Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સંતો નિત્ત - માઁતર (ત્રિ.) (અંદરથી લીંપેલું, મધ્યમાં ખરડાયેલું) પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પચ્ચખાણ વિગેરે બાહ્ય રીતે સુંદર દેખાતી ધર્મ આરાધનાઓ જયારે ફળીભૂત થતી નથી, દેખાતી, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે કે, તેવા જીવોનું ચિત્ત અંદરથી રાગ-દ્વેષકે કષાયો આદિથી ભયંકર રીતે ખરડાયેલું સમજવું. કારણ કે જેમ અંદરથી ખારાશવાળી ભૂમિમાં ગમે તેવું મોઘું બીયારણ વાવીએ તો પણ તે ઊગી શકતું જ નથી. તેમાં કારણ તે ભૂમિની અયોગ્યતા જ છે. માટે બાહ્ય આરાધનાઓને ફળવતી બનાવવી હોય તો અન્તર્મન એટલું જ વિશદ્ધ જોઈશે. વટ્ટ- અન્તર (ત્રિ.) (અંદરના ભાગમાં ગોળ, અન્તગળ) સૂત્રકૃતાંગસૂત્ર નામના આગમ ગ્રંથમાં નારકોનું વર્ણન આવે છે કે, તેઓ બાહ્ય આકારે બહિ ચરિંસા અથતુ ચોખણિયા અને અંદરથી અંતીવટ્ટા અર્થાતુ ગોળાકારવાળા હોય છે. તેવા આકારની કલ્પના કરતા અટપટા-વિચિત્ર આકારના ભાસે છે. મંતવત્ત - મર્તવ્ય (ત્રી.) (સ્વપક્ષના વિષયમાં સાધનની સાધ્યથી વ્યાપ્તિ, અન્તવ્યક્તિ) સંતવાણી - માવદિન (સ્ત્રી.) (નાની નદી, ક્ષુદ્ર નદી), જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ તેમજ સ્થાનાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વહેતી સીતોદા નામની મહાનદીની દક્ષિણ દિશામાં વહેતી નાની નદી. તેમજ મહાવિદેહક્ષેત્રના કુમુદવિજયની પશ્ચિમ સરહદે વહેતી બાર લઘુ નદીઓ પૈકીની એક નદીને અન્તર્વાહિની કહેવાય છે. સંતવીfમ - અન્તવિશ્રમ (કું.) (હાર્દિક વિશ્વાસ, મનનો વિશ્વાસ) ધર્મારાધનાની બાબતમાં પૂર્ણશ્રદ્ધા-વિશ્વાસ હોવો અતિઆવશ્યક છે. સાધના કરતા કરતા શંકા જાય કે, આનું ફળ મને મળશે કે નહીં અથવા ગતાનુગતિક પૂજા-પાઠ કે પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો? આખરે તો આવા બધા ક્રિયા-કલાપોથી કાંઈ પ્રાપ્ત થતું દેખાતું તો છે નહીં. આ પ્રકારની વિચારધારા કે માન્યતા અમૃત સંદેશ ધર્મારાધનાઓ પ્રત્યે અંદરના અવિશ્વાસની સૂચક છે. જો હાર્દિક દૃઢ વિશ્વાસ હોય તો કલ્પનાતીત સુંદર ફળ પ્રાપ્તિ થયા વગર નથી રહેતી એ શાસ્ત્રવચન જાણી લેવું જોઈએ. સંતોસહ્ય - મન:શન્ય (ત્રિ.) તર શલ્ય, બહારથી ન દેખાતું શલ્ય. જેના મનમાં અપરાધરૂપ શલ્ય છે તે 2. માયા-કપટ 3. અનાલોચિત અતિચાર). બહારથી દેખાતો ઘાવ સુસાધ્ય છે. જયારે અંદરનું શલ્ય દુ:સાધ્ય કે અસાધ્ય બની જાય છે. વ્યક્તિને શરીરની અંદરમાં રહેલા શલ્યની અદેશ્ય હોવાથી ખબર ન પણ પડે એવું બની શકે છે. સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે કે, અત્તર્મનમાં રહેલો અપરાધભાવ એ અન્તઃશલ્ય છે. અભિમાનાદિના કારણે તેવા શલ્યનું પ્રાયશ્ચિત્ત ન લેવાથી લક્ષ્મણા સાધ્વીજીની જેમ ભયંકર પરિણામ આપનારું બને છે. માટે જ યતિની આગમિક વ્યાખ્યામાં ‘નિઃશન્ય ' કહેવાયું છે. તોલાછમથક - અન્તઃશત્યકૃતિ(નિ.) (અંદરમાં ભલ્લાદિ રોગવાળાનું મરણ, ભાવશલ્યના નિવારણ કર્યા વગરનું મરણ) માસક્ષમણના પારણે માસક્ષમણ દ્વારા બાહ્ય રીતે મહાન તપારાધના કરનારા અજ્ઞાનતપસ્વી અગ્નિશર્માના જીવ નિમિત્ત પામી ગુણસેનને ભવોભવ મારવાનું મને સામર્થ્ય મળો એવું ભયંકર નિયાણું કરી લીધું. કાળજાને કંપાવનારા તેના કેવા કેવા પરિણામો તેને મળ્યા, તેનો આબેહુબ ચિતાર જાણવો હોય તો સમરાદિત્ય કથા અવશ્ય વાંચવાલાયક છે. અંતમિર - અત્ત શીમર (જ.) (દ્રવ્યથી શરીરમાં ભાલાદિ શસ્ત્ર સહિત અને ભાવથી સાતિચાર મરણ, બાલમરણ) ઉત્તરાધ્યયનસૂત્રની નિયુક્તિમાં જણાવ્યું છે કે, જેઓ લજજાથી, ગારવથી કે અભિમાનથી પોતે આચરેલા દુષ્કૃત્યની ગુરુ જોડે