમાદ્વય (.). (બાહ નિમિત્ત વગર કલ્પના માત્રથી ઉત્પન્ન થતો ભય, સાત ભય પૈકીનો એક ભય) શ્રાદ્ધવિધિ પ્રકરણાદિ ગ્રંથોમાં શ્રાવકના કૃત્યોનું સુંદર માર્ગદર્શન કરાયું છે. જેમાં શ્રાવકે રાત્રે સૂતી વખતે શ્રદ્ધાપૂર્વક સાત નવકારમંત્ર ગણવા જેથી સાત પ્રકારના ભય તેને સ્પર્શી ના શકે. રાત્રે ભયાનક સ્વપ્ન આવવાથી પણ અચાનક ઊંધ ઉડી જાય છે અને એકાએક ડર લાગતો હોય છે. આવા દુઃસ્વપ્રો પણ મહામંત્રના પ્રભાવે ટળી જાય છે. મય - ર (કિ.) (નહીં કરેલું 2. અન્યથા કરેલું 3. બળપૂર્વક કરેલું 4. ઋણલેખન પત્રાદિ 5. સાધુને ઉદેશીને ન બનાવેલું 6. નહીં કરેલું કરવું તે 7, પ્રાયશ્ચિત્ત નહીં ગ્રહણ કરેલું 8. અભાવ 9. કરણનો અભાવ 10. નિવૃત્તિ) ગુરુ ભગવંત જયારે આપણને ભારપૂર્વક કહેતા હોય છે કે, શ્રાવકે જીવનશુદ્ધિ કરવા ભવાલોચના કરવી જોઇએ. ત્યારે આપણે તેનું ઓછું મહત્ત્વ ગણીને તેની અવગણના કરીએ તો, અનેક ભવોના સંચિત પાપકર્મો અકબંધ રહે છે. તેના કારણે આત્મશુદ્ધિન થવાથી તે કર્મોના દારુણ વિપાકો ભોગવવા પડે છે. માટે જો આત્મશુદ્ધિ કરવી હોય તો નિરર્થક કર્મોના આશ્રવને અટકાવવા આલોયણા લઈ દઢનિયમી બનવું પડશે. વીરા - મતવા (.) (પ્રાયશ્ચિત્ત યોગ્ય પુરુષ 2. છઠ્ઠ-અટ્ટમાદિ તપવિશેષથી અપરિકર્મિત-અનવ્યસ્ત શરીર) વ્યવહારસત્રના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, અકતકરણ બે પ્રકારે છે. 1. અધિગત અને 2, અનધિગત. તેમાં જેઓએ સુત્ર અને અર્થને ગ્રહણ નથી કર્યા તેઓ અનધિગત અકૃતકરણ છે તથા જેઓએ સૂત્રાર્થનું ગ્રહણ કર્યું છે તેઓ અધિગત અકૃતકરણ છે. ગયા - અછૂત (ત્રિ.) (કરેલા ઉપકારને ન જાણનાર, અકૃતજ્ઞ 2. કૃતઘ્ન 3. અસમથ) જે બીજા દ્વારા કરાયેલા થોડા પણ ઉપકારને ભૂલતા નથી તે કૃતજ્ઞ કહેવાય. પરંતુ જે પોતાના પર કરાયેલા ઉપકારને ભૂલી જાય તેને કૃતન કહેવાય છે. કોઇ કવિએ કહ્યું છે કે, આ પૃથ્વીને પર્વતો, સમુદ્રો કે જંગલોનો ભાર નથી લાગતો પણ કૂતળીઓનો ભાર લાગે છે. પરમોપકારી પરમાત્માએ શુદ્ધ મોક્ષમાર્ગનો પ્રકાશ કરીને ત્રણે જગત પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. તેમના ઉપકારોનું સ્મરણ કરીને આપણે તેઓના ચરણે નમન કરીએ. ગયાપુથા - મવકૃતતિા (સ્ત્રી.) (અકૃતજ્ઞતા, કરેલા ઉપકારને ન જાણવો તે 2. કૃતજ્ઞતા) ચાહે ભૌતિક સંપત્તિઓ હોય કે આત્મિક સમૃદ્ધિઓ હોય તેનું આશ્રયસ્થાન ગુણ છે. જેમ-જેમ વિવિધ ગુણવિકસિત થાય છે તેમતેમ બાહ્ય-અત્યંતર ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રગટ થાય છે. સ્થાનાંગ નામક આગમસૂત્રમાં કહેવાયું છે કે, ચાર પ્રકારે ગુણ નષ્ટ થાય છે. ક્રોધથી, પ્રતિનિવેશથી, કૃતજ્ઞતાથી અને મિથ્યાત્વના અભિનિવેશથી. જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની જેને ચાહના છે તેઓએ આ ચંડાળ ચોકડીને દૂરથી ત્યજવી જોઇએ. યપુur - વાપુ (ત્રિ.) (જેણે પુણ્ય કરેલા નથી તે, નિપુણ્યક, પુણ્યરહિત) જેણે પર્યાની કમાણી નથી કરી તે જીવો આ સંસારમાં પશુ કરતાંય બદતર જીવન જીવે છે. જ્ઞાનીઓએ પુણ્યના કારણરૂપ ધર્મને દર્શાવ્યો છે. તે ધર્મ ચાર પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવના. આ ચારેય પ્રકારો જીવને મોક્ષની સમૃદ્ધિ અપાવવા સમર્થ છે. જેઓને પુણ્યની કમાણી કરવી છે તેમણે પ્રાથમિકતાએ દાન ધર્મની સુંદર આસેવના કરવી જોઈએ. કારણ કે આત્મામાં પ્રગટેલો.