Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ એ (ડું) કરિ (નિ)- મતિ (.) (કોયલાની જેમ બળી ગયેલું, વિવર્ણ થયેલું) ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવલ્ય લક્ષ્મીને વરેલા કેવલી ભગવંતો અંત સમયે લગભગ બળી ગયેલા પદાર્થની જેમ નામશેષ રહી ગયેલા ચાર અઘાતી કર્મોનો શૈલેશીકરણ દ્વારા ક્ષય કરીને સિદ્ધિસુખને વરે છે. મંગિરસ - મસિ (પુ.) (ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા પુરુષ વિશેષ) અંડ - સત (ત્રિ.) (સ્વીકાર કરેલું, અંગીકાર કરેલું) ગમે તેવા કષ્ટોની ઝડી વરસતી હોય તો પણ સિંહની જેમ ચારિત્રનું પાલન કરનારા શ્રમણો ક્યારેય પણ પોતાના લીધેલા વ્રતોનું ખંડન કરતા નથી. દરેક મહાપુરૂષોનો આ સર્વસામાન્ય નિયમ છે. () - દુર(કું.) (વૃક્ષવિશેષ, તાપસ વૃક્ષ) આ વૃક્ષના ફળ તૈલમય હોય છે. આનું બીજુ નામ વ્રણ-વિરોપણ પણ છે. કેમકે આ વૃક્ષના ફળથી શરીર પર લાગેલા ઘા બહુ જ જલ્દી સારા થઈ જાય છે. કંકુ - અડૂ8(.) (અંગુઠો) પરમાત્માના ચાર મૂળ અતિશયમાંથી એક અતિશય એ છે કે, તેમના અંગુઠામાં અમૃત રહેલું હોય છે. બાલ્યાવસ્થામાં તેઓને જયારે સુધા સતાવે છે ત્યારે સામાન્ય બાળકની જેમ ન રડતા તેઓ અમૃતથી ભરેલા અંગુઠાનું પાન કરતા હોય છે. મુદ્રાણિ - 64 રન (જ.) (વિદ્યાવિશેષ) જે વિદ્યાના પ્રતાપે દેવાદિનું અંગુઠામાં અવતરણ કરીને પ્રશ્ન કારના જવાબ આપવામાં આવતા હતા તેને અંગુષ્ઠપ્રશ્ન કહેવામાં આવે છે. આ વિદ્યા પ્રશ્નવ્યાકરણ નામક આગમના નવમાં અધ્યયનમાં આવતી હતી જે હાલ કાલ પ્રભાવે નષ્ટ થયેલી હોવાથી જોવામાં આવતી નથી. અંજુમ - પુર(થા.). (પૂર્તિ કરવી, પૂર્ણ કરવું) અંગુન - કુન (ક.). (હાથ-પગની આંગળીઓ 2. આઠ જવ પ્રમાણ પરિમાણ 3. જે પ્રમાણ વડે પદાર્થો જાણી શકાય તે) આઠ જવ પ્રમાણના માપને પણ અંગુલ પ્રમાણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પદાર્થોને માપવા માટે 1. આત્માગુલ 2. ઉલ્લેધાંગુલ અને 3. પ્રમાણાંગુલ. એમ ત્રણ પ્રકારના મા૫ વર્ણવવામાં આવ્યા છે. શાસ્ત્રગ્રંથોમાં આ ત્રણ પ્રકારના માપથી જગતના દરેક પદાર્થોનું પ્રમાણ કરાય છે. अंगुलपोहत्तिय - अङ्कलपृथक्त्विक (त्रि.) (અંગુલપૃથક્વ, બે થી નવ અંગુલ સુધી શરીરની અવગાહના-ઊંચાઈ જેની હોય તે) મુનિ (સ્ત્રી) - કુતિ (ની) (સ્ત્રી.) (હાથ-પગની આંગળી 2. હાથીની સૂંઢનો અગ્રભાગ 3. ગજકર્ણી નામક વનસ્પતિવિશેષ) લોકોક્તિમાં “આંગળી ચીંધ્યાનું પુણ્ય' કહેવાય છે. સારા કાર્યમાં પોતાના આશ્રિતોને જોડવા કે શુભકાર્યમાં કોઈને પ્રેરિત કરવા અંગલિ નિર્દેશ કરવાથી કરણ-કરાવણ ને અનુમોદન આ ત્રણ કરણીઓ પૈકી કરાવણનો લાભ આપણને થાય છે.