Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહૂવી - #Uડૂથ (ઈ.) (અભિગ્રહવિશેષધારી સાધુ, શરીરમાં ચળ આવે તો પણ નહીં ખંજવાળનાર-મુનિ). એકમાત્ર કર્મક્ષયના હેતુથી ચારિત્રની આરાધના કરનારા સાધુ ભગવંતો વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરતા હોય છે. જેની વાતો જુદા-જુદા શાસ્ત્રોમાં મળે છે. તેમાં એક પ્રકાર અકંયનો આવે છે. કર્મ છે તો શરીર છે અને શરીર છે તો તેમાં રોગ, ખંજવાળ વગેરે સંભવી શકે છે. પરંતુ કેટલાક સાધુઓને એવો અભિગ્રહ હોય છે કે શરીરમાં ગમે તેવી ખંજવાળ આવે તો પણ શરીર ખંજવાળવું નહીં. આવા અભિગ્રહધારી સાધુને કંયક કહેવામાં આવે છે. બેશક સાંસારિક ભોગ-સુખો પણ ખંજવાળ સરખા છે. મહંત - મત્ત () (અસુંદર, સૌંદર્ય વિનાનું, કાન્તિરહિત) अकंततर - अकान्ततर (त्रि.) (અતિ અસુંદર, ઘણું અણગમતું). શાસ્ત્રમાં આઠ પ્રકારના મદ બતાવ્યા છે. તેમાંનો એક મદ છે રૂપનો અહંકાર. કેટલાક જીવો પૂર્વના કોઈ પુણ્યોદયે મળેલા રૂપથી એટલા બધા અભિમાની બની જાય છે કે બીજાઓની નિંદા અને હાંસી કરતા હોય છે. એવા રૂપાભિમાનીઓ સાવધાન ! જગતમાં કોઈ વસ્તુ શાશ્વત નથી. રૂપ પણ નાશવંત છે ક્યારે ચાલ્યું જશે તેની ખબર પણ નહીં પડે. બુઢા અભિનેતાઓ આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. માતા - માનતા (સ્ત્ર.). (અસુંદરતા, અશોભનીયપણું) જગત આખું બાહ્ય સૌંદર્ય પાછળ પાગલ છે. પરંતુ ખરી સુંદરતા તો આંતરિક ગુણવૈભવમાં છુપાયેલી છે. માત્ર બાહ્ય સુંદરતા તે વાસ્તવમાં સુંદરતા નથી પણ તેની સાથે જે આંતરિક ગુણોના સમૂહથી શોભે છે તે જ સુંદર છે. બાકી તાત્ત્વિક રીતે તો સુંદર-અસુંદર જેવું કશું છે જ નહીં. પરમાત્માએ તો કહ્યું છે કે, પદાર્થમાત્ર પોતાના સ્વરૂપે રહેલો છે. સારું-ખરાબ જેવું કશું જ નથી. જંતકુ9 - અન્નકુટ્ટ (2.). (અનિચ્છિત દુઃખવાળો, દુઃખષી) પરમાત્માનું વચન છે કે, જે જીવ મનુષ્યભવમાં જિનધર્મ જાણવા છતાં પણ આવેલા દુઃખોને ઇચ્છાથી સમતાપૂર્વક સહન કરતો નથી તેને કર્મના પ્રભાવે તિર્યંચ કે નરક યોનિમાં અનિચ્છાએ પણ દુઃખો સહન કરવા પડે છે. ફરક માત્ર એટલો જ છે કે, અહીં સમતાથી દુઃખો સહન કરવાથી કર્મોનો ક્ષય થાય છે, જ્યારે તિર્યંચાદિ ગતિમાં આર્તધ્યાનપૂર્વક સહન કરેલા દુઃખ બીજા નવા કર્મો બંધાવે છે. નક્કી તમારે કરવાનું છે કે, આવેલા દુ:ખો કેવી રીતે સહન કરવા છે. अकंतस्सर - अकान्तस्वर (त्रि.) (અપ્રિય સ્વર, કઠોર વાણી). કર્કશ સ્વરવાળા હજારો ગર્દભો મળીને પણ એક કોયલના સ્વરની તુલના કરી શકતા નથી. તેમ હજારો દુર્જનો ભેગા મળીને પણ સજજનોના એક નાનકડા ગુણની તોલે આવી શકે તેમ નથી. ‘શ્ચાતકો વિઘતારાનurva' આ ઉક્તિનો ભાવાર્થ પણ આ જ છે. શંખ (1) - વર્ષિન(ત્રિ.) (કામનું ઉદ્દીપન થાય તેવા વચનાદિથી રહિત) પરાણે પળાવવામાં આવતા બ્રહ્મચર્યના પ્રતાપે જો ચક્રવર્તીનો ઘોડો આઠમા દેવલોકમાં દેવ બની શકે છે તો જેણે જિનદેવની આજ્ઞામાં રહીને કામદેવને પરાસ્ત કર્યો છે તેવા ઇન્દ્રિયવિજેતાનો તો મોક્ષ નિશ્ચિત જ છે. મદ્રુપ - (ત્રિ.). (નિષ્કપ, અચલ, ક્ષોભરહિત)