Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ (વિનાશ કરનાર, વિનાશક) શાસ્ત્રમાં વિદ્યા આપતા કે શિખામણ આપતા પૂર્વે પણ જેને આપવી હોય તેની યોગ્યતા જોવાનું ખાસ જણાવ્યું છે. મૂર્ખને કે દુર્જનોને અપાયેલી હિતકારી શિખામણ કે વિદ્યા તે આપનાર ગુરુના નાશને માટે પણ કારણ બની શકે છે. ૪ત્ત (વિ.) (મૃત્યુ 2. દુઃખેથી છોડી શકાય તેવું 3, પારગામી) આ સંસારમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં જ સુખને માનીને તેને વધુને વધુ પ્રાપ્ત કરવાની લાલસામાં જ ઘણા લોકો પોતાના મોતને પણ આમંત્રિત કરી દે છે. જુઓ પેલું પતંગિયું, પ્રકાશને પ્રાપ્ત કરવા જતાં અગ્નિમાં પોતાની જાતને જ હોમી દે છે ને. સંતા - ત્તત (ત) (.) (જેમણે સંસારનો કે જન્મ-મરણનો અંત કર્યો છે એવા તીર્થકરાદિ, અન્નકૃત-કેવળી) હે જીવ! તારે મુક્તિ પ્રાપ્ત કરવી છે તો કષાયોને હણ. નવ નોકષાય સહિત તેનો સમૂળગો નાશ કર. કેમ કે મોહરાજાના મુખ્ય અંગ સમાન ક્રોધાદિ કષાયોના સંપૂર્ણ અંતથી જ સંસારનો અર્થાત્, જન્મ-મરણનો અંત થશે. અન્યથા નહીં. અંતકરણ - મન્તહૃ૬(૪) વા (સ્ત્રી) (અંતગડદશાંગસૂત્ર, અગ્યાર અંગઆગમો પૈકીનું આઠમું અંગસૂત્ર) અંતઃકુદશાંગસુત્ર નામના આ અંગસુત્રમાં સંસારનો જેમણે અંત કર્યો છે એવા કેવલજ્ઞાની ભગવંતોની શ્રેષ્ઠ સ્થિતિ-દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સંસારનો અંત કરનારા મુમુક્ષુ મહાત્માઓની દશા-અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં આઠ વર્ગો છે અને તેમાં નેવું અધ્યયનોનો સમાવેશ થયેલો છે. અંતતિ (5) - ૩ન્નત () (અંતભાગે રહેલું 2. આનુગામિક-અવધિજ્ઞાનનો એક ભેદ) કાતિ (ત્રિ.) (આંતરડામાં રહેલું) અશુચિમય આ શરીરના આંતરડામાં અસારભૂત પદાર્થોનો-મળનો સંગ્રહ થતો રહે છે. યોગ્ય નિસ્સરણ ન થતાં તે સડે છે અને શરીરમાં અનેક રોગોનું તે ઘર બને છે. તેમ મનના કોઈ ખૂણે અનેક વર્ષોના અનેક પ્રકારના સંગ્રહાયેલા અસદ્દવિચારો રૂપી મળનો જો સમયસર ત્યાગ ન કરવામાં આવે તો વૈજ્ઞાનિકો કહે છે કે, તે શરીરમાં ઝેર પેદા કરી મરણાન્તકારી બની શકે છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે, તે ઝેરથી પણ વધુ ભયંકર બની ભવોભવ સંસારમાં રખડાવનારા બની શકે છે. અંતગ - સતત (ત્રિ.). (મધ્યવર્તી, અંતર્ગત, અત્યંતર) બાળવયમાં સત્યવસ્તુને ઓળખવાની સમજ નથી હોતી. ઘડપણમાં સમજ હોય છે પરંતુ, શરીરની સશક્તતા નથી હોતી. યુવાનીમાં સમજણ તથા સશક્ત શરીર બંનેનો સંગમ હોય છે તેથી યુવાન વયે જ બને તેટલો ધર્મ કરી લેવો જોઈએ. अंतचरय - आन्तचरक (पुं.) (ગૃહસ્થ ભોજન કર્યા પછી બચેલા આહારની ગવેષણ કરનાર-સાધુ, અભિગ્રહપૂર્વક નીરસ આહારની શોધ કરનાર સાધુ) કેટલાક મુનિ ભગવંતો કર્મોના વિશેષ ક્ષય માટે તેઓએ નક્કી કરેલું ધાન જ વહોરવું, ધારી રાખેલા પાત્રથી કોઈ વહોરાવે તો જ વહોરવું, બાળક કે વિશેષ વ્યક્તિના હાથથી જ વહોરવું આદિ વિવિધ પ્રકારના અભિગ્રહ એટલે કે નિયમનું પ્રસન્નતાપૂર્વક પાલન કરે છે અને કર્મોની અપૂર્વ નિર્જરા કરે છે. ગંતવારિ (1) - માત્રા(.). (અભિગ્રહવિશેષને ધારણ કરનાર, તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ ધારણ કરનાર સાધુ) પ્રભુ મહાવીરે પોતાના ચૌદહજાર શિષ્યો પૈકી ઉત્કૃષ્ટ સાધુ તરીકે ધન્ના અણગારની પ્રશંસા કરી હતી. તેઓ ભિક્ષામાં જે રીતે