Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અંત (m) - માવા (.) (યમરાજ, મૃત્યુ, નાશ કરનાર 2. છેડો, પર્યત 3, અંતર્ગત) આ દુનિયામાં રોજ હજારો લોકો જન્મે છે અને મૃત્યુ પામે છે, પરંતુ જેઓનું જીવન સદાચારોથી સદા મહેકતું હોય છે, ચિત્તા સદ્વિચારોથી ભરેલું હોય છે અને સદ્ધાણી હંમેશાં જીભ પર રમતી હોય છે તેવા મહાપુરુષોનું તો મૃત્યુ પણ મહોત્સવ બની રહે છે. સંતવમ - (2) (વસ્ત્રની કિનારી 2. નાશ કરવો, પરિચ્છેદ કરવો તે). સંસાર એક યુદ્ધભૂમિ છે જેમાં રાગ-દ્વેષરૂપી પ્રધાન શત્રુઓ છે. જેઓ કર્મોનો ક્ષય નથી કરતા તેઓના જ્ઞાનાદિગુણોનો આ શત્રુઓ નાશ કરીને ચારગતિરૂપ બંધનમાં તેમને બાંધી દે છે. માટે જ પ્રભુએ કર્મોના વિપાક-અંતને જોવાનું અને તેના પર ચિંતન કરવાનું ભારપૂર્વક જણાવ્યું છે. મંત (m)7 - અન્તર (કું.) (સંસારનો અંત કરનાર, તે જ ભવે મુક્તિ પામનાર) જગતમાં બે પ્રકારની વૃત્તિવાળા લોકો હોય છે 1. શ્વાનવૃત્તિ અને 2. સિંહવૃત્તિ. ધાનવૃત્તિવાળાઓ હંમેશાં નિમિત્તકારણો પાછળ દોડતા હોય છે જેના કારણે તેમને સંસારમાં પરિભ્રમણ કરવું પડતું હોય છે. જ્યારે સિંહવૃત્તિવાળા ધીરપુરુષો સંસારના નિમિત્તકારણોને છોડીને મુખ્ય કારણભૂત કર્મોને જાણીને તેનો અંત કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. સંતવAR (1) ભૂષિ - 3 (6) ભૂજ (સ્ત્રી) (સંસારનો અંત કરનાર મોક્ષગામી મહાપુરુષોની ભૂમિ-નિવણ સમય) ભવનો અંત જેઓ કરે છે તેઓ અંતકરા-નિર્વાણગામી કહેવાય છે. તેઓની ભૂમિ એટલે કાળ. કાળ આધારભૂત કારણ હોવાથી ભૂમિ શબ્દરૂપે વ્યપદેશ કરાયેલો છે. શાસ્ત્રોમાં અન્નકૂભૂમિ બે પ્રકારની બતાવી છે. યુગાન્તકરભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ. સંતાન - મોનિ (પુ.) (મરણકાળ, અન્તકાળ) અન્તકાળે જીવને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ રે...' જ્ઞાની પુરુષોના આવા વૈરાગ્યબોધક સત્યવચનોને સમજીશું ત્યારે આપણને જગતની વાસ્તવિકતા દેખાશે અને ત્યારે જ આપણો પ્રયત્ન ભવનિસ્તારક યાને આત્મસિદ્ધિ તરફનો થશે. મંજિરિયા - મૉજિયા (સ્ત્રી) (સંસાર યા કર્મનો અંત કરનારી ક્રિયા કે અનુષ્ઠાન 2. સકલકમના ક્ષયરૂપ મોક્ષ) તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે મોક્ષની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “શૂન્નક્ષય મોક્ષ:' અર્થાત, સંપૂર્ણ કર્મોનો ક્ષય એજ મોક્ષ છે. આત્મામાં લાગેલા સમસ્તકર્મોનો ક્ષય કરનારી જે ક્રિયા-અનુષ્ઠાન છે તેને અંતક્રિયા કહે છે. સામગ્રી ભેદથી ચાર પ્રકારની અંતક્રિયા શાસ્ત્રોમાં વર્ણવાઈ છે. સમજ્ય () ક્રિયા (સ્ટ.). (અન્ત-પર્યવસાને કરાતી કર્મક્ષયની ક્રિયા, સર્વકર્મક્ષયરૂપ મોક્ષ) સંત શુર - અન્યત્રુન (1) (શુદ્ર કુળ) ભારતમાં વર્ણ વ્યવસ્થાની દૃષ્ટિએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ ખરેખર તો વ્યક્તિના કર્મો-કાર્યો જ તેના કુળના દ્યોતક છે. કારણ કે ઉચ્ચકુળમાં જન્મ પામેલો હોવા છતાં જે ત્યાજય કાર્યો કરે છે તેનું માત્ર ઉચ્ચ કુળમાં જન્મવાથી શું? अंतक्खरिया - अन्त्याक्षरिका (स्त्री.) (અઢાર લિપિઓ પૈકીનો નવમો ભેદ, બ્રાહ્મીલિપિનો એક ભેદ 2. અંત્યાક્ષરી નામની ૬૩મી કલા) અંતન - મન્ત%(a.)